'મા અમને તું કોરોનાથી બચાવજે': રાજકોટના મુસ્લિમ યુવકે કોરોના ઉપર બનાવ્યું ગીત


Updated: April 2, 2020, 7:25 PM IST
'મા અમને તું કોરોનાથી બચાવજે': રાજકોટના મુસ્લિમ યુવકે કોરોના ઉપર બનાવ્યું ગીત
કાસમ કવ્વલની તસવીર

કોરોના વાયરસને લઈને જે રીતે સમગ્ર ભારતમાં લોકડાઉનની સ્થિતિ છે ત્યારે સરકાર, તંત્ર સહિત કલાકારો, મહાનુભાવો લોકોને ઘરમાં રહેવાની અપીલ કરી રહ્યા છે ઉપરાંત કોરોનાથી બચવા કંઇ રીતે હાથ ધોવા તેનો પણ ગીતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

  • Share this:
રાજકોટઃ કોરોના વાયરસને લઇને લોકોમાં જાગૃતિ આવે તે માટે અલગ અલગ કલાકારો દ્વારા ગીત બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે રાજકોટમાં કાસમ કવ્વાલ નામના મુસ્લિમ યુવાને કોરોનાની (coronavirus) મહામારીને લઇ માતાજીનું ગરબારૂપે ગીત બનાવ્યું છે. પોતાના અંદાજમાં કાસમ કવ્વાલે આ ગીત રજૂ કર્યું છે.

કોરોના વાયરસને લઈને જે રીતે સમગ્ર ભારતમાં લોકડાઉનની (lockdown) સ્થિતિ છે ત્યારે સરકાર, તંત્ર સહિત કલાકારો, મહાનુભાવો લોકોને ઘરમાં રહેવાની અપીલ કરી રહ્યા છે ઉપરાંત કોરોનાથી બચવા કંઇ રીતે હાથ ધોવા તેનો પણ ગીતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ગાયક કલાકારે જણાવ્યું હતું કે હાજી અલી અને સાથોસાથ મા ભગવતીની નવરાત્રી પણ ચાલી રહી છે. મેં એક એવો ગરબો બનવ્યો છે માતાજીનો કે જેમા ભગવતીને આપણે પ્રાર્થના કરીએ કે મા ભગવતી અમારી અને આખા હિન્દુસ્તાનની લાજ રાખજે. ઘરમાં રહેવાની શક્તિ અમને આપજે, હે મા અમને કોરોના વાયરસથી બચાવજે, કોરોનાને તું ભારતથી ભગાડજે હે કોરોનાને તું દેશમાંથી કાઢજે, મા અમને તું કોરોનાથી બચાવજે જેવા શબ્દોથી ગરબો બનાવ્યો છે.

જે રીતે અત્યાર સુધી અલગ અલગ કલાકારો દ્વારા કોરોના ને લઈ ગીતો બનાવવમાં આવ્યા છે જેમાં કોરોના થી કઈ રીતે બચવું અને કઈ રીતે ધ્યાન રાખવું જેવી શિખામણો પણ લોકોને આપવામાં આવે છે ઉપરાંત લોકોને લોકડાઉન દરમ્યાન ઘરમાં રહેવાની પણ અપીલ કરવામાં આવી છે ત્યારે રાજકોટ ના આ કલાકારે પણ ઈશ્વર અલ્લાહ ને પણ કોરોના ને ભારત માંથી ભગાડવા પ્રાર્થના દુવા કરી છે.
First published: April 2, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading