1મેથી દરરોજ બદલાશે પેટ્રોલ અને ડીઝલના ભાવ, ગુજરાત હાલ બાકાત

VINOD LEUVA | News18 Gujarati
Updated: April 12, 2017, 4:49 PM IST
1મેથી દરરોજ બદલાશે પેટ્રોલ અને ડીઝલના ભાવ, ગુજરાત હાલ બાકાત
1 મેથી પેટ્રોલ અને ડીઝલના ભાવ રોજેરોજ બદલાશે. પેટ્રોલિયમ કંપનીઓએ આંતરરાષ્ટ્રીય બજાર અનુસાર રોજેરોજ ભાવની સમીક્ષા કરવાનો નિર્ણય કર્યો છે. આ યોજના શરુઆતમાં પાંચ શહેર પોડીચેરી, વિશાખાપટ્ટનમ,ઉદયપુર, જમશેદપુર અને ચંદીગઢમાં પાયલોટ પ્રોજેક્ટના રૂપમાં લાગુ કરાશે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: April 12, 2017, 4:49 PM IST
1 મેથી પેટ્રોલ અને ડીઝલના ભાવ રોજેરોજ બદલાશે. પેટ્રોલિયમ કંપનીઓએ આંતરરાષ્ટ્રીય બજાર અનુસાર રોજેરોજ ભાવની સમીક્ષા કરવાનો નિર્ણય કર્યો છે. આ યોજના શરુઆતમાં પાંચ શહેર પોડીચેરી, વિશાખાપટ્ટનમ,ઉદયપુર, જમશેદપુર અને ચંદીગઢમાં પાયલોટ પ્રોજેક્ટના રૂપમાં લાગુ કરાશે.
આમ તો ઓઇલ કંપનીઓ દર 15 દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરે છે પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તર પર લગાતાર ક્રુડ ઓઇલમાં થઇ રહેલ ઉતાર-ચઢાવને કારણે ભારતમાં દરરોજ કિંમતની સમીક્ષા કરાઇ શકે છે.
ઓઇલ કંપની ભારત પેટ્રોલિયમ, ઇન્ડિયન ઓયલ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ માંગ કરી રહી છે કે પેટ્રોલ-ડીઝલના ભાવ હવે રોજ નક્કી કરવા જોઇએ.
પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે, પેટ્રોલિયમ પ્રોડક્ટ્સના ભાવમાં દરરોજ ફેરફાર કરવાની ભલામણ એક્સપર્ટ્સ દ્વારા કરવામાં આવી હતી. સરકારે કંઈ કર્યું નથી.

ઓઇલ કંપનીઓની આ માંગની સરકાર તરફથી એક પાયલોટ પ્રોજેક્ટ બનાવાયો છે. જે 1 મેથી દેશના પાંચ શહેરોમાં લાગુ કરાશે.
આ ત્રણ ઓઇલ કંપનીઓના પાંચ શહેરોમાં 200 પેટ્રોલપંપ છે. જ્યાં આ પાયલોટ પ્રોજેક્ટ સફળ રહેશે તો આખા દેશમાં તે લાગુ કરી દેવાશે.

ફાઇલ તસવીર
First published: April 12, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर