રાજકોટઃ નાશીર મડમ ઝડપાયો, પાન ફાકીના ધંધાનો ચાલતો ન હોવાથી શરુ કર્યો ગાંજો વેચવવાનો ધંધો

રાજકોટઃ નાશીર મડમ ઝડપાયો, પાન ફાકીના ધંધાનો ચાલતો ન હોવાથી શરુ કર્યો ગાંજો વેચવવાનો ધંધો
એઓજીની ટીમની તસવીર

પાન-ફાકીના ધંધામાં બહુ જામતું ન હોઇ આર્થિક ભીંસ દુર કરવા નાશીરે ગાંજો લાવી પડીકીઓ બનાવી વેંચવાનું ચાલુ કર્યુ હતું.

  • Share this:
રાજકોટઃ શહેરમા જાણેકે નશાનો કારોબાર કૂદકે ને ભૂસકે વધી રહ્યો હોય તેવું લાગી રાહયુ છે. પોલીસ પણ એટલી જ સતર્ક બની આવા નશાના કારોબારીઓ સુધી પહોંચી રહી છે. રાજકોટ શહેર (Rajkot city) એસઓજીની ટીમે (SOG team) વધુ એક વખત ગાંજા (Marijuana) સાથે એક શખ્સને પકડ્યો છે.

એસઓજીની ટીમ કોઠારીયાથી ખોખડદડ જવાના રોડ પર બીએસએનએલની ઓફિસ પાસે ચુંટણી અંતર્ગત પેટ્રોલીંગમાં અને વાહન ચેકીંગમાં હતી ત્યારે  કોઠારીયા સોલવન્ટના નુરાનીપરા માં રહેતો અને ઘર નજીક પાન ફાકીની દૂકાનમાં બેસી ધંધો કરતો નાશીર તૈયબભાઇ મડમને રૂ. 6400ના 640 ગ્રામ ગાંજા સાથે પકડી લઇ આજીડેમ પોલીસને સોંપ્યો હતો.એસઓજીના પીએસઆઇ એમ. એસ. અંસારી, હેડકોન્સ. વિજેન્દ્રસિંહ ઝાલા, અનિલસિંહ ગોહિલ અને ઝહીરખાન ખફીફ તથા કોન્સ. અઝહરૂદ્દીન બુખારીએ જીજે 07 એઇ 1141 લઇને એક શખ્સ નીકળતાં શંકાસ્પદ જણાતાં અટકાવીને તલાસી લેતાં ગાંજો મળી આવ્યો હતો.

આ પણ વાંચોઃ- ઇમાનદારી! ગોંડલઃ સર્વિસમાં આવેલા બાઈકમાંથી રૂ.2.30 લાખ ભરેલું પર્સ મળ્યું, ગેરેજ સંચાલકે ફોન કરી માલિકને પરત આપ્યું

આ પણ વાંચોઃ-અમદાવાદઃ ફતેહવાડી નજીક નવજાતને તરછોડનાર નિષ્ઠુર માતા સહિત ચાર ઝડપાયા, કારણ જાણી પોલીસ પણ ચોંકી ગઈ

આ શખ્સે પુછતાછમાં પોતાનું નામ નાશીર મડમ હોવાનું અને નુરાનીપરામાં રહેતો હોવાનું કહ્યું હતું. તેના વિરૂધ્ધ આજીડેમ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એકટ હેઠળ ગુનો દાખલ કરાવાતાં વધુ તપાસ પીએસઆઇ એમ. એમ. ઝાલાએ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ- કરુણ ઘટના! રાજકોટઃ માતા અને પત્નીના ઝઘડાથી કંટાણીને વેપારીએ દુકાનમાં જ કર્યો આપઘાત

આ પણ વાંચોઃ-શરમજનક ઘટના! અમદાવાદઃ પરિણીતાએ નવ વાગ્યે જમવાનું તૈયાર ન રાખ્યું, વિફરેલા પતિએ વાળ પકડી ફેંટો મારી

પાન-ફાકીના ધંધામાં બહુ જામતું ન હોઇ આર્થિક ભીંસ દુર કરવા નાશીરે ગાંજો લાવી પડીકીઓ બનાવી વેંચવાનું ચાલુ કર્યુ હતું. રાજકોટથી જ તે કોઇ પાસેથી લાવતો હોવાનું રટણ કરતો હોઇ કોવિડ ટેસ્ટ બાદ ધરપકડ કરી રિમાન્ડ મેળવી વિશેષ પુછતાછ હાથ ધરાશે.મહત્વનું છે કે જે રીતે ચૂંટણી આવી રહી છે ત્યારે દારૂ મને ગાંજાની હેરાફેરી નું પ્રમાણ વધી જતાં પોલીસ પણ સતર્ક બનતી હોય છે અને સમગ્ર શહેરના અલગ અલગ વિસ્તારોમાં તેમજ એક પોઈન્ટ ઉપર આપણે ચેકિંગ પણ હાથ ધરાતું હોય છે ત્યારે આવા જ ચેકિંગમાં એસઓજી પોલીસની ટીમને નશાનો કારોબાર કરતો શખ્સ ઝડપાયો હતો.
Published by:ankit patel
First published:February 20, 2021, 00:18 am

ટૉપ ન્યૂઝ