શું આજની મુલાકાતમાં રંગીલા રાજકોટને સરપ્રાઇઝ ગિફ્ટ આપશે પીએમ મોદી?

News18 Gujarati
Updated: September 30, 2018, 9:18 AM IST
શું આજની મુલાકાતમાં રંગીલા રાજકોટને સરપ્રાઇઝ ગિફ્ટ આપશે પીએમ મોદી?
હંમેશા સરપ્રાઇઝ આપવા માટે જાણીતા વડાપ્રધાન મોદી આ મુલાકાત દરમિયાન રાજકોટ અને સૌરાષ્ટ્રને ખાસ ગિફ્ટ પણ આપી શકે છે!

હંમેશા સરપ્રાઇઝ આપવા માટે જાણીતા વડાપ્રધાન મોદી આ મુલાકાત દરમિયાન રાજકોટ અને સૌરાષ્ટ્રને ખાસ ગિફ્ટ પણ આપી શકે છે!

  • Share this:
રાજકોટઃ પીએમ નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ અનેક પ્રોજેક્ટોનું લોકાર્પણ કરશે. એક દિવસની મુલાકાતના અંતિમ ચરણમાં મોદી રાજકોટની મુલાકાત લેશે. અહીં તેઓ ગાંધીજી જે સ્કૂલમાં ભણ્યા હતા તે આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં ગાંધી મ્યુઝિયમનું લોકાર્પણ કરશે. ચૌધરી હાઉસ્કૂલ ખાતે મોદી આઈ-વે પ્રોજેક્ટ અને આવાસ યોજનાનું પણ લોકાર્પણ કરશે. હંમેશા સરપ્રાઇઝ આપવા માટે જાણીતા વડાપ્રધાન મોદી આ આ મુલાકાત દરમિયાન રાજકોટ તેમજ સૌરાષ્ટ્રને એક ખાસ ગિફ્ટ પણ આપી શકે છે!

લાંબા સમયથી પડતર છે માંગણી

મોદી રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે ચર્ચા થઈ રહી છે કે શું નરેન્દ્ર મોદી પોતાની મુલાકાત દરમિયાન રાજકોટને AIIMS (ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ)ની ભેટ આપશે. છેલ્લા ઘણા સમયથી ગુજરાતના કયા શહેરને એઇમ્સ મળશે તેની ચર્ચા ચાલી રહી છે. આ ચર્ચા પર આજે નરેન્દ્ર મોદી પૂર્ણ વિરામ મૂકી શકે છે. નોંધનીય છે કે એઇમ્સ ભારતની શ્રેષ્ટ મેડિકલ શિક્ષણ આપતી સંસ્થા છે.

કેન્દ્રએ કલેક્ટર પાસેથી માંગ્યો રિપોર્ટ

નોંધનીય છે કે જુલાઈ મહિનામાં કેન્દ્ર સરકારે આ મામલે જિલ્લા કલેક્ટર પાસેથી એક રિપોર્ટ માંગ્યો હતો. કેન્દ્રએ વિવિધ છ મુદ્દાઓને લઈને કલેક્ટર પાસેથી રિપોર્ટ માંગ્યો છે. કેન્દ્ર સરકારે ત્રણ વર્ષ પહેલા બજેટમાં ગુજરાતને એક AIIMS આપવાની જાહેરાત કરી હતી. જોકે, કેન્દ્ર સરકાર તરફથી હજુ સુધી રાજ્યના કયા શહેરમાં એઈમ્સની સ્થાપના કરવામાં આવશે તેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

સ્પર્ધામાં અન્ય શહેરો પણ...કેન્દ્રની જાહેરાત બાદ ત્રણ વર્ષથી ગુજરાતના કયા શહેરને એઈમ્સ મળશે તેના કયાસો લગાવવામાં આવી રહ્યા છે. રાજકોટ ઉપરાંત સુરત અને વડોદરા શહેર પણ એઇમ્સ મેળવવાની સ્પર્ધામાં છે. જોકે, હાલ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજકોટમાંથી આવતા હોવાથી એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે તેઓ પોતાના શહેરના લોકોને એઈમ્સની અમૂલ્ય ભેટ આપવા માટે કેન્દ્રમાં લોબિંગ કરશે.

આ મુદ્દાઓ અંગે અહેવાલ મંગાયો

1) જો રાજકોટને એઇમ્સ મળે તો સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓનું સંભવિત એઈમ્સના સ્થળેથી અંતર કેટલું થાય?
2) સૌરાષ્ટ્રમાં કેવા પ્રકારના ગંભીર કહી શકાય તેવા રોગ છે?
3) સંભવિત એઇમ્સ સુધી પહોંચવા માટે માર્ગ અને અન્ય વ્યવસ્થા કેવા પ્રકારની છે?
4) નેશનલ અને સ્ટેટ હાઇવેથી એઈમ્સ સુધી પહોંચવામાં કેટલું અંતર થાય?
5) આ હાઇવેઝ પર ટ્રાફિકની સમસ્યા કેવી છે?
6) એઈમ્સ માટે ટ્રાન્સપોર્ટેશનની શું સુવિધા છે?

બે વર્ષ પહેલા કેન્દ્રની ટીમે કર્યું હતું હતું નિરીક્ષણ

નોંધનીય છે કે રાજકોટને એઇમ્સ આપવા અંગે કેન્દ્ર સરકારની ટીમે બે વર્ષ પહેલા જામનગર રોડ પર આવેલા પરાપીપીળિયા ગામની મુલાકાત લીધી હતી. હવે ફરી એક વખત આ જ જમીનમાં એઇમ્સ બનાવવા માટે છ મુદ્દા અંગે અહેવાલ માંગવામાં આવ્યો છે.
First published: September 30, 2018, 8:41 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading