માઉન્ટ આબુમાં -2.4 ડિગ્રી તાપમાન,નખી તળાવ પર બરફની ચાદર

VINOD LEUVA | Pradesh18
Updated: January 11, 2017, 3:42 PM IST
માઉન્ટ આબુમાં -2.4 ડિગ્રી તાપમાન,નખી તળાવ પર બરફની ચાદર
પાલનપુરઃગુજરાતની બોર્ડરને અડીને આવેલા હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં એક જ દિવસમાં 5 ડિગ્રી તાપમાનનો પારો ગગડતા માઇનસમાં તાપમાન પહોચ્યું છે.આબુમાં ઠંડીનું પ્રમાણ વધતા જનજીવનને અસર થઇ છે.ગુજરાત અને અન્ય જગ્યાએથી આવેલા પ્રવાસીઓ ઠુંઠવાયા હતા.માઉન્ટ આબુમાં -2.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
VINOD LEUVA | Pradesh18
Updated: January 11, 2017, 3:42 PM IST
પાલનપુરઃગુજરાતની બોર્ડરને અડીને આવેલા હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં એક જ દિવસમાં 5 ડિગ્રી તાપમાનનો પારો ગગડતા માઇનસમાં તાપમાન પહોચ્યું છે.આબુમાં ઠંડીનું પ્રમાણ વધતા જનજીવનને અસર થઇ છે.ગુજરાત અને અન્ય જગ્યાએથી આવેલા પ્રવાસીઓ ઠુંઠવાયા હતા.માઉન્ટ આબુમાં -2.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

maunt baraf1

સમગ્ર ઉત્તર ભારતમાં સતત બરફ વર્ષાને પગલે દિન પ્રતિદિન ઠંડીનો પારો ગગડી રહ્યો છે. ત્યારે આજે ગુજરાત રાજસ્થાન બોર્ડર પર આવેલા માઉન્ટ આબુ નું તાપમાન માયનસ 2.4 ડિગ્રી થઇ જતા સમગ્ર વિસ્તારમાં બરફની ચાદર છવાઈ છે.રાજસ્થાન સરહદ સાથે જોડાયેલા આ વિસ્તારમાં એકજ દિવસમાં 5 ડિગ્રી તાપમાન ગગડી જતા આજે માઉન્ટ આબુમાં પાણીની જગ્યાએ બરફ છવાઈ ગયો છે. તેમજ પર્યટકો મોસમની મજા લેતા નજરે પડયા છે.

માઉન્ટ આબુમાં આવેલું નખીલેખ તળાવમાં પણ પાણીની સપાટી પર બરફ જામવાની શરૂઆત થઇ ચુકી છે. જો કે એકસાથે તાપમાન માયનસ થતા સ્થાનીક લોકો ઠડી થી બચવા આગ અને તાપણાં નો સહારો લઇ રહ્યાં છે. જો કે હવામાન વિભાગ ની આગહી મુજબ ઠંડી નો આ દોર હજુ યથાવત રહેવાની સંભાવના ને પગલે પારો વધુ ગગડે તો નવાઈ નહિ.

ગુજરાતમાં ત્રીજા દિવસે પણ કોલ્ડવેવ યથાવત્ છે.રાજ્યમાં સૌથી ઠંડુ શહેર નલિયા નોધાયું છે.નલિયામાં પારો 5.4 ડિગ્રી સુધી પહોંચ્યો છે.ડિસામાં પણ ઠંડીનું જોર વધ્યું, લઘુત્તમ તાપમાન 6.8 ડિગ્રી નોંધાયું છે. કંડલા એરપોર્ટ પર લઘુત્તમ તાપમાન 7.7 ડિગ્રી નોંધાયું છે.પોરબંદરમાં 8 ડિગ્રી, રાજકોટમાં 8.3 ડિગ્રી તાપમાન નોધાયું છે.અમદાવાદ, વડોદરા, સુરતમાં પણ ઠંડીનું પ્રમાણ વધ્યું છે.
First published: January 11, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर