રાજકોટ કોવિડ હૉસ્પિટલમાં આગ મામલે પોલીસે વધુ બે ડૉક્ટરની ધરપકડ કરી

રાજકોટ કોવિડ હૉસ્પિટલમાં આગ મામલે પોલીસે વધુ બે ડૉક્ટરની ધરપકડ કરી
આરોપી ડૉક્ટર્સ.

રાજકોટ અગ્નિકાંડ મામલે બુધવારે સવારે વધુ બે આરોપી ડૉ. તેજસ મોતિવારસ તેમજ ડૉ. દિગ્વિજયસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી.

  • Share this:
રાજકોટ: શહેરની ઉદય શિવાનંદ કોવિડ હૉસ્પિટલ (Rajkot Uday Shivanand Hospital)માં સર્જાયેલા અગ્નિકાંડ મામલે રાજકોટ તાલુકા પોલીસે રવિવારે ત્રણ નામાંકિત તબીબોની ધરપકડ કરી હતી. જે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તમામ આરોપીઓને જામીન (Bail) પર મુક્ત કર્યાં હતા. આ કેસમાં પોલીસે આજે સવારે 9:45 વાગ્યાની આસપાસ વધુ બે આરોપીઓ ડૉ. તેજસ મોતિવારસ (Dr Tejas Motivaras) તેમજ ડૉ. દિગ્વિજયસિંહ જાડેજા (Dr Digvijaysinh Jadeja)ની ધરપકડ કરી છે. હવે આ બંને આરોપીઓને રિમાન્ડની માંગણી માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. અત્યારસુધી રાજકોટ સર્જાયેલ અગ્નિકાંડ મામલે પોલીસે કુલ પાંચ ડૉક્ટરની ધરપકડ કરી છે.

મંગળવારના રોજ ત્રણેય નામાંકિત ડૉક્ટરોને જજ એલ.ડી.વાઘની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે તમામ લોકોના જામીન પર મુક્ત કર્યા હતા. ત્યારે વધુ બે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. સંભાવના એવી પણ સેવાઈ રહી કે પોલીસ જ્યારે અન્ય બે આરોપીઓને કોર્ટમાં રજૂ કરશે ત્યારે તે બંનેના રિમાન્ડ પણ નામદાર કોર્ટ તરપથી નામંજૂર કરવામાં આવી શકે છે. તેમને બંને ડૉક્ટરોનો જામીન પર છૂટકારો પણ થઈ જશે.આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડ: આરોપીઓ પોલીસ સ્ટેશનમાં આરામદાયક સોફા પર બેઠા હોય તેવો વીડિયો વાયરલ

આ માટે કારણે એવું છે કે પોલીસે જે કલમ હેઠળ અગ્નિકાંડ મામલે પાંચ આરોપીઓ વિરુદ્ધ કલમ 304(અ) અને કલમ 114 હેઠળ ગુનો નોંધ્યો છે, તે અંતર્ગત સજાની જોગવાઈ માત્ર બે જ વર્ષની છે. આ કલમો જામીનપાત્ર છે.

આ પણ જુઓ-

બીજી તરફ સોશિયલ મીડિયામાં પણ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવે તે પહેલાં જ રાજકોટ શહેરના માલવિયાનગર પોલીસ સ્ટેશનનો છે. જેમાં અગ્નિકાંડના ત્રણેય આરોપી ડૉ. પ્રકાશ મોઢા, ડૉ. વિશાલ મોઢા અને ડૉ. તેજસ કરમટા પોલીસ સ્ટેશનના ડી. સ્ટાફ રૂમમાં રાખવામાં આવેલા સોફામાં આરામ ફરમાવી રહ્યા છે. સાથે જ આરોપીઓ પાસે રાખવામાં આવેલા ટેબલ પર મિનરલ વોટરની બોટલો તેમજ ફ્રૂટ પડ્યાં હોવાનું જોઈ શકાય છે.
Published by:Vinod Zankhaliya
First published:December 02, 2020, 12:06 pm

ટૉપ ન્યૂઝ