રાજકોટ ઝૂમાં દેશ-વિદેશનાં 18 નવા પ્રાણી-પક્ષીઓ આવશે

પ્રદ્યુમન પાર્ક ઝૂમાં દેશ-વિદેશના અવનવા ૧૮ જેટલા પ્રાણી પશુ અને પક્ષીઓનું આગમન થવા જઈ રહયું છે.

News18 Gujarati
Updated: May 17, 2019, 10:57 AM IST
રાજકોટ ઝૂમાં દેશ-વિદેશનાં 18 નવા પ્રાણી-પક્ષીઓ આવશે
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: May 17, 2019, 10:57 AM IST
રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત 'પ્રદ્યુમન પાર્ક ઝૂમાં આગામી દિવસોમાં કેટલાય નવા નવા પ્રાણીઓ અને પક્ષીઓ જોવા મળશે તેમ મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.

કમિશનરે વધુમાં ઉમેર્યું કે, પંજાબ અને મૈસુરનાં ઝૂ સાથે પ્રાણીઓ એકસચેન્જના કરારો અંતર્ગત આગામી દિવસોમાં સફેદ મોર, વરૂ, આફ્રીકન ગ્રે પેરોટ, ચૌશીલા, રીંછ, પેરાકીટ, ઝિબ્રા ફ્રિન્ચ સહિતનાં પક્ષીઓ-પ્રાણીઓનું આગમન રાજકોટનાં પ્રાણી સંગ્રહાલયમાં થશે. જેની સામે રાજકોટ ઝૂ માંથી એશિયાઇ સિંહ, સફેદ વાઘ, જંગલ કેટ અપાશે

પ્રદ્યુમન પાર્ક ઝૂમાં દેશ-વિદેશના અવનવા ૧૮ જેટલા પ્રાણી પશુ અને પક્ષીઓનું આગમન થવા જઈ રહયું છે. રાજય સરકારના એનીમલ એકસચેન્જ પ્રોગ્રામ હેઠળ મૈસુર અને પંજાબના છતબીર ખાતેથી આ નવા પ્રાણીઓ, રાજકોટના પ્રદ્યુમન પાકર્મા આવનાર છે. તેના બદલે રાજકોટથી પ પ્રાણીઓ ઉપરોકત પ્રાણી સંગ્રહાલયને અપાશે જેમાં એશિયાઇ સિંહ, સફેદ વાઘ, જંગલ કેટનો સમાવેશ થાય છે.

આ વિશે કમિશનરે જણાવ્યુ કે, રાજય સરકારના એનીમલ એકસચેન્જ પ્રોગ્રામ હેઠળ પ્રદયુમન પાર્ક ઝુમાં દેશ-વિદેશના અવનવા પ્રાણી-પશુ અને પક્ષીઓ લાવવા માટેની વહીવટી પ્રક્રિયાઓ શરૂ થઇ ચુકી છે. જે અંતર્ગત ટુંક સમયમાં મૈસુરના ચમારાજેન્દ્ર ઝુ લોજીકલ ગાર્ડનને એક એશીયાઇ સિંહ અને એક સફેદ વાઘ આપી તેના બદલામાં સારસ ક્રેનની નર-માદાની જોડી, ચૌશીલા નર-માદાની જોડી, સફેદ મોર નર-માદાની જોડી, સ્કારલેટ આઈસીસ એક જોડી, બ્લેક સ્વાન ર જોડી-ઇકલેકટસ પેરોટ ૧ જોડી, આફ્રિકન ગ્રે પેરોટ (૧), વાઘ-રોયલ બેંગાલ ટાઇગર -૧, વરૂ-એક જોડી, યેલ્લોવ ગોલ્ડન ફિઝન્ટ એક નર, બે માદા વગેરે મૈસુરથી લાવવામાં આવશે.

જયારે પંજાબના છતબીર ખાતે આવેલ શ્રી એમસીઝુ લોજીકલ પાર્કમાંથી હિમાલયન રીછ-૧, જંગલ કેટ- ૧-જોડી, હમદ્રયાસ બબુન-૧ જોડી, રોઝ રીંગ પેરાકીટ-૩ જોડી, એલેઝાન્ડ્રીન પેરાકીટ-ર જોડી, પેઈન્ટેડ સ્ટ્રોક -૧૦ માદા. કોમ્બ ડક-રજોડી, ઝીબ્રા ફીન્ચ-૧૦ માદા, રાજકોટનાં પ્રદ્યુમન પાર્કમાં લાવવામાં આવશે અને તેના બદલામાં એશીયાઇ સિંહ એક જોડી, સફેદ વાઘ -૧ માદા, જંગલકેટ-૧ નર પંજાબના છતબીર મોકલી અપાશે.
First published: May 17, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...