રાજકોટ ફરી રક્ત રંજીત બન્યું, કાર અને બુલેટ પર આવી RTOમાં જ ખેલાયો ખુની ખેલ

News18 Gujarati
Updated: November 15, 2019, 10:45 PM IST
રાજકોટ ફરી રક્ત રંજીત બન્યું, કાર અને બુલેટ પર આવી RTOમાં જ ખેલાયો ખુની ખેલ
સાહિલને પણ ખબર નહોતી કે કનુ આહિર થોડાક કલાકોમાં જ ફરી એકવાર આરટીઓ કચેરી ખાતે પાછો આવશે

બ્રેઝા કાર અને બુલેટની અંદર પાંચ જેટલા શખ્સો આરટીઓ કચેરીમાં પ્રવેશ કરે છે. જે બાદ ખેલાય છે રાજકોટની આરટીઓ કચેરીમાં ખૂની ખેલ.

  • Share this:
અંકિત પોપટ, રાજકોટ: ફરી એકવાર રંગીલું રાજકોટ રક્ત રંજીત બન્યું છે. શહેરની આરટીઓ કચેરી ખાતે ધોળા દિવસે ખેલાયો ખૂની ખેલ ખેલાઈ ગયો. ફરી એક વખત ગુનાખોરી મા અવ્વલ એવા રાજકોટે ઉજાગર કર્યું કે ગુનાખોરી મા પોતાનું સ્થાન કોઈ નહી છીનવે, માત્ર સામાન્ય બોલાચાલીની ઘટના હત્યામાં પરિણમી છે.

રાજકોટની આરટીઓ કચેરીમાં રોજના હજારો અરજદારો આવે છે પોતાના જુદા જુદા કામ અંગે. ત્યારે રાજકોટની આરટીઓ કચેરીમાં શુક્રવારના રોજ સવારના 11:00 વાગ્યે આવ્યો હતો કનું આહિર નામનો શખ્સ પોતાના ટ્રકના પાર્સિંગ અર્થે. આ સમયે ટ્રકનું પાર્સિંગ કરાવવા આવેલ આહિર અને આરટીઓ કચેરીમાં જ રેડિયમ લગાવતા સાહિલ નામના શખ્સ વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી. એક સમયે આ સામાન્ય બોલાચાલી ઉગ્ર થઈ આવી હતી. જોકે બન્ને પક્ષો વચ્ચે બપોરના 12:30 કલાકે સમાધાન થયું હતુ.

કનુ આહિર સાથે સમાધાન થયા બાદ ખુદ સાહિલને પણ ખબર નહોતી કે કનુ આહિર થોડાક કલાકોમાં જ ફરી એકવાર આરટીઓ કચેરી ખાતે પાછો આવશે. બપોરના 2: 30 કલાક પાસે કનુ આહિર પોતાના મિત્રો સાથે આરટીઓ કચેરીમાં આવે છે. બ્રેઝા કાર અને બુલેટની અંદર પાંચ જેટલા શખ્સો આરટીઓ કચેરીમાં પ્રવેશ કરે છે. જે બાદ ખેલાય છે રાજકોટની આરટીઓ કચેરીમાં ખૂની ખેલ. આરટીઓ કચેરીમાં પડેલ બેલા વડે સાહિલને પ્રથમ તો ઇજા પહોંચાડવામાં આવે છે. ત્યારબાદ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકવામાં આવે છે. આમ એક સામાન્ય બાબત, સામાન્ય બોલાચાલીની ઘટના પરિણામે છે હત્યામાં.
First published: November 15, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...