Home /News /kutchh-saurastra /

રાજકોટ : મુંબઈના દંપતિએ વાયરના વેપારીને 56.71 લાખનો ચૂનો ચોપડ્યો, ઑફિસે 'ખંભાતી તાળા' મારી થયા ફરાર

રાજકોટ : મુંબઈના દંપતિએ વાયરના વેપારીને 56.71 લાખનો ચૂનો ચોપડ્યો, ઑફિસે 'ખંભાતી તાળા' મારી થયા ફરાર

પ્રતિકાત્મ તસવીર

 અશોક આત્મારામભાઇ ભનશાણી અને શિતલબેન અશોક ભનશાણી સામે ગંભીર આક્ષેપો સાથે અડધો કરોડનો ચૂનો ચોપડ્યાની ફરિયાદ

રાજકોટના (Rajkot) ભાવનગર રોડ પર ઇન્ડિયા ગ્લાસ સ્ક્રેપ ટ્રેડર્સના નામે કેબલ્સ અને વાયર્સનો વેપાર કરતાં વેપારી પાસેથી મુંબઇના પોલારીશ કેબલ્સ એન્ડ વાયર્સ પ્રા.લિ.ના ડિરેકટર દંપતિએ કેબલ્સ-વાયર્સનો માલ મંગાવી શરૂઆતમાં સમયસર પેમેન્ટ ચુકવી દઇ બાદમાં જાન્યુઆરી-2020માં પાંચ વખત રૂ. 56 લાખ 71 હજારનો માલ મંગાવી આ રકમ ન ચુકવી છેતરપીંડી કરતાં અને મુંબઇની ઓફિસ બંધ કરી દઇ તેના ઘરેથી પણ ગાયબ થઇ જતાં વેપારીએ રાજકોટ ડીસીબી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

આ બારામાં પોલીસે ભાવનગર રોડ પર ઇન્ડિયા ગ્લાસ સ્ક્રેપ ટ્રેડર્સના નામે કેબલ્સ અને વાયર્સનો ધંધો કરતાં યાસીનભાઇ મહમદભાઇ ગાંજાની ફરિયાદ પરથી મુંબઇ અંધેરી ખાતે રહેતાં પોલારીશ કેબલ્સ એન્ડ વાયર્સ નામે ગોરેગાંવમાં ઓફિસ રાખી ધંધો કરતાં અશોક આત્મારામભાઇ ભનશાણી અને શિતલબેન અશોક ભનશાણી ઇસામે આપીસી 406, 420, 120 (બી), 114 મુજબ ગુનો નોંધ્યો છે.

યાસીનભાઇએ જણાવ્યું છે કે હું કેબલ્સ અને વાયર્સનો ધંધો કરતો હોવાથી  ગુજરાત બહારના રાજ્યોમાં મારો માલ સપ્લાય કરુ છું. વર્ષ 2019માં અમારા ગોડાઉન ખાતે વેપારી આવેલા અને મુંબઇમાં પોલારીસ કેબલ્સ એન્ડ વાયર્સ પ્રા.લિ. ના માલિક અશોકભાઇ આત્મારામભાઇ ભનશાણી અને તેના પત્નિ શિતલબેનનો સંપર્ક કરાવી અશોકભાઇના મોબાઇલ ઉપર ફોન કરવાનું કહેતાં મેં વાતચીત કરતાં તેણે મને મુંબઇ આવવાનું કહ્યું હતું.એ પછી હું 2019 ઓગષ્ટમાં મારા એકાઉન્ટન્ટ હમીદભાઇ ભટ્ટીને લઇ મુંબઇ ધંધાની વાત કરવા ગયો હતો અને અશોકભાઇની ગોરેગાંવ સ્થિત ઓફિસે તેને મળ્યો હતો. જ્યાં તેના પત્નિ શીતલબેન પણ હતાં. મિટીંગ થયા બાદ ધંધાકીય વાતચીત થઇ હતી અને ધંધાની શરતો નક્કી કરી હતી. એકબીજાની સહમતિથી ધંધો કરવાનું નક્કી થયા બાદ કોન્ટ્રાકટ તૈયાર કરવાનું કહ્યું હતું.

આ પણ વાંચો : રાજકોટ : કૉંગ્રેસના મહિલા કાર્યકર અને તેના પતિને દારૂ સપ્લાય કરવો ભારે પડ્યો! આધેડની ધરપકડ

ત્યારબાદ અમે પરત રાજકોટ આવી ગયા હતાં. કોન્ટ્રાકટ તૈયાર કરી અમારા મેઇલ આઇડીથી તેના મેઇલ આઇડી પર કોન્ટ્રાકટની વિગયતો મોકલી હતી. તેણે સાઇન કરીને અમને ફરીથી ઇ-મેઇલથી મોકલી આપેલ. 17/10/2019ના રોજ અમલવારી શરૂ થઇ હતી. ત્યારબાદ અમે તેને માલની સપ્લાય ચાલુ કરી હતી. તેઓ પ્રારંભે માલનું પેમેન્ટ સમયસર આપી દેતાં હતાં.

આ રીતે તેણે વિશ્વાસ કેળવ્યો હતો. ત્યારબાદ સમય પસાર થતો ગયો તેમ તેણે પેમેન્ટમાં મોડુ કરવાનું શરૂ કર્યુ હતું. કયારેક પંદર દિવસ, કયારેક વીસ દિવસ મોડુ થઇ જતું હતું. પેમેન્ટ મોકલી દેશે તેવો વિશ્વાસ આપતા હતાં. જેથી અમે માલની સપ્લાય બંધ કરી નહોતી. અમે તેઓને મળીકુલ રૂ. 56,71,119નો માલ મોકલ્યો હતો. જેનું પેમેન્ટ તેણે આજ સુધી આપ્યું નથી.

આ પણ વાંચો : સુરત : બાઇક પર સ્ટન્ટ સાથે રોમાન્સ ભારે પડ્યો, Live video વાયરલ થતા પોલીસે કાર્યવાહી કરી, કપલે માંગી માફી

છેલ્લે તા. 3 માર્ચ 2020 રોજ આરટીજીએસથી પેમેન્ટ મોકલ્યું હતું. ત્યારબાદ લોકડાઉન આવી જતાં તેમણે પેમેન્ટની રાહ જોવાનું કહેલું. લોકડાઉન ખુલ્યા પછી અમે અમારુ પેમેન્ટ ચુકવી આપવા વિનંતી કરી હતી. પરંતુ તેણે બાદમાં ઉડાઉ જવાબો આપવાનું શરૂ કર્યુ હતું. મારા એકાઉન્ટન્ટ હમીદભાઇ ભટ્ટીને ડિસેમ્બર-2020માં મુંબઇ અશોક ભનશાણીની ઓફિસે મોકલેલ, ત્યારે હમીદભાઇને તેણે ઉડાઉ જવાબ આપ્યોહ તો.  એ પછી હું 21 જાન્યુઆરીના રોજ તેની ઓફિસે જતાં તેની ઓફિસ બંધ થઇ ગયાનું જણાયું હતું. તેના ઘરના સરનામે જતાં ત્યાં પણ તે મળ્યા નહોતાં
Published by:Jay Mishra
First published:

Tags: Business news, Mumbai couple cheated rajkot trader, Rajkot business, Rajkot Crime, Rajkot Latest News, Rajkot police, ગુજરાતી ન્યૂઝ, ઠગાઇ

આગામી સમાચાર