ખેડૂતે પાક વીમાનો પ્રશ્ન પૂછતાં ઉશ્કેરાયા સાંસદ કુંડારીયા, વીડિયો વાયરલ

News18 Gujarati
Updated: March 31, 2019, 2:55 PM IST
ખેડૂતે પાક વીમાનો પ્રશ્ન પૂછતાં ઉશ્કેરાયા સાંસદ કુંડારીયા, વીડિયો વાયરલ
ખેડૂતે પાક વીમાનો પ્રશ્ન પૂછતાં ઉશ્કેરાયા સાંસદ કુંડારીયા

સોશિયલ મીડિયામાં રાજકોટના સાંસદ મોહન કુંડારીયાનો એક વીડિયો વાયરલ થયો છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: સોશિયલ મીડિયામાં રાજકોટના સાંસદ મોહન કુંડારીયાનો એક વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં એક વ્યક્તિ પાક વીમા અંગે મોહન કુંડારિયાને પ્રશ્ન પૂછી રહ્યો છે. જે અંગે મોહન કુંડારીયાએ જણાવ્યું કે, આ અંગે સરકારને રજૂઆત કરો.

વાયરલ વીડિયામાં જોઇ શકાય છે કે, એક વ્યક્તિ સાંસદ મોહન કુંડારીયાને પાક વીમા અંગે પ્રશ્ન પૂછે. તેના જવાબમાં મોહન કુંડારીયા કહે છે કે, આ અંગે તમારે સરકારને રજૂઆત કરવાની હોય. પાક વીમો આપવાની જવાબદારી સરકારીની છે. આ ધારાસભ્યની જવાબદારી છે.

મોહન કુંડારીયાના જવાબથી અસંતુષ્ટ વ્યક્તિ કહે છે કે, સાહેબ આ તમારી રીત છે જવાબ આપવાની? જેની સામે મોહન કુંડારીયા કહે છે કે, તમે ગાંડા કરવા આવ્યા છો. હું માણસનો ચહેરો જોઇને કહી દઉં. તમારા બોલવા પરથી જ મને ખબર પડી જાય. તમારી વાત કરવાની થિયરી જ ખોટી હતી.

આ પણ વાંચો: ચોટીલાના પૂર્વ ધારાસભ્ય શામજી ચૌહાણ રૂપાણીની હાજરીમાં ફરી ભાજપમાં જોડાયા

આટલું જ નહીં, વીડિયોમાં જોઇ શકાય છે કે, વ્યક્તિના પ્રશ્નોથી ઉશ્કેરાયેલા મોહન કુંડારીયા ખુરશી પરથી ઉભા થઇને જતાં રહે છે. જે અંગે ત્યાં હાજર લોકોમાં નારાજગી પણ દેખાઇ આવે છે.

 
First published: March 31, 2019, 12:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading