પાટીદાર આંદોલન ચાલુ કે બંધ ? ખબર નહિ કિન્તુ નેતાઓમાં ભારે મતમતાંતર !

News18 Gujarati
Updated: May 1, 2019, 7:24 PM IST
પાટીદાર આંદોલન ચાલુ કે બંધ ? ખબર નહિ કિન્તુ નેતાઓમાં ભારે મતમતાંતર !
પાસ કન્વિનર અલ્પેશ કથિરીયા છેલ્લા કેટલા દિવસોથી જેલમાં બંધ છે. આ અંગે પાસ કન્વિનર અને પાટીદાર અગ્રણી સંસ્થા ખોડલધામ ટ્રસ્ટના સભ્યો સાથે બેઠક યોજાઇ હતી.

પાસ કન્વિનર અલ્પેશ કથિરીયા છેલ્લા કેટલા દિવસોથી જેલમાં બંધ છે. આ અંગે પાસ કન્વિનર અને પાટીદાર અગ્રણી સંસ્થા ખોડલધામ ટ્રસ્ટના સભ્યો સાથે બેઠક યોજાઇ હતી.

  • Share this:
હરિન માત્રાવાડિયા, રાજકોટઃ  10% મળી ગયા, કેટલાક નેતા બનીને રાજકીય પાર્ટીઓમાં ગોઠવાઈ ગયા, ગુજરાતનું મતદાન પૂરું થઇ ગયું, જે મરાયા તે ગયા, જે જેલના સળિયા પાછળ છે તે હજુય છે : આ બધા સંદર્ભો છે, રાજ્યમાં ચાલેલા પાટીદાર અનામત આંદોલન અંગેના. આજે ફરી હાર્દિક પટેલ, 'ખોડલ ધામ'ના નરેશ પટેલ,  લલિત કગથરા, લાલજી પટેલ, ગીતા પટેલ, મનોજ પનારા, વરુણ પટેલ, દિનેશ બાંભણીયા સહિતના પાટીદાર નેતાઓ ફરી ચર્ચામાં આવ્યા છે. ભારે મૂંઝવણ ઉભી થઇ છે. કોઈક કહે છેઃ આંદોલન ચાલુ છે, કેટલાક કહે છે કે, એક સમયે અનામત આંદોલન હતું હવે કોઇ અસ્તિત્વ દેખાતું નથી. હવે સાચું શું ? અલ્પેશ કથીરિયા જેવા જે જેલના સળિયા પાછળ છે તેનું શું ? જે લોકોએ આંદોલનમાં જીવ ગુમાવ્યો તેનું શું ? જે પાટીદાર યુવાનો સામે કેસ થયા છે તેનું શું ? જે આ આંદોલનને હાથો બનાવી નેતા બનીને કોઈ પક્ષના મસીહા બની ગયા તેનું શું ? આ બધા મુદ્દે જબરદસ્ત મતમતાંતર પ્રવર્તી રહ્યાં છે.

આ અગાઉ પાસ કન્વિનર અલ્પેશ કથિરીયા છેલ્લા કેટલા દિવસોથી જેલમાં બંધ છે. આ અંગે પાસ કન્વિનર અને પાટીદાર અગ્રણી સંસ્થા ખોડલધામ ટ્રસ્ટના સભ્યો સાથે બેઠક યોજાઇ હતી. ત્યારબાદ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે મીડિયા સાથે વાત કરી હતી. અલ્પેશ કથિરીયાને જેલમાંથી મૂક્ત કરવા માટે ટૂંક સમયમાં કમિટી બનાવાશે અને સરકાર સાથે વાત કરવાનું જણાવ્યું હતું. સાથે સાથે તેમણે પાટીદાર અનામત આંદલનનું અસ્તિત્વ ન હોવાનું પણ જણાવ્યું હતું. નરેશ પટેલ બાદ હાર્દિક પટેલે પણ તેમના સૂરમાં સૂર પુરાવ્યો હતો અને કહ્યું હતું કે પાટીદાર અનામત આંદોલનોન હવે કોઇ મતલબ નથી.

અહીં ક્લિક કરી વાંચોઃ નારાયણ સાંઇ હવે કેદી નંબર 1750થી ઓળખાશે, કામ પણ સોંપાશે

ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે જણાવ્યું હતું કે, પાટીદાર સમાજનાયુવકો અલ્પેશ કથિરીયાની જેલમૂક્તિ માટે મારી સમક્ષ રજૂઆત કરવા માટે આવ્યા હતા. આ ઉપરાંત બેઠકમાં અલ્પેશ કથીરિયા સિવાય અન્ય પાટીદાર યુવકો ઉપર થયેલા કેસોની પણ ચર્ચા થઇ હતી. પાટીદાર યુવકોએ આ કેસમાં તેમની મદદ કરવાની વિનંતી કરી હતી.

પાસના આંદોલનમાં રાજકાણ આવ્યું હોવાના અંગે પૂછાયેલા પ્રશ્ન અંગે નરેશ પટેલે કહ્યું હતું કે, હાર્દિક પટેલ ઉપવાસ ઉપર બેઠો હતો ત્યારે પણ મે કર્યો હતો. ખોડલધામ અને ઉમાધામમાંથી એક કમિટિ બને અને આ કેસોમાં સરકાર પાસે ચર્ચા થાય અને આજે પણ આ વાત થઇ હતી.

પાસના મુખ્ય કન્વિનરોએ મારી પાસે સમય માંગ્યો હતો કારણ કે અલ્પેશ કથીરિયાની જેલ મૂક્તી માટે વાત કરવાની હતી. વાત થઇ એ પ્રમાણે કમીટિ બનાવવામાં આવશે એટલે કે આ અઠવાડિયામાં કમિટિ બનવામાં આવશે અને પછી સરકાર સાથે વાત કરવામાં આવશે. જ્યારે પણ મારી જરૂર પડશે ત્યારે હું ચોક્કસથી મદદ કરીશ.અનામત આંદોલન અંગે પૂછતા નરેશ પટેલે જણાવ્યું હતું કે, અત્યારના સમયમાં અનામત આંદોલનનું કોઇ અસ્તિત્વ મને નથી લાગતું. તમે હાર્દિક પટેલની વાત કરો છો તો કેટલાક લોકો ભાજપમાં જોડાયા અને છોડી પણ મુક્યું હતું. જોકે, આ તેમની અંગત વાત છે કે શેમાં જવું સેમાં ન જવું.
First published: May 1, 2019, 4:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading