રાજકોટ : આ શાળાએ તમામ હદ વટાવી! સરકારનો બંધનો આદેશ છતા વિદ્યાર્થીઓને બોલાવ્યા?

રાજકોટ : આ શાળાએ તમામ હદ વટાવી! સરકારનો બંધનો આદેશ છતા વિદ્યાર્થીઓને બોલાવ્યા?
રાજકોટમાં મોદી સ્કૂલે વિદ્યાર્થીઓને એકઠાં કર્યા હોવાનો વીડિયો વાઇરલ

રાજકોટની આ કહેવાતી વિખ્યાત શાળાને શું સરકારી નિયમો લાગુ નથી પડતા? શાળાએ બચાવમાં કહ્યું, 'જૂની તસવીરો વાયરલ થઈ છે'

  • Share this:
રાજકોટ સહિત રાજ્યભરમાં કોરોના સંક્રમણ વધતું જ રહ્યું છે. હોસ્પિટલ કેમિસ્ટ ની દુકાનો, લેબોરેટરી તેમજ સ્મશાનમાં જોવા મળી રહ્યું છે માત્ર વેઇટિંગ અને વેઇટિંગ. તો બીજી તરફ બાળકોની ચિંતા કરતા રાજ્ય સરકાર દ્વારા શાળાઓમાં આપવામાં આવતા ઓફ લાઈન શિક્ષણ પર રોક લગાવવામાં આવી છે. જેથી કરીને વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને કોરોના સંક્રમિત થતાં અટકાવી શકાય.

ત્યારે રાજકોટ શહેરમાં  'મોદી સ્કૂલ' દ્વારા સરકાર ના આદેશનો સરેઆમ ઉલાળયો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. મંગળવારના રોજ રાજકોટ શહેરના ઇશ્વરીયા ગામ ખાતે આવેલ મોદી સ્કૂલ ચાલુ હોવાની ઘટના સામે આવી હતી. જે ઘટના અંગે ના વીડિયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. ધોરણ 12 ના વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓને સ્કૂલ ખાતે બોલાવવામાં આવ્યા હોવાનું વિડિયો કેમેરામાં કેદ થયો હતો. મીડિયા સ્કૂલ ખાતે પહોંચી જતા તાત્કાલિક અસરથી વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીઓને બસમાં બેસાડીને તેમને સ્કૂલ ખાતે થી રવાના કરવામાં આવ્યા હતા.આ પણ વાંચો : સુરત : કર્ફ્યૂ ભંગની બીકમાં દીકરીની સારવાર માટે આખી રાત રાહ જોઈ, સવારે થયું મોત

સમગ્ર મામલે ડીઇઓ બિ. એસ. કૈલા ને જાણ થતાં તેમને તાત્કાલિક અસર થી મોદી સ્કૂલને નોટીસ મોકલાવી તેમની પાસેથી ખુલાસો પૂછવામાં આવ્યો છે. તો બીજી તરફ સ્કૂલ સંચાલક દ્વારા પોતાનો બચાવ કરતા જણાવવામાં આવ્યું હતું કે સોશિયલ મીડિયામાં જે ફોટા વાઇરલ થયા છે તે જૂના છે. મીડિયા સાથેની વાતચીતમાં જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે કોઈપણ શાળા સરકારના આદેશ ની વિરુદ્ધ જય ચાલુ હશે તો તેમના વિરુદ્ધ દંડાત્મક પગલાં લેવામાં આવશે તેમના વિરુદ્ધ કડક માં કડક કાર્યવાહી પણ કરવામાં આવશે.

બીજી તરફ મીડિયા સાથેની વાતચીતમાં મોદી સ્કૂલના સંચાલકોએ જણાવ્યું હતું કે, ઇશ્વરીયા ગ્રામ્ય વિસ્તારમાં આવે છે અને ગ્રામ્ય વિસ્તારમાં 10 તારીખ સુધી સ્કૂલ ચાલુ હતી. જોકે આ બાદ બોર્ડિંગ સ્કૂલના વિદ્યાર્થીઓને ઘરે મોકલી દેવામાં આવ્યા છે. હાલમાં માત્ર ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓની પ્રેક્ટીકલ પરીક્ષા ચાલી રહી છે અને જે ફોટા વાઇરલ થયા છે તે જૂના છે.

મોદી સ્કૂલના સંચાલકો ભલે સમગ્ર મામલે વાયરલ થયેલા ફોટા જુના હોવાનું જણાવી રહ્યાં હોય. પરંતુ મીડિયા પાસે જે વિડીયો આવ્યા છે જે ફોટા હાથ લાગ્યા છે તે 12 એપ્રિલ 2021 ના હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

આ પણ વાંચો :  અમદાવાદ : અમરાઈવાડીમાં યુવકની જાહેરમાં થઈ હતી હત્યા, ઘટનાના CCTV સામે આવ્યા

ઉલ્લેખનીય છે કે થોડાક દિવસો પૂર્વે બી ડિવિઝન પોલીસ દ્વારા સામાકાંઠા વિસ્તારમાં playhouse ચાલુ હતું. જે playhouse માં કોઈપણ પ્રકારના covid-19 નિયમોનું પાલન ન થતું હોય તે પ્રકારનો વીડિયો વાયરલ થયો હતો. જે વાયરલ થયેલા વિડિયો મામલે બી ડિવિઝન પોલીસ દ્વારા પ્લે હાઉસના સંચાલક વિરૂદ્ધ ગુનો નોંધી તેની અટકાયત પણ કરવામાં આવી હતી. જે બાબતે બી ડિવિઝન પોલીસ દ્વારા સંચાલકની અટકાયત કરેલા ફોટા સાથે પ્રેસનોટ પણ જાહેર કરવામાં આવી હતી.  ત્યારે 'મગરમચ્છ' એવા મોદી સ્કૂલના સંચાલકો વિરુદ્ધ પોલીસ તપાસ કરવામાં આવશે કે કેમ તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે.
Published by:Jay Mishra
First published:April 14, 2021, 18:03 pm

ટૉપ ન્યૂઝ