માતાએ જ પોતાના પ્રેમીને સોંપી સગીર દીકરી, વારંવાર આચર્યું દુષ્કર્મ

News18 Gujarati
Updated: June 29, 2019, 12:21 PM IST
માતાએ જ પોતાના પ્રેમીને સોંપી સગીર દીકરી, વારંવાર આચર્યું દુષ્કર્મ
પ્રતિકાત્મક તસવીર

રાજકોટમાં માતૃત્વ પર કલંક સમાન કિસ્સો સામે આવ્યો છે.

  • Share this:
હરિન માત્રાવાડિયા, રાજકોટ : રાજકોટમાં માતૃત્વ પર કલંક સમાન કિસ્સો સામે આવ્યો છે. સગીર દીકરીને માતાએ પોતાના પ્રેમીને સોંપી દીધી હતીં. જે બાદ સગીર પર અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું છે.

આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે રાજકોટમાં માતા અને દીકરી ભાડાનાં ઘરમાં રહેતા હતા. જેમ જેમ સમય વિતતો ગયો તેમ ઘરનો માલિક અને માતા વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. આ વાતની જાણ થતાં દીકરીને થઇ ગઇ હતી. ત્યારબાદ પ્રેમી વિપુલ પરસાણાએ પોતાની પ્રેમિકાને વિશ્વાસમાં લઇને તેની સગીર દીકરી સાથે શારીરિક સંબંધો બાંધવાની વાત કરી હતી. આ વાત માતાએ માની લીધી હતી. જે બાદ ઘરનાં માલિકે સગીર દીકરીને પોતાની હવસનો શિકાર બનાવી હતી. જેથી દીકરીથી સહન ન થતા તેને શાળાના શિક્ષકને સમગ્ર વાત કરી હતી. ત્યારબાદ સમગ્ર ઘટના બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ કરી હતી.

આ પણ વાંચો : વડોદરામાં ધો.10માં ભણતી સગીરાનું ધર્મપરિવર્તન કરવા બ્રેઈનવોશ કરી આચર્યું દુષ્કર્મ

પોલીસે દીકરીને જ્યારે સમગ્ર ઘટના અંગે પૂછતા તેને માતાના પ્રેમી વિપુલ પરસાણા વિરુદ્ધ દુષ્કર્મ આચર્યાનો આરોપ લગાવ્યો છે. ત્યારબાદ પોલીસે માતા અને પ્રેમીની ધરપકડ કરી લીધી હતી.
First published: June 29, 2019, 12:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading