રાજકોટ: આંગણવાડી વર્કરો-હેલ્પરોના માસિક વેતનમાં વધારો કરાયો

News18 Gujarati
Updated: May 28, 2019, 1:24 PM IST
રાજકોટ: આંગણવાડી વર્કરો-હેલ્પરોના માસિક વેતનમાં વધારો કરાયો
પ્રતિકાત્મક તસવીર

જે આંગણવાડી કાર્યકરને ૬૩૦૦/- ચુકવવામાં આવતા હતા તેમને ૯૦૦/- ના વધારા સાથે હવેથી ૭૨૦૦/- ચુકવવામાં આવશે

  • Share this:
રાજકોટ મહાનગરપાલિકાના અર્બન આઈ.સી.ડી.એસ. વિભાગ હેઠળ ચાલતા આંગણવાડી કેન્દ્ર તથા મીની આંગણવાડી કેન્દ્રમાં સરકાર દ્વારા કરવામાં આવતા માસિક વેતન વધારા અંગે તારીખ ૦૧ માર્ચ, ૨૦૧૯થી તમામ વર્કરોના માસિક વેતનમાં વધારો કરવામાં આવશે, તેમ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.

વધુમાં મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યુ કે, આંગણવાડી કેન્દ્રના વર્કરોને માસિક ૬૩૦૦/-, હેલ્પરને માસિક ૩૨૦૦/- માનદવેતન તથા મીની આંગણવાડી કેન્દ્રના કાર્યકરને માસિક ૩૬૦૦/- માનદવેતન તારીખ ૦૧ ઓક્ટોબર, ૨૦૧૭ થી ચુકવવામાં આવે છે.

તેમાં સરકાર દ્વારા માસિક વેતનમાં વધારો કરતા તારીખ ૦૧ માર્ચ,૨૦૧૯થી આંગણવાડી વર્કરના માનદવેતનમાં રૂપિયા ૯૦૦/-, આંગણવાડી હેલ્પરના માનદવેતનમાં ૪૫૦/- અને મીની આંગણવાડી વર્કરના માનદવેતનમાં રૂપિયા ૫૦૦/- નો માનવ વેતન વધારો કરવામાં આવ્યો છે.

જે આંગણવાડી કાર્યકરને ૬૩૦૦/- ચુકવવામાં આવતા હતા તેમને ૯૦૦/- ના વધારા સાથે હવેથી ૭૨૦૦/- ચુકવવામાં આવશે, જે આંગણવાડી તેડાગરને ૩૨૦૦/- ચુકવવામાં આવતા હતા તેમને ૪૫૦/- ના વધારા સાથે હવેથી ૩૬૫૦/- ચુકવવામાં આવશે તેમજ મીની આંગણવાડી કાર્યકરને ૩૬૦૦/- ચુકવવામાં આવતા હતા તેમને ૫૦૦/- ના વધારા સાથે હવેથી ૪૧૦૦/- ચુકવવામાં આવશે. તેમ બંછાનિધિ પાનીએ જણાવ્યુ હતું.
First published: May 28, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading