મોદીના ચાહકોએ આવી રીતે લીધી સેલ્ફી,બે દિવસ પીએમ આવશે ગુજરાત

VINOD LEUVA | News18 Gujarati
Updated: April 15, 2017, 6:14 PM IST
મોદીના ચાહકોએ આવી રીતે લીધી સેલ્ફી,બે દિવસ પીએમ આવશે ગુજરાત
સુરતમાં પીએમ મોદીના સ્વાગતની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પીપળોદમાં પીએમ મોદીનું વિશાળ સ્ટેચ્યુ મુકાયું છે. જેની સાથે મોદીના ચાહકો સેલ્ફી લઇ રહ્યા છે. ક્રેનની મદદથી સ્ટેચ્યુ મુકવામાં આવ્યું છે. 16મી એપ્રિલે 25 હજાર બાઇક ચાલકો મોદીનું સ્વાગત કરશે. સુરતમાં પીએમ મોદી હરેકૃષ્ણ હબનું ઉદઘાટન કરી સભા સંબોધવાના છે. સભા બાદ સુરતથી બાજુપૂરા જવા રવાના થશે.17મી એપ્રિલે કિરણ હોસ્પિટલનું ઉદઘાટન કરાશે. ત્યારબાદ સભા સંબોધશે.સભા પછી સુરતથી બાજીપુરા જવા રવાના થશે
VINOD LEUVA | News18 Gujarati
Updated: April 15, 2017, 6:14 PM IST
સુરતમાં પીએમ મોદીના સ્વાગતની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પીપળોદમાં પીએમ મોદીનું વિશાળ સ્ટેચ્યુ મુકાયું છે. જેની સાથે મોદીના ચાહકો સેલ્ફી લઇ રહ્યા છે. ક્રેનની મદદથી સ્ટેચ્યુ મુકવામાં આવ્યું છે. 16મી એપ્રિલે 25 હજાર બાઇક ચાલકો મોદીનું સ્વાગત કરશે. સુરતમાં પીએમ મોદી હરેકૃષ્ણ હબનું ઉદઘાટન કરી સભા સંબોધવાના છે. સભા બાદ સુરતથી બાજુપૂરા જવા રવાના થશે.17મી એપ્રિલે કિરણ હોસ્પિટલનું ઉદઘાટન કરાશે. ત્યારબાદ સભા સંબોધશે.સભા પછી સુરતથી બાજીપુરા જવા રવાના થશે.

pm svagat surat1

વડાપ્રધાન બન્યા બાદ પહેલી વખત સુરતની બે દિવસની મુલાકાતે આવી રહેલા નરેન્દ્ર મોદીને આવકારવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા મેગા આયોજન કરવામાં આવ્યું છે. પીએમ મોદી 16 તારીખે જ્યારે સુરત એરપોર્ટ પર આવશે ત્યારે તેમનું સ્વાગત કર્યા બાદ અંદાજે 25000 બાઈકરો રેલી કાઢશે. આ બાઈક ચાલકો પીએમને દોરીને એરપોર્ટ થી સુરત સર્કિટ હાઉસ સુધી લઇ જશે, આ માટે એક રીહર્સલનું આયોજન ભાજપ અને પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું, જેનો ઉદ્દેશ પીએમ આવે ત્યારે કોઈ મુશ્કેલી પડે નહીં તે માટેનો હતો.

PM મોદી 16-17 એપ્રિલે ગુજરાતના પ્રવાસે

પીએમનું 16 એપ્રિલે સુરતમાં થશે આગમન
સાંજે 6:45 કલાકે સુરત એરપોર્ટ પર થશે આગમન
સાંજે 7 કલાકે સુરત ડુમસ રોડ પર 12 કિલોમીટર લાંબો રોડ-શો
રાત્રે 8 કલાકે સર્કિટ હાઉસમાં સ્થાનિક આગેવાનો સાથે એક કલાક બેઠક
રાત્રે 9 કલાકે સર્કિટ હાઉસમાં જ ડિનર, ત્યારબાદ રિઝર્વ

સોમવારનું શિડ્યુલ
સવારે 8:50 કલાકે સર્કિટ હાઉસથી બાય રોડ કિરણ હોસ્પિટલ જવા રવાના
સવારે 9 કલાકે કિરણ હોસ્પિટલના ઉદ્દઘાટન સમારોહમાં હાજરી
સવારે 9:20 કલાકે હોસ્પિટલ નજીક જાહેરસભાને સંબોધન
10:15 કલાકે કતારગામથી બાયરોડ ઈચ્છાપોર જવા રવાના
સવારે 10:35 કલાકે ઈચ્છાપોરમાં ડાયમંડ યુનિટનું ઉદ્દઘાટન કરશે
સવારે 10:45 કલાકે ઈચ્છાપોરથી એરપોર્ટ જવા રવાના થશે
સવારે 11 કલાકે હરેક્રિષ્ણ એક્સપોર્ટથી સુરત એરપોર્ટ પહોંચશે
સવારે 11:10 કલાકે સુરત એરોપોર્ટથી હેલિકોપ્ટર દ્વારા વ્યારા હેલિપેડ
સવારે 11:45 કલાકે વ્યારા હેલિપેડથી મોટરમાર્ગ બાજીપુરા પહોંચશે
બપોરે 12 કલાકે બાજીપુરામાં સુમુલ ડેરીના પ્લાન્ટનું લોકાર્પણ, જાહેરસભા
બપોરે 1:30 કલાકે ભરત વ્યારાથી સેલવાસ હેલિકોપ્ટર દ્વારા પહોંચશે
બપોરે 2 કલાકે દાદરાનગરના સેલવાસમાં જાહેરસભાને સંબોધન
બપોરે 3:30 કલાકે સેલવાસથી હેલિકોપ્ટર દ્વારા બોટાદ જવા રવાના
બપોરે 4:30 કલાકે બોટાદ હેલિપેડ ખાતે વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત
સાંજે 5 કલાકે બોટાદમાં કૃષ્ણ સાગરમાં સૌની યોજનાનું લોકાર્પણ
સાંજે 6:15 કલાકે બોટાદથી હેલિકોપ્ટર દ્વારા ભાવનગર એરપોર્ટ જશે
સાંજે 7 કલાકે ભાવનગર એરપોર્ટથી પરત દિલ્હી જવા રવાના થશે
First published: April 15, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर