રાજકોટની સરકારી કચેરીઓમાંથી મળ્યા મચ્છરના લારવા, ફટકારાયો દંડ


Updated: July 21, 2020, 6:19 PM IST
રાજકોટની સરકારી કચેરીઓમાંથી મળ્યા મચ્છરના લારવા, ફટકારાયો દંડ
સરકારી કચેરીઓમાં મચ્છરના લાર્વા

શહેરીજનોને રૂપિયા 200 દંડ ફટકારવામાં આવે છે તો રાજકોટ મહાનગરપાલિકા ખાતે આજે સોશિયલ distance તેમજ માસિકના નિયમનું સરેઆમ ભંગ થતાં હોવાના દૃશ્યો સામે આવ્યા

  • Share this:
રાજકોટ શહેર તેમજ જિલ્લામા દિવસે અને દિવસે કોરોના વાયરસ નો કહેર વધી રહ્યો છે. કોરોના વાયરસ ના પોઝિટિવ કેસનો આંક પણ કૂદકે અને ભૂસકે વધી રહ્યો છે. રાજકોટ શહેરમાં આજે બપોરના બાર વાગ્યા સુધીમાં વધુ 33 પોઝિટિવ કેસ નોંધાતા કુલ આંક 686 પર પહોંચ્યો છે. તો બીજી તરફ હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે જે અંતર્ગત મચ્છર જન્ય રોગચાળો પણ ફેલાતો હોય છે જેને અટકાવવા માટે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સતત જુદી જુદી મિલકતો માં ચેકિંગ હાથ ધરવામાં આવે છે બે દિવસ પૂર્વે જ રાજકોટ શહેરની ૩૭ જેટલી હોસ્પિટલમાંથી મચ્છરના લાર્વા મળી આવ્યા હતા જે સબબ ૬૦ હજારથી પણ વધુનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

ત્યારે આજરોજ રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા મચ્છર ઉત્પત્તિ સબ સરકારી કચેરીઓ બાંધકામ સાઇટ સ્કૂલ-કોલેજ ધાર્મિક સ્થળો સહિત 152 જેટલી મિલકતોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી જે અંતર્ગત 83 જેટલી મિલકતધારકોને નોટિસ આપી ૪૫ હજાર જેટલો વહીવટી ચાર્જ પણ વસુલ કરવામાં આવ્યો છે.

જો કે મેલેરીયા વિભાગ દ્વારા કરવામાં આવેલ કામગીરી અંતર્ગત સૌથી મહત્વનો ખુલાસો થવા પામ્યો છે. ખુદ કોરોના અંગે જાગૃતિ ફેલાવનારા અધિકારીઓ જે કચેરી માં બેસે છે તેજ સરકારી કચેરીમાંથી મચ્છર ના પોરા મળી આવ્યા છે.

આ પણ વાંચોજાણવા જેવો કિસ્સો: 'મને રાત્રે 8 વાગ્યે ફોન આવ્યો અને ખાતમાંથી 97 હજાર ઉપડી ગયા', કેવી રીતે પૈસા પાછા મળ્યા?

મચ્છરના લાર્વા મળી આવેલી સરકારી કચેરીઓના નામ

જિલ્લા સેવા સદન – શ્રોફ રોડ, જીલ્લા પંચાયત – રેસકોર્ષ રોડ, જીલ્લા નોંઘણી ભવન – જુની કલેકટર કચેરી, બી.એસ.એન.એલ. – માલઘારી સોસા પાસે, આર.ટી.ઓ. ઓફીસ – માર્કેટીંગ યાર્ડ મેઇન રોડ, પ્રાદેશીક ન્યાય સહાયક વિજ્ઞાન પ્રયોગશાળા – યુની રોડ, સૌરાષ્ટ્ર કેન્સરકેર અને રીર્સચકેન્દ્ર – યુની. કેમ્પ પાસે, પી.જી.વી.સી.એલ. – કનક રોડ, જેટકો સરકારી ઓફીસ – રૈયાઘાર, ગર્વમેન્ટ પોલીટેકનીક – ભાવનગર રોડ આજીડેમ ચોકડી, એ. જી. ઓફીસ – રેસકોર્ષ રોડનાયક, કાર્યપાલક ઇજનેર કચેરી – યાજ્ઞીક રોડ, પી.જી.વી.સી.એલ. કચેરી – ખોડીયાર૫રા, જેટકો કેવી. સબ સ્ટેશન –ખોડીયારનગર મેઇન રોડ, પી.જી.વી.સી.એલ. કચેરીની અંદર બાંઘકામ સાઇટ - ખોડીયારનગર મેઇન રોડ રૈયા, ટેલીફોન એક્ષચેન્જ – ૧૫૦ ફુટ રીંટ રોડ.બીજીબાજુ લોકોને દંડ ફટકારતી મનપાની ઓફિસોમાં જ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમનો ભંગ

તો બીજીબાજુ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તેમજ રાજકોટ શહેર પોલીસ દ્વારા રાજકોટના રાજમાર્ગો પર માસ્ક પહેર્યા વગર નીકળનાર શહેરીજનોને રૂપિયા 200 દંડ ફટકારવામાં આવે છે તો સાથોસાથ જો કોઇ જાહેર સ્થળ પર કે પછી ચા, પાનના ગલ્લા પર કે પછી કોઈ દુકાનમાં સોશિયલ distance ન જળવાતું હોય તો તે મિલકતને સીલ કરવામાં પણ આવે છે તેમજ રોકડ દંડ ફટકારવામાં પણ આવે છે.

ત્યારે રાજકોટ મહાનગરપાલિકા ખાતે આજે સોશિયલ distance તેમજ માસિકના નિયમનું સરેઆમ ભંગ થતાં હોવાના દૃશ્યો સામે આવ્યા છે. રાજકોટ મહાનગરપાલિકા ખાતે આજથી સફાઈ કામદાર ની ભરતી ની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે મહાનગરપાલિકા દ્વારા 452 જેટલા સફાઈ કામદાર ની ભરતી ની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે તે અંતર્ગત આજરોજ મોટી સંખ્યામાં ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા હજારોની સંખ્યામાં ઉમેદવારો ઉમટી પડ્યા હતા. જેના કારણે એક પણ જગ્યાએ સોશિયલ distance જળવાતું જોવાનું નહોતું મળ્યું તો સાથે જ મોટી સંખ્યામાં અરજદારો માસ્ક પહેર્યા વગરના મહાનગરપાલિકા ખાતે આવેલા જોવા મળ્યા હતા. તો સાથે જ પાર્કિંગ સહિતની વ્યવસ્થા પણ ભાંગી પડેલી જોવા મળી હતી સમગ્ર બાબતના અહેવાલો મીડિયામાં પ્રસારિત થતાં અંતે ફોર્મ વિતરણ કરવાનું બંધ કરવું પડ્યું હતું

ઉલ્લેખનીય છે કે મહાનગર પાલિકા તેમજ રાજકોટ શહેર પોલીસ દ્વારા રાજકોટ શહેરના રાજમાર્ગો પર માસ્ક પહેર્યા વગર નીકળનાર પાસે રૂપિયા 200 નો દંડ વસુલ કરવામાં આવી રહ્યો છે તો બીજી તરફ ખુદ મહાનગરપાલિકાના અધિકારીઓ મહાનગર પાલિકા કચેરી ખાતે નિયમોના ભંગ થતાં અટકાવી શક્યા નહોતા
Published by: kiran mehta
First published: July 21, 2020, 5:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading