રાજકોટ પાણીની બાબતમાં સંપૂર્ણ નિશ્ચિંત, ભાદર ડેમમાં પહોંચ્યા નર્મદાના નીર

News18 Gujarati
Updated: June 16, 2019, 6:41 PM IST
રાજકોટ પાણીની બાબતમાં સંપૂર્ણ નિશ્ચિંત, ભાદર ડેમમાં પહોંચ્યા નર્મદાના નીર
ભાદર ડેમ, રાજકોટ

આજે સવારે નર્મદા નીરનું આગમન થયા પૂર્વે ભાદર ડેમનું તળિયું દેખાવા લાગ્યું હતું અને ડેમમાં માત્ર ૮૦ એમ.સી.એફ.ટી. પાણીનો જથ્થો જ બચ્યો હતો; જોકે હવે આથી નર્મદાનું પાણી આવી પહોંચતા પૂન: ડેમની સપાટી ઉચકાવા લાગી

  • Share this:
"સૌની યોજના" હેઠળ રાજકોટને પીવાનું પાણી પુરૂ પાડતા આજી-૧ ડેમ અને ન્યારી-૧ ડેમમાં નર્મદાના અવતરણ થયા બાદ આજે રવિવારે સવારે ૭.૦૦ વાગ્યા આસપાસ ભાદર ડેમમાં પણ નર્મદાનું પાણી પહોંચતા માત્ર રાજકોટ જ નહી પરંતુ જેતપુર, ગોંડલ, શાપર વેરાવળ ઉપરાંત ભાદર અને રાજકોટ વચ્ચેના અન્ય ૧૪ ગામોની પીવાના પાણીની સમસ્યા કાયમી ધોરણે ઉકેલાઈ ગઈ છે.

સમગ્ર સૌરાષ્ટ્રનું કેન્દ્ર બિંદુ અને આર્થિક કેપિટલ રાજકોટ ખુબ જ ઝડપભેર વિકસી રહયું છે ત્યારે રાજકોટમાં પાણી જેવી અત્યંત મહત્વપૂર્ણ અને જીવાદોરીસમી જરૂરિયાત હવે ખુબ જ આસાનીથી સંતોષી શકાશે.

સરકારે સૌની યોજના હેઠળ રાજકોટના હૃદય સમ્રાટ એવા આજી ડેમને નર્મદા નીરથી ભરી દેવા સંકલ્પબધ્ધ થયા અને માત્ર ૭ મહિનાના ટુંકાગાળામાં ૩૧ કિ.મી.ની પાઇપલાઇન યુધ્ધના ધોરણે નંખાવી રાજકોટવાસીઓનું સ્વપ્ન સાકાર કર્યું હતું. આ યોજના ૩૮૦ કરોડના ખર્ચે સાકાર થઇ છે.

અહી એ પણ યાદ અપાવીએ કે, તાજેતરમાં જ લોકસભાની પૂર્વે સૌની યોજના રાજકોટના ન્યારી-૧ ડેમમાં પણ સૌની યોજના હેઠળ નર્મદાના પાણી પહોંચાડી દેવાયા હતાં અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ નર્મદા નીરના ઓનલાઈન વધામણા કરી મુખ્યમંત્રીને અભિનંદન પાઠવ્યા હતાં.

ત્યારબાદ હવે સૌની યોજના હેઠળ ભાદર ડેમમાં પણ નર્મદાનું પાણી પહોંચાડી મુખ્યમંત્રીએ રાજકોટ સહિત અનેક નગરો અને ગામડાઓની પાણીની આવશ્યકતા પરિપૂર્ણ કર્તા નાગરિકોમાં ખુબ જ આનંદની લાગણી વહેવા લાગી છે.

અત્રે એ ઉલ્લેખનીય બનશે કે, આજી નદીની શાખા પાસેના રાજકોટ તાલુકાના ગામ કસ્તુરબાધામ (ત્રંબા) ખાતે ત્રણ પંપ દ્વારા પાણીનું પમ્પિંગ કરી પાઈપલાઈન મારફત રીબડા ગામ સુધી પાણી પહોંચાડાયું હતું અને રીબડા ધારથી નદી મારફત પાણી ભાદર ડેમ સુધી પહોંચ્યું છે. રસ્તામાં આવતા ગોંડલ શહેરના વેરી તળાવ તેમજ સેતુબંધ અને આશાપુરા ચેકડેમો ઓવરફ્લો થયા છે અને ત્યાંથી નદીનાં રસ્તે પાણી છેક ભાદર ડેમમાં આવી પહોંચ્યું હતું. કસ્તુરબાધામ (ત્રંબા) ખાતે જે ત્રણ પંપ દ્વારા પાણીનું પમ્પિંગ કરવામાં આવી રહયું છે તેમાં એક પમ્પની ક્ષમતા ૨૪ કલાકમાં ૮.૨૫ એમ.સી.એફ.ટી. પાણી ઉપાડવાની છે અર્થાત ત્રણેય પંપ ચોવીસે કલાક ચાલુ રહેતા રોજ ૨૫ એમ.સી.એફ.ટી જળ જથ્થો ભાદર ડેમમાં ઠલવાઈ રહયો છે.આજે સવારે નર્મદા નીરનું આગમન થયા પૂર્વે ભાદર ડેમનું તળિયું દેખાવા લાગ્યું હતું અને ડેમમાં માત્ર ૮૦ એમ.સી.એફ.ટી. પાણીનો જથ્થો જ બચ્યો હતો; જોકે હવે આથી નર્મદાનું પાણી આવી પહોંચતા પૂન: ડેમની સપાટી ઉચકાવા લાગી છે અને જોતજોતામાં આવશ્યકતા અનુસાર ડેમમાં જળ જથ્થો ઠાલવવામાં આવનાર છે.
First published: June 16, 2019, 6:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading