અતુલ જોષી, મોરબી: રાજ્યમાં પોલીસ (Gujarat Police) અંગેના અનેક નકારાત્મક કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે. સામાન્ય માણસને જ્યારે પણ જરૂરી હોય ત્યાં પહેલા પોલીસની મદદ લે છે જેમાં તેમને ક્યારેક કડવો તો ક્યારેલ મીઠો અનુભવ થતો હોય છે. છેલ્લા થોડા દિવસથી સોશિયલ મીડિયામાં (Social Media) એક મહિલા લોકરક્ષકનો (Woman LRD) વીડિયો વાયુવેગે પ્રસરી રહ્યો છે. જેમાં તેઓ કેટલાંક બાળકો સાથે હળવાશભરી ક્ષણો વિતાવી રહ્યાં છે. આ વીડિયોમાં બાળકો (Woman cop) પણ તેમની સાથે આનંદ કરી રહ્યાં છે.
આ યુવતી નાનકડા ગામની છે
આ વીડિયો બનાવનાર મહિલા લોકરક્ષક હાલ મોરબી જીલ્લામાં અન્ડર ટ્રેની છે. જેમનું નામ કોમલ મિયાત્રા (Komal Miyatra) છે. જર માળિયા મી.ના નાના ગામ સરવડની રહેવાસી છે. કોમલ થોડા સમય પહેલા રાષ્ટ્ર અને દેશની અને લોકોની સેવા માટે લોક રક્ષક તરીકે પસંદગી પામી છે. આ વીડિયો રાજકોટમાં ગત સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમયે લક્ષ્મી નગર સોસાયટીમાં બંદોબસ્ત દરમ્યાનનો બાળકો પોલીસને જોવા નીકળ્યાં હતા ત્યારનો છે.
Narendra Modi stadium અંગે ગેરસમજ ફેલાવનાર કૉંગ્રેસને અભ્યાસની જરૂર: નીતિન પટેલ
અમદાવાદ: પાકિસ્તાનની જેલમાં બંધ કુલદીપ યાદવના ભાઈ પર ફાયરિંગ, આબાદ બચાવ
બાળકો પોલીસને પાણી પીવડાવવા આવ્યા હતા
કોમલના જણાવ્યા અનુસાર, આ બાળકો ફરજ પરના તમામ પોલીસ કર્મીઓને પાણી અને હાલચાલ પૂછવા આવ્યા હતા. શું પોલીસ બાળકોને ડરાવે છે આવો સવાલ કરતા બાળકોમાં એક નવી ઉર્જા અને પોલીસ પ્રત્યે નવો અભિગમ ઉભો કરે એ માટે એક હળવા મૂડમાં વીડિયો બનાવ્યો હતો. અને આ બાળકો સાથે પોલીસની મિત્રતા થઈ ગઇ હતી. ત્યારે પોલીસકર્મીઓ પોતાના પરિવારને છોડી લોકોની સુરક્ષા કરતાં હોય છે. ત્યારે બહારપણ તેઓ ખુશી શોધતા હોય છે. ત્યારે તેઓ લોકોમાં પણ સુરક્ષા સાથે વિશ્વાસ અને ખુશી લહેરાવે એવો વીડિયો હાલ સોશ્યલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે.
ત્યારે પોલીસ પણ લોકોની સુરક્ષા માટે છે અને લોકો પણ તેમને પ્રેમ અને આદર સાથે જુએ અને વિશ્વાસ કેળવે તે જરૂરી છે.
Published by:Kaushal Pancholi
First published:February 25, 2021, 10:24 am