રાજકોટ : લ્યો બોલો! સાસરી રહેલી દીકરીને ઘરે લાવી માવતરીયાઓએ ઘરમાં પૂરી, 11માસની દીકરીથી વિખુટી પડી હતી માતા

રાજકોટ : લ્યો બોલો! સાસરી રહેલી દીકરીને ઘરે લાવી માવતરીયાઓએ ઘરમાં પૂરી, 11માસની દીકરીથી વિખુટી પડી હતી માતા
પ્રતિકાત્મક તસવીર

પિયરીયાઓએ પોતાની પુત્રીને કહ્યું હતું કે "જો તારા ભાભી ઘરે આવશે તો જ તને છોડી શું ". સમગ્ર મામલે 181ની ટીમે મધ્યસ્થી કરતા મામલો થાળે પડ્યો હતો.

  • Share this:
રાજકોટ: રાજકોટમાં (Rajkot) અજીબો ગરીબ કિસ્સો (OMG) બન્યા હોવાનું સામે આવ્યું છે. પોતાની પુત્રવધૂને (daughter in law) ઘરે પરત લાવવા માટે પિયરીયાઓએ પોતાની જ દીકરીને સાસરેથી ઘરે લાવી રૂમમાં પૂરી દીધી હોવાનો બનાવ સામે આવ્યો છે.

આપણે ત્યાં લગ્ન સંબંધ બાંધવા સમયે દીકરી સામે દીકરી લેવાનું ચલણ હજુ પણ યથાવત જોવા મળી રહ્યું છે. ત્યારે રાજકોટમાં રહેતા બે પરિવારના દીકરા-દીકરી વચ્ચે સામ સામે થયેલા લગ્નજીવનનો એક અજીબો ગરીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જે કિસ્સામાં પુત્રવધૂને પોતાના ઘરે પરત લાવવા માટે પિયરીયાઓએ સાસરે રહેલી પોતાની દીકરીને ઘરે લાવીને એક રૂમમાં પૂરી દીધી હતી. ત્યારબાદ પિયરીયાઓએ પોતાની પુત્રીને કહ્યું હતું કે "જો તારા ભાભી ઘરે આવશે તો જ તને છોડી શું ". સમગ્ર મામલે 181ની ટીમે મધ્યસ્થી કરતા મામલો થાળે પડ્યો હતો.પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટમાં રહેતી સવિતા નામની યુવતીના લગ્ન કામેશ નામના યુવક સાથે થયા હતા. ( યુવક યુવતી ના નામ બદલાવેલ છે ) લગ્ન જીવનના પાંચ વર્ષ બાદ કામે છે પોતાની પત્નીને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું તો સાથે જ તેને શારીરિક અને માનસિક રીતે હેરાન પરેશાન કરવાનું પણ શરૂ કર્યું હતું.

આ પણ વાંચોઃ-અકસ્માતમાં ડેન્ટલ કોલેજની વિદ્યાર્થિનીનું મોત, લાઇસન્સ ન હોવા છતાં બાઈક આપવા માટે મિત્ર સામે ફરિયાદ

આ પણ વાંચોઃ-ચેતવણીરૂપ કિસ્સો! કડીઃ ચાંદલો માંગવા આવેલી અજાણી મહિલા ઘરમાંથી 8 તોલા સોનાના દાગીના લઈ ફરાર

તો બીજી તરફ સવિતા ને સંતાન નહી થતા તે અંગેના મેણા-ટોણા પણ મારવામાં આવતા હતા. જેથી તે ઘર છોડીને આત્મહત્યા કરવા નીકળી ગઈ હતી. જે બાબતની જાણ 181 ની ટીમને થતા તેણે પીડિતાનું કાઉન્સેલિંગ કર્યું હતું. ત્યારે 181ની ટીમને માલુમ પડ્યું હતું કે પીડિતાને સાસરિયામાં શારીરિક તેમજ માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે જેના કારણે તેણે પોતાનું સાસરિયું છોડી દીધું હતું. તો બીજી તરફ જ્યારે સવિતા પોતાના પિયર પહોંચી ત્યારે તેના ભાઈ રાજેશ ( નામ બદલાવેલ છે ) દ્વારા જાણવા મળ્યું હતું કે તેની પત્ની કવિતાને (નામ બદલાવેલ છે) તેના પિયરીયાઓએ ઘરમાં તાળું મારીને રાખેલ છે.

આ પણ વાંચોઃ-કરુણ ઘટના! સોળે શણગાર સજીને પરિણીતાને મરવું પડ્યું, દુલ્હન બનતા જ જિંદગી બની ગઈ નરક

આ પણ વાંચોઃ-ચોંકાવનારી ઘટના! મૃત સમજી પરિવારે કર્યા મહિલાના અંતિમસંસ્કાર, ત્રણ વર્ષ બાદ પોલીસે પ્રેમી બનેવી સાથે પકડી

જેથી તેની 11 માસની બાળકી પોતાની માતાથી વિખૂટી પડી ગઈ છે. ત્યારે સમગ્ર મામલે 181ની ટીમ કવિતાને છોડાવવા માટે તેના ઘરે દોડી ગયા હતા. ઘટના સ્થળે પહોંચેલી 181ની ટીમને જાણવા મળ્યું હતું કે કવિતા અને તેના કાકાએ જબરદસ્તી કરીને રૂમમાં ગોંધી રાખી હતી.કવિતા તેની બાળકી સાથે રહેવા માગતી હોવાથી કવિતા એ પોતાના કાકા ને અનેક વખત સમજાવ્યા હતા. ત્યારે 181 ની ટીમ દ્વારા કવિતાને બંધ રૂમ માંથી છોડાવતા 11 માસની બાળકીનું તેની માતા સાથે મિલન થયું હતું. તો બીજી તરફ સવિતાને પણ તેના સાસરીમાં સમજાવટ કરી ફરી એક વખત લગ્નજીવન શરૂ કરવા મનાવવામાં આવી છે.
Published by:ankit patel
First published:February 24, 2021, 16:38 pm

ટૉપ ન્યૂઝ