રાજકોટ : ‘હું ને મારી માં ઝાડીઓ વચ્ચે છૂપાઈને બેઠા છીએ, મારો ભાઈ અમને ફરીથી મારશે તેવી બીક છે’

રાજકોટ : ‘હું ને મારી માં ઝાડીઓ વચ્ચે છૂપાઈને બેઠા છીએ, મારો ભાઈ અમને ફરીથી મારશે તેવી બીક છે’
અભયમ 181એ કરી સરાહનીય કામગીરી

મધર્સ ડેના દિવસે પ્રકાશમાં આવ્યો ખતરનાક કિસ્સો, ગભરાયેલા સ્વરે દીકરીએ 181માં ઝાડીમાંથી છૂપાઈને ફોન કર્યો, પછી જે થયું તે સરાહનીય છે.

  • Share this:
રાજકોટ (Rajkot) સહીત રાજ્યભરમાં 181 અભયમ (Abhayam 181) ટીમ સરાહનીય કામગીરી કરી રહી છે ત્યારે શહેરમાં માનસિક અસ્થિર ભાઈ છરીથી માતા અને બહેનને મારવા દોડયો હતો ત્યારે સમયસુચકતા વાપરી બહેને 181 અભિયમ ની ટિમને ફોન કરતા તરત જ અભયમની ટિમ દોડી ગઇ હતી. 181 ની ટીમે ઝાડીઓ વચ્ચે છૂપાયેલી માં દીકરીને બચાવી માનસિક અસ્થિર ભાઈને કાઉન્સિલ કરી તેને મનોચિકિત્સક પાસે સારવાર કરાવવાની પણ સલાહ આપી હતી અને મામલો થાળે પડ્યો હતો. આ દીકરીએ 181માં ફોન કરી અને કાળજું ચીરી નાખે એવા સ્વરમાં મદદ માંગી હતી.

તેમે કહ્યું, 'હું ને મારી માં આલાપ ગ્રીન સીટી પાછળ ઝાડીઓ વચ્ચે છુપાઈને બેઠા છીએ, અમારી મદદ કરો બાકી મારો ભાઈ ફરી મારશે' તેવો કોલ એક મહિલાએ રોતા રોતા 181 ને કરી મદદ માંગતા કાઉન્સેલર ચંદ્રિકાબેન મકવાણા, કોન્સ્ટેબલ ક્રિષ્નાબેન અને પાયલોટ કૌશિકભાઈ સહિતનાઓ દોડી ગયા હતા પીડિતાએ જણાવ્યું હતું કે તેનો ભાઈ રાત્રે છરી મારવાનું કહી છરી માંગે છે અને માં દીકરીને મારકૂટ કરે છે. માતાનું ગળું દબાવી દીધું હતું લોકો બચાવવા જતા તેઓને પણ મારકૂટ કરે છે જેથી પોલીસ પકડી ગઈ હતી આજે છૂટીને આવતા ફરી ઝઘડો કરતો હતો.'આ પણ વાંચો : રાજકોટ : મધર્સ ડેના દિવસે ઘરે આવ્યો દીકરીનો મૃતદેહ, પુત્ર અને પતિ બાદ પુત્રીનું પણ મોત

આ યુવકને પૂછતાં પોતાને લોકડાઉનથી બધું બંધ થઇ ગયું હોવાથી નશો કરવાની આદત પડી ગઈ હતી અને તેની રીક્ષાનો 500  રૂપિયાનો મેમો આપતા તેને મેમો ફાડી નાખ્યો હતો ત્યારથી મગજમાં અસર થઈ જતા તેને છરી મારવાનું કહે છે.

આ પણ વાંચો : ગઢડા : પ્રણય ત્રિકોણમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી, ગળે ટૂંપો આપી મૃતદેહ કૂવામાં ફેંકી દીધો

આ પણ વાંચો : સુરત : પૂર્વ ધારાસભ્યએ પોતાની કારને એમ્બ્યુલન્સ બનાવી, દર્દીઓ માટે જાતે આપી રહ્યા છે સેવા- Viral Video

તે બધું કરાવે છે તેવું કહેતા માનસિક યુવકને સમજાવી તેની ઉંમર હજુ 21 વર્ષની જ હોય માનસિક પરિસ્થિતિ સારી થઇ શકે હોય જેહતી 108 ની મદદ લઇ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સાથે જ મનોચિકિત્સકની સલાહ લેવી જોઈએ તેવું માર્ગદર્શન આપ્યું હતું. અભયમ ટીમની વાત આ યુવક પણ સમજી ગયો હતો મેડીકલ ટ્રીટમેન્ટ માટે તૈયાર થઇ ગયો હતો દીકરી અને દીકરાનો બચાવનાર અભયમ ટીમનો માતાએ આભાર માન્યો હતો.
Published by:Jay Mishra
First published:May 09, 2021, 16:22 pm

ટૉપ ન્યૂઝ