રાજકોટના રાજવી પરિવાર અને મારી વચ્ચે ખુબ જુનો નાતો : મોરારિબાપુ


Updated: January 26, 2020, 6:12 PM IST
રાજકોટના રાજવી પરિવાર અને મારી વચ્ચે ખુબ જુનો નાતો : મોરારિબાપુ
કાલવાડ પોલીસ સ્ટેશનમાં સંત સૌરભ રાધવેન્દ્ર આચાર્યની તરફથી નોંધવામાં આવેલ આ આરોપમાં કહેવામાં આવ્યું છે કે કથાવાચક મોરારી બાપુ દ્વારા મિર્ઝાપુર સ્થિત આદિ શક્તિ પીઠમાં થોડા સમય પહેલા રામકથા દરમિયાન તેમણે ભગવાન શ્રીકૃષ્ણ વિષે અપમાનજનક અને આપત્તિજનક ટિપ્પણી કરી હતી.

28 તારીખથી રાજતિલક સમારોહની શરૂઆત કરવામાં આવશે. ૨૮મી તારીખે બપોરના તલવાર રાસ યોજવામાં આવશે.

  • Share this:
રાજકોટ રાજ્યના ૧૭માં ઠાકોર સાહેબ તરીકે માંધાતા સિંહ જાડેજાનો રાજતિલક થવા જઇ રહ્યો છે. આગામી 28 તારીખથી રાજતિલક સમારોહની શરૂઆત કરવામાં આવશે. ૨૮મી તારીખે બપોરના તલવાર રાસ યોજવામાં આવશે જે બાદ ઠાકોર સાહેબ માંધાતાસિંહ જાડેજાની નગર યાત્રા પણ નીકળશે જેનું ઠેર ઠેર રાજકોટના રાજમાર્ગો પર જુદા જુદા સમાજ તેમજ સંગઠનો દ્વારા વૈવિધ્યતા સભર હાર્દિક સ્વાગત કરવામાં આવશે.

રાજ તિલક સમારોહ યોજાય તે પૂર્વે રાજવી પરિવારને મોરારિબાપુએ આપ્યા આશીર્વાદ
ત્યારે ૨૮મી તારીખ ના રોજ રાજકોટ રાજ્યના ૧૭ મારા ઠાકોર સાહેબ તરીકે માંધાતાસિંહ જાડેજાનો રાજતિલક થવા જઇ રહ્યો છે. ત્યારે દેશ-વિદેશમાં રામકથા માટે જાણીતા એવા મોરારિબાપુએ આજરોજ રણજીત વિલાસ પેલેસની મુલાકાત લીધી હતી. રાજવી પરિવારને મળી પોતાના આશીર્વચન પણ પાઠવ્યા હતા. તો સાથોસાથ રાજકોટ રાજ્યના રાજવી પરિવારનું તેમજ સમસ્ત રાજકોટની પ્રજા નું ભલુ થાય તે માટે પ્રાર્થના પણ કરી હતી.

રાજવી પરિવારનો અને સાધુનો ખુબ જુનો નાતો છે : મોરારિબાપુ
તો સાથોસાથ રાજકોટ રાજ્યના સોળમાં ઠાકોર સાહેબ મનોહરસિંહ જાડેજા આ અંગે જણાવતા કહ્યું હતું કે, રાજવી પરિવાર સાથે અમારા સાધુઓનો ખુબ જુનો નાતો છે. મનોહરસિંહ જાડેજા દ્વારા દ્વારકામાં રામકથા બેસાડવામાં આવી હતી. જે સમયે મનોહરસિંહ જાડેજા અને તેમના પત્ની ખુલ્લા પગે પોતાના ઘરેથી રામકથા સાંભળવા કથા સ્થળે આવતા હતા. આજે જ્યારે રાજકોટ રાજ્યના સત્તરમાં ઠાકોર સાહેબ તરીકે માંધાતાસિંહ જાડેજાનો તિલક વિધિ સમારોહ યોજાવા જઇ રહ્યો છે ત્યારે હું ખૂબ હર્ષની લાગણી અનુભવું છું.
First published: January 26, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading