રાજકોટના આજી ડેમમાં સૌની યોજના થકી નર્મદાનું પાણી છોડાશે 

News18 Gujarati
Updated: September 7, 2018, 2:26 PM IST
રાજકોટના આજી ડેમમાં સૌની યોજના થકી નર્મદાનું પાણી છોડાશે 
પ્રતિકાત્મક તસવીર

આજી ડેમમાં કુલ ૯૩૦ MCFT જળ સંગ્રહ ક્ષમતા સામે હાલ માત્ર ૨૦૦ MCFT જળ જથ્થો જ છે.

  • Share this:
રાજકોટવાસીઓ માટે આનંદના સમાચાર છે.  રાજકોટ મહાનગરપાલિકાની વિનંતીને માન આપીને રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સૌની યોજના હેઠળ આવતી કાલ સુધીમાં (શનિવાર)રાજકોટનાં આજી ડેમમાં નર્મદાનીર આવી પહોંચશે.

મેયર બિનાબેન આચાર્ય અને મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું કે, “વિજય રૂપાણીના આ નિર્ણય બદલ તેમનો આભાર માનીએ છીએ.

આ અંગે વધુ વિગતો આપતા બંછાનિધિ પાનીએ જણાવ્યુ હતુ કે, આજી ડેમમાં કુલ ૯૩૦ MCFT જળ સંગ્રહ ક્ષમતા સામે હાલ માત્ર ૨૦૦ MCFT જળ જથ્થો જ હોય, મુખ્યમંત્રી સમક્ષ આગામી સમયને ધ્યાનમાં રાખીને રાજકોટના જળાશયોની વર્તમાન સ્થિતિ રજુ કરવામાં આવી હતી અને આજી ડેમમાં અલ્પ પ્રમાણમાં જળ જથ્થો હોવા પણ વિજય રૂપાણીને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ સમગ્ર સ્થિતિ રજુ કરી આજી ડેમ માટે નર્મદા નીર આપવા માટે વિનતી કરવામાં આવી હતી.

આ પણ વાંચો: રાજકોટ મહાનગરપાલિકાએ આજી ડેમ ખાતે ૧૪૫ કિલોવોટનો સોલાર પ્લાન્ટ સ્થાપ્યો

મેયર બીનાબેન આચાર્યએ જણાવ્યુ કે, આગામી સમયમાં રાજકોટ વાસીઓને પીવાના પાણીની કોઈ તકલીફ ન થાય તે બાબતને ગંભીરતા પૂર્વક ધ્યાને લઇ મુખ્યમંત્રીએ આજી ડેમ માટે નર્મદાના ૭૩૫ MCFT નીર છોડવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયને પગલે નર્મદાનીર છોડવાનું શરુ થઇ ચૂક્યું છે અને આવતી કાલ સુધીમાં નર્મદાના નીરનું શુભઆરંભ થઇ જશે.

આ વર્ષે વરસાદ ઓછો થયો હોવાથી સૌરાષ્ટ્રના ઘણા ડેમોમા પાણીને નહીંવત જ્થ્થો છે અને આગામી સમયમાં નર્મદા જ માત્ર આધાર રહેશે. 
First published: September 7, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading