રાજકોટમાં મોદીની સભા માટે ભીડ એકઠી કરવા માટે બન્યો એક્શન પ્લાન

Vinod Zankhaliya | News18 Gujarati
Updated: December 2, 2017, 2:00 PM IST
રાજકોટમાં મોદીની સભા માટે ભીડ એકઠી કરવા માટે બન્યો એક્શન પ્લાન

  • Share this:
રાજકોટઃ હાર્દિક પટેલની સભામાં એકઠી થતી ભીડને જોઈને બીજેપી હેરાન-પરેશાન છે. રાજકોટમાં જ સભાની મંજૂરી વગર હાર્દિકે સભા કરતા તેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જોકે, નવાઈની વાત એ છે કે સભાની મંજૂરી ન હોવા છતાં હાર્દિકની સભામાં અભૂતપૂર્વ જનમેદની ઉમટી પડી હતી. હાર્દિકની સભામાં ઉમડતી ભીડને જોઇને ભાજપમાં આશ્ચર્ય ફેલાયું છે...હવે પીએમ મોદીની સભામાં વધુ ભીડ આવે તે માટે ભાજપ મરણીયું બન્યું છે. આ માટે ભાજપે ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો છે.

ભાજપે ઘડી કાઢ્યો મોદીની સભામાં ભીડનો એક્શન પ્લાન

મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે ત્યારે ભાજપ, કોંગ્રેસ કે હાર્દિક, હાલ કોની સભામાં કેટલી મેદની તે હોટ ટોપિક બન્યો છે. હાર્દિકની સભામાં સ્વયંભૂ લોકો ઉમટી પડતા ભાજપના ભવા ખેંચાઈ ગયા છે. રવિવારે રાજકોટમાં વડાપ્રધાન મોદીની સભા છે ત્યારે વધુ મેદની એકઠી કરવા ભાજપ મરણીયું થયું છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભાજપ માટે મોદીની સભામાં મેદની એકઠી કરવા પ્રતિષ્ઠાનો સવાલ છે. વોર્ડ વાઇઝ અને જિલ્લા વાઇઝ મિટિંગોનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આ સિવાય પાટીદારોને રીઝવવા જમણવાર અને સ્નેહમિલનના નામે મિટિંગો થઇ રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભાજપના નેતાઓએ ખોડલધામના શરણે પણ પહોંચ્યા હતા.
First published: December 2, 2017, 2:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading