રાજકોટના ડેમમાં નર્મદાનું પાણી બંધ કરાયું, 70 દિવસ ચાલે એટલું પાણી

રાજકોટના ડેમમાં નર્મદાનું પાણી બંધ કરાયું, 70 દિવસ ચાલે એટલું પાણી
આજી ડેમની ફાઇલ તસવીર

રાજકોટ આજી-1 અને ન્યારી-1 ડેમમાં નર્મદાનું પાણી આપવાનું બંધ કરવામાં આવ્યું છે.

 • Share this:
  અંકિત પોપટ, રાજકોટઃ અત્યારે રાજકોટ શહેરમાં ઠેકઠેકાણે પાણીનો કકળાય ચાલી રહ્યો છે. રાજકોટવાસીઓની મુશ્કેલીઓમાં વધારો થવા જઇ રહ્યો છે. રાજકોટ આજી-1 અને ન્યારી-1 ડેમમાં નર્મદાનું પાણી આપવાનું બંધ કરવામાં આવ્યું છે.

  મળતી માહિતી પ્રમાણે રાજકોટ શહેરને પાણી પુરુ પાડતા આજી-1 ડેમ અને ન્યારી -1 ડેમ છે. જેમાં હવે નર્મદાનું પાણી આપવાનું બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજકોટ વાસીઓને ઓગસ્ટ સુધી ચાલે તેટલું પાણી ડેમમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હોવાની પણ માહિતી મળી છે.  રાજ્ય સરકાર દ્વારા બંને ડેમોમાં રોજનું 5 એમ.સી.એફ.ટી પાણી ઠાલવવામાં આવતું હતું. આજી ડેમ-1 ડેમમાં પાણીની સપાટી 21 ફૂટ અને ન્યારી-1 ડેમમાં પાણીની સપાટી 14 ફૂટ પહોંચી છે.

  આ પણ વાંચોઃ-કોમી એકતા માટે અમદાવાદ પોલીસનો નવો પ્રયાસ, બનશે એકતા મેદાન

  આમઆજી ડેમ-1માં 49 ટકા અને ન્યારી -1 ડેમમાં 33 ટકા પાણી ઉપલબ્ધ છે. આ રાજકોટ વાસીઓને 70 દિવસ સુધી ચાલે એટલું પાણી ઉપલબ્ધ કરાવ્યા બાદ નર્મદાનું પાણી આપવાનું બંધ કરાયું છે.
  First published:June 05, 2019, 18:02 pm

  टॉप स्टोरीज