કોરોના વાયરનો ખતરો : રાજકોટ સિવિલમાં 6 શંકાસ્પદ દર્દી, પોલીસ બંદોબસ્ત ગોઠવાયો


Updated: March 20, 2020, 4:30 PM IST
કોરોના વાયરનો ખતરો : રાજકોટ સિવિલમાં 6 શંકાસ્પદ દર્દી, પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
હાલ રાજકોટ સિવિલ હૉસ્પિટલમાં કોરોનાના એક પોઝિટિવ સહિત સાત દર્દી આઇસોલેશન વોર્ડમાં છે.

હાલ રાજકોટ સિવિલ હૉસ્પિટલમાં કોરોનાના એક પોઝિટિવ સહિત સાત દર્દી આઇસોલેશન વોર્ડમાં છે.

  • Share this:
રાજકોટ : જંગલેશ્વરના યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ (Rajkot Civil Hospital) આવ્યો છે. હાલ આ યુવાનની સિવિલ હૉસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડ (Isolation Ward) માં સારવાર ચાલી રહી છે. તેના સંપર્કમાં આવેલા પૈકીના બીજા ચાર લોકોને પણ પથિકાશ્રમમાં ક્વૉરન્ટીન (Quarantine)રખાયા હતાં. તેમના લક્ષણો શંકાસ્પદ (Rajkot Coronavirus Suspect Cases) લાગતા તેમને સિવિલ હૉસ્પિટલમાં ખસેડાયા છે. હાલ તેમના રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. આ ઉપરાંત અન્ય બે બહારથી આવેલા વ્યક્તિમાં પણ કોરોનાના શંકાસ્પદ લક્ષણો હોઇ સારવાર માટે દાખલ કરી તેમના સેમ્પલ (Sample) પરિક્ષણમાં મોકલાયા છે. હાલ સિવિલમાં કોરોનાના એક પોઝિટિવ સહિત સાત દર્દી આઇસોલેશન વોર્ડમાં છે. સાથે જ રાજકોટમાં સ્વાઇન ફલૂના બે દર્દી સામે આવ્યા છે. જેમાં એકનો રિપોર્ટ પોઝિટિવ જાહેર થયો છે.

કોરોના વાયરસના પોઝિટિવ કેસને પગલે સિવિલ ખાતે પોલીસ અને સુરક્ષાનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. સિવિલ હૉસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં કોરોનાનો એક પોઝિટિવ રિપોર્ટ ધરાવતો યુવાન દાખલ છે, આ સિવાય તેના પરિવારના ચાર લોકોમાં પણ શંકાસ્પદ લક્ષણો હોઇ તેને પણ દાખલ કરાયા છે. આ ઉપરાંત આઇસોલેશન વોર્ડની બાજુમાં આવેલા સ્વાઇન ફલૂ વોર્ડમાં પણ બે દર્દી દાખલ છે. જેમાંથી એકનો સ્વાઇન ફ્લૂ રિપોર્ટ પોઝિટિવ જાહેર થયેલો છે, બીજાનો રિપોર્ટ આવવાનો બાકી છે.સ્વાઇન ફ્લૂ અને આઇસોલેશન વોર્ડમાં વધારાનો સ્ટાફ પણ મૂકી દેવામાં આવ્યો છે. 42 રેસિડેન્ડ ડોક્ટરો સહિત 50 તબીબોની ટીમ, તબીબી અધિક્ષક ડો. મનિષ મહેતા અને ડીન ડો. ગૌરવી ધ્રુવની રાહબરીમાં આઇસોલેશન વોર્ડમાં રાઉન્ડ ધ કલોક સેવા આપશે.

આ પણ વાંચો : મુસાફરો માટે ખાસ સમાચાર, રવિવારે ST બસ સેવા બંધ રહેશે, બુક કરાવેલ પ્રવાસીને ફોન કરાશે

રાજકોટ એસટી ડેપો અને રેલવે સ્ટેશનમાં મુસાફરોની સંખ્યા ઘટી 

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં રહેતા યુવકનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા સમગ્ર શહરમાં તંત્ર હવે તકેદારીના પગલા ભરી રહ્યું છે. રેલવે અને એસટી બસ સ્ટેન્ડમાં પણ સાફ સફાઈ શરુ કરવામાં આવી છે. જે જગ્યાઓ પર રોજના હજારોની સંખ્યામાં લોકો અવરજવર કરતા હોઈ તેવા એસટી અને રેલવે સ્ટેશન પર આજે મુસાફરોની પાંખી હાજરી જોવા મળી રહી છે. લોકો મુસાફરી અને અવરજવરથી જાણે કે દૂર ભાગી રહ્યા હોઈ તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.બીજી તરફ હવે એસટી અને રેલવે પર સ્વચ્છતાને લઈને કામગીરી હાથ ધરી રહી છે. ખાસ કરીને એસટી બસ સ્ટેન્ડ પર આવેલી ટિકિટ બારી, રેલિંગ, પ્લેટફોર્મ પરની બેઠક વ્યવસ્થા સહિતના સાધનોની સઘન સફાઈ હાથ ધરવામાં આવી છે. બીજી તરફ રેલવે સ્ટેશન પર પણ ખાસ સફાઈ હાથ ધરવામાં આવી છે. પ્લેટફોર્મ પર અને અન્ય જગ્યાઓ પર સફાઈ હાથ ધરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : કોરોનાનો વધ્યો ખતરો : અમદાવાદના પ્રોફેસરે બનાવ્યું હર્બલ સેનિટાઈઝર

ઉલ્લેખનીય છે કે રાજકોટમાં કોરોનાનો જે પોઝિટિવ કેસ સામે આવ્યો તે મુંબઈથી રાજકોટ રેલવે મારફતે આવ્યો હતો. પરંતુ તે સમયે રાજકોટ રેલવે સ્ટેશન પર મુસાફરોની ચકાસણી કરવામાં આવતી ન હતી. હવે જ્યારે કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે, ત્યારે રાજકોટ નહીં પરંતુ અમદાવાદ રેલવે સ્ટેશન પર થર્મલ સ્કિનિંગ મશીન મૂકવામાં આવ્યા છે. રાજકોટના રેલવે સ્ટેશન કે એસટી સ્ટેન્ડ પર આરોગ્ય ચકાસણીની કોઈ વ્યવસ્થા જોવા નથી મળી રહી.
First published: March 20, 2020
વધુ વાંચો
अगली ख़बर