Home /News /kutchh-saurastra /

લો કરો વાત! કોરોનાના કહેર વચ્ચે રાજકોટમાં નવરાત્રી પાસનું બુકિંગ શરૂ થયું

લો કરો વાત! કોરોનાના કહેર વચ્ચે રાજકોટમાં નવરાત્રી પાસનું બુકિંગ શરૂ થયું

ફાઇલ તસવીર

રાજકોટના એક મોટા આયોજકે નવરાત્રી માટેના પાસ બુકિંગની પ્રાથમિક પ્રક્રિયા શરૂ કરી દીધી.

રાજકોટ : કોરોનાની મહામારી (Corona Pandemic) વચ્ચે સરકાર દ્વારા તમામ ધાર્મિક તેમજ રાજકીય કાર્યક્રમો બંધ રાખવાના આદેશ આપયા છે. હાલમાં જ જન્માષ્ટમી (Janmashtami)ના તહેવાર નિમિત્તે પણ સરકારે જાહેરમાં ઉજવણી પર મનાઈ ફરમાવી હતી. હવે રાજ્યમાં આવનારા સમયમાં નવરાત્રીનો તહેવાર આવી રહ્યો છે. હાલ કોરોનાનો કહેર (Coronavirus) ચાલી રહ્યો છે ત્યારે સરકાર નવરાત્રી (Navratri 2020)ના આયોજનને મંજૂરી આપે છે કે નહીં તે સૌથી મોટો સવાલ છે. આવા સમયે રાજકોટના મોટા આયોજકે નવરાત્રી માટેના પાસ બુકિંગ (Navratri Pass Booking)ની પ્રાથમિક પ્રક્રિયા શરૂ કરી છે.

સોશિયલ મીડિયા થકી ખેલૈયાઓને પાસ બુકિંગની શરુઆત કરવામાં આવી હોવાની કરવામાં આવી રહી છે. આયોજકોને મત મુજબ તેઓ જે તૈયારી કરી રહ્યા છે તે પ્રાથમિક તૈયારી છે. જો સરકાર મંજૂરી આપશે તો નવરાત્રીનું આયોજન કરવામાં આવશે અને જો સરકાર મંજૂરી નહીં આપે તો પાસ કેન્સલ કરવામાં આવશે. હાલ રાજકોટના એક મોટા આયોજક સુરભી ગ્રૂપ દ્વારા ખેલૈયાઓ માટે પાસ બુકિંગની પ્રક્રિયા શરૂ કરી છે. ખેલૈયાઓને 11 રૂપિયા ટોકનના ભાવથી પાસ ઇશ્યૂ કરવામાં આવી રહ્યા છે. અને સરકાર જો નવરાત્રીના આયોજનની મનાઈ ફરમાવશે તો 11 રૂપિયા ખેલૈયાઓને પરત કરી દેવાની તૈયારી પણ આયોજકે દર્શાવી છે.

આ પણ વાંચો :  'નવરાત્રીની મંજૂરી માટે આ વીડિયો લઈ જવો!' BJP કાર્યકરોના ગરબાનો વીડિયો ચર્ચાનું કેન્દ્ર

હાલ તો આયોજકો અને ખેલૈયાઓને નવરાત્રી યોજાશે તેવી આશા દેખાઈ રહી છે. જે રીતે આયોજકોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે તે જાણીને ખેલૈયાઓ પણ ખુશ છે. સાથે જ તેઓ આશા રાખી રહ્યા છે કે સરકાર નવરાત્રીને મંજૂરી આપશે. આયોજકો બાદ ખેલૈયાઓએ પણ તૈયારી શરૂ કરી દીધી છે.

આવી જ સ્થિતિ રહેશે તો નવરાત્રીનું આયોજન નહીં કરી શકાય : વિજય રૂપાણી

મહિના પહેલા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Vijay Rupani) રાજકોટ શહેર દોડી ગયા હતા. આ દરમિયાન તેઓએ પત્રકાર પરિષદ સંબોધી હતી. પત્રકાર પરિષદમાં સવાલ અને જવાબ દરમિયાન તેમણે આગામી નવરાત્રી (Navratri 2020) ઉત્સવ અંગે નિવેદન આપ્યું હતું. મુખ્યમંત્રીના કહેવા પ્રમાણે કોરોનાની સ્થિતિ આટલી જ ગંભીર રહેશે તો આ વર્ષે નવરાત્રીના આયોજનને મંજૂરી નહીં આપી શકાય. પત્રકારોના સવાલ જવાબ દરમિયાન મુખ્યમંત્રીએ કહ્યુ હતુ કે, નવરાત્રીના ઉત્સવને હજુ થોડો સમય છે. ઓગસ્ટ મહિનામાં કેવી પરિસ્થિતિ છે તેના પરથી કોઈ નિર્ણય લેવામાં આવશે. આ અંગે હાલ કોઈ નિર્ણય થયો નથી. પરંતુ જો પરિસ્થિતિ આવી જ રહેશે તો નવરાત્રીનું આયોજન કરવું શક્ય નથી.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Festival, Garba, Navratri 2020, Navratri fashion and look

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन