Naresh Patel Delhi Visit: ખોડલધામના ચેરમેન (Khodaldham chairman) અને લેઉવા પટેલ આગેવાન-ઉદ્યોગપતિ નરેશ પટેલે (Naresh Patel) રાજકારણ (Politics)પ્રવેશ અંગે વધુ એક તારીખ પાડી છે. દિલ્હીથી (Delhi) પરત આવી અને રાજકોટ એરપોર્ટ ઉપર (Rajkot airport) નરેશ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં ગોળ ગોળ વાતો કરી પરંતુ સ્પષ્ટતા ન કરી કે તેઓ ક્યાં ગયા હતા અથવા તો કોને મળ્યા હતા. નરેશ પટેલે કહ્યું કે હું તો લગ્નમાં દિલ્હી ગયો હતો. કોઈ પક્ષની ઓફિસે ગયો નથી, ન તો મારી કોઈ રાજકીય પક્ષ સાથે સત્તાવાર મુલાકાત થઈ છે. પ્રશાંત કિશોર (Prashant Kishor) હતા લગ્નમાં પણ લગ્નમાં જ મુલાકાત થઈ હતી.઼
'હું મુસીબતમાં મૂકાઈ જાઉ એવો નિર્ણય નથી કરવો'
નરેશ પટેલે કહ્યું, રાજકારણમાં પ્રવેશવાનો નિર્ણય ખૂબ ગંભીર છે, હું ઉતાવળ કરી અને મુસીબતમાં મૂકાઈ જાઉ એવું કરવા નથી માગતો. મારે તમને પણ જવાબ આપવા પડે છે, સમાજને પણ જવાબ આપવા પડે છે. જોકે, હું 15મી મે સુધીમાં મારો નિર્ણય જાહેર કરી દઈશ કે મારે રાજકારણમાં જવું છે કે નહીં અથવા તો કઈ પાર્ટીમાં જવું છે એ પણ જણાવીશ'
'કોને મળ્યો એ નહીં કહું, પ્રશાંત કિશોર ને મળ્યો'
પટેલ બોલ્યા લગ્નમાં ગયો હતો ત્યાં બહું નેતાઓ હતા. જોકે, કોને મળ્યો એ નહીં કહું, પ્રશાંત કિશોરને મળ્યો એ સ્પષ્ટતા કરૂં છું. જોકે, ત્યાં મારે શું ચર્ચા છે એ કહીં નહી શકું. પણ હવે યોગ્ય સમયે નિર્ણય કરી દઈશ'
'સર્વે સમાપ્ત થઈ ગયો છે, ટૂંક સમયમાં જાહેર કરીશ'
નરેશ પટેલે કહ્યું, સર્વેનું કામ સમાપ્ત થઈ ગયું છે. ટૂંક સમયમાં જ હું આ અંગે નિર્ણય જાહેર કરીશ કે મારે રાજકારણમાં જવું જોઈએ કે ન જવું જોઈએ. જોકે, આ નિર્ણય હું જ કરીશ અને જણાવીશ. અન્યના માધ્યમથી તમે વિશ્વાસ ન કરશો'
નરેશ પટેલ ખોખારો ખાઈને રાજકારણ પ્રવેશ અંગે કેમ નથી કહી રહ્યા?
નરેશ પટેલના ગોળ ગોળ નિવેદનો પરથી બે વાત સામે આવી રહી છે એક તો તેઓ રાજકારણમાં જોડાવા માંગે છે કે નહીં તે સ્પષ્ટત નથી થઈ રહ્યું અને બીજું કોગ્રેસમાં જોડાવા માંગે છે કે નહીં તે પણ સ્પષ્ટત નથી થઈ રહ્યું. ભાજપ અને આપમાં જોડાશે કે નહીં તે અંગે પણ તેઓ ખુલીને બોલી રહ્યા નથી. નરેશ પટેલનું મુસીબતમાં ન મૂકાઈ જાવ તેનું ધ્યાન રાખે આવું નિવેદન પણ રાજકીય વિશ્લલેષકોના મતે સૂચક છે. જોકે, પાટીદાર શ્રેષ્ઠી ક્યા પક્ષ પર પસંદગીનો ઢોળ ઉતારે છે એ તો સમય આવે જ જાણી શકાશે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર