મોરારિબાપુએ PMની જનતા કર્ફ્યૂની અપીલને બિરદાવી, લોકોને જોડાવવા કર્યું આહવાન

News18 Gujarati
Updated: March 21, 2020, 12:37 PM IST
મોરારિબાપુએ PMની જનતા કર્ફ્યૂની અપીલને બિરદાવી, લોકોને જોડાવવા કર્યું આહવાન
મોરારિબાપુ (ફાઇલ તસવીર)

રાષ્ટ્ર પર આવેલા કોરોનાના સંકટને પગલે મોરારિબાપુના એક ભક્ત રમેશભાઈ સચદેવે તેમને એક કરોડ રૂપિયાનું દાન આપ્યું.

  • Share this:
રાજકોટ : કથાકાર મોરારિ બાપુ (Morari Bapu)એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની જનતા કર્ફ્યૂ (Janata Curfew)ની અપીલને બિરદાવતા લોકોને તેમાં જોડાવવા માટે આહવાન કર્યું છે. મોરારિબાપુએ કહ્યું છે કે 22 એપ્રિલના રોજ લોકો સ્વયંભૂ જનતા કર્ફ્યૂનું પાલન કરે અને ઘરમાંથી બહાર ન નીકળે. આ સાથે જ મોરારિબાપુએ તેમના એક ભક્ત તરફથી મળેલા એક કરોડ રૂપિયા પ્રધાનમંત્રી રાહત ફંડ (Prime Minister's National Relief Fund)માં આપવાની જાહેરાત કરી છે. મોરારિબાપુ ઉપરાંત કથાકાર રમેશભાઈ ઓઝા (Rameshbhai Oza)એ પણ લોકોને અપીલ કરતા એક દિવસની જનતા કર્ફ્યૂમાં જોડાવવાનું આહવાન કર્યું છે. આ ઉપરાંત ગુજરાત જાણીતા ખ્યાતનામ કલાકારોએ પણ લોક જાગૃતિ માટેની તેમને ફરજ અદા કરતા લોકોને અપીલ કરી છે.

એક કરોડ રૂપિયાનું દાન

રાષ્ટ્ર પર આવેલા કોરોનાના સંકટને પગલે મોરારિબાપુના એક ભક્ત રમેશભાઈ સચદેવે તેમને એક કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. સંકટ સામે ઉપયોગી થાય તેવા હેતુથી મળેલું દાન મોરારિબાપુએ રાષ્ટ્રને નામ અર્પણ કરી દીધું છે. મોરારિબાપુએ આ એક કરોડ રૂપિયા વડાપ્રધાન રાહતફંડમાં આપવાની જાહેરાત કરી છે. મોરારિબાપુના ભક્ત એવા રમેશભાઈ સચદેવ લંડન ખાતે રહે છે.

આ પણ વાંચો :  કોરોના વાયરસની અસર : મોરારિ બાપુએ રાજુલાની કથા 15 દિવસ માટે સ્થગિત કરી

ગુજરાતના ખ્યાતનામ કલાકારોએ લોક જાગૃતિ માટે કરી અપીલ

વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં 22મી માર્ચ, 2020 એટલે કે રવિવારે લોકોને જનતા કર્ફ્યૂ માટેની અપીલ કરી છે. એટલે કે આ દિવસે સવારે સાત વાગ્યાથી સાંજના નવ વાગ્યા સુધી લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરી છે. વડાપ્રધાનની આ અપીલમાં જોડાવવા માટે ગુજરાતના ખ્યાતનામ કલાકારોએ પણ લોકોને અપીલ કરી છે. માયાભાઈ આહિર, કિંજલ દવે, હેમંત ચૌહાણ, સાંઇરામ દવે, ગીતા રબારી તેમજ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ લોકોને સાવચેત રહેવા તેમજ એક દિવસ માટે જનતા કર્ફ્યૂમાં જોડાવવા માટે અપીલ કરી છે. તમામ લોકોએ અપીલ કરી છે કે લોકો જનતા કર્ફ્યૂમાં જોડાય અને કોરોના સામે લડત આપે.મોરારિ બાપુની અપીલ

મોરારિબાપુએ અપીલ કરતા કહ્યું છે કે, "લોકો યશસ્વી વડાપ્રધાન દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરે. મોદી સાહેબને આ રોગની ખૂબ ચિંતા છે. આ સાથે વ્યાસપીઠ અને આચાર્યોને પણ ખૂબ ચિંતા છે. માટે આખું રાષ્ટ્ર જનતા કર્ફ્યૂમાં જોડાય તેવી હું અપીલ કરું છું."
First published: March 21, 2020, 12:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading