રાજકોટની સાત હૉસ્પિટલમાં લાગી 'આગ', ફાયર બ્રિગેડે અનેક દર્દીનાં જીવ બચાવ્યા!

રાજકોટની સાત હૉસ્પિટલમાં લાગી 'આગ', ફાયર બ્રિગેડે અનેક દર્દીનાં જીવ બચાવ્યા!
ફાયર બ્રિગેડ તરફથી સાત હૉસ્પિટલમાં મોકડ્રીલ યોજવામાં આવી.

Rajkot fire brigade mock drill: શહેરની અલગ-અલગ સાત હૉસ્પિટલોના અલગ-અલગ વિભાગોમાં સવારે આગ ભભૂકતાં અને આકસ્મિક રીતે દર્દીઓ ફસાતાં દોડધામ મચી ગયાના અને ભય ફેલાઇ ગયાના કોલ ફાયર બ્રિગેડમાં આવતાં જ ટીમો તાબડતોબ જે તે હોસ્પિટલ ખાતે પહોંચી ગઇ હતી.

  • Share this:
રાજકોટ: રાજ્ય સરકારની સુચના અનુસાર રાજકોટ મહાનગરપાલિકા (Rajkot Municipal Corporation)ની ફાયર એન્ડ ઇમરજન્સી શાખા દ્વારા આજે તા. 06-01-2021ના રોજ શહેરની સાત હૉસ્પિટલોએ વિવિધ ફાયર બ્રિગેડ સ્ટેશન (Fire Brigade)ના ઓફિસરો અને ફાયર સ્ટાફ દ્વારા મોકડ્રીલ (Mock drill) કરવામાં આવી હતી. જેમાં હૉસ્પિટલ (Hospital)માં આગના સંજોગોમાં હૉસ્પિટલના સ્ટાફે કઈ રીતે સાવચેતી રાખવી અને દર્દીઓને સલામત સ્થળે ખસેડવા તેમજ રાહત બચાવ કાર્ય માટે શું કરી શકાય તે અંગેની પ્રેક્ટિકલ જાણકારી મોકડ્રીલ દ્વારા આપવામાં આવી હતી.

શહેરની અલગ-અલગ સાત હૉસ્પિટલોના અલગ-અલગ વિભાગોમાં સવારે આગ ભભૂકતાં અને આકસ્મિક રીતે દર્દીઓ ફસાતાં દોડધામ મચી ગયાના અને ભય ફેલાઇ ગયાના કોલ ફાયર બ્રિગેડમાં આવતાં જ ટીમો તાબડતોબ જે તે હોસ્પિટલ ખાતે પહોંચી ગઇ હતી અને આગ બૂઝાવી દર્દીઓ, સ્ટાફને બચાવવાની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે, આ કાર્યવાહીને અંતે આ તમામ હૉસ્પિટલમાં મોકડ્રીલ યોજવામાં આવ્યાનું સ્ટેશન ઓફિસર દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું.આ પણ વાંચો: આ બંને બેંકો સૌથી ઓછા વ્યાજદરે આપે છે પર્સનલ લોન, જાણો અન્ય બેંકોનો વ્યાજદરઆ પણ વાંચો: સ્કૂલો શરૂ કરવાની જાહેરાત સાથે જ ઓનલાઇન શિક્ષણનો વિરોધ! શાળા સંચાલકોમાં ગણગણાટ શરૂ

શહેરમાં જે સાત હૉસ્પિટલોએ મોકડ્રીલ કરવામાં આવી હતી તેમાં (૧) મધુરમ હોસ્પિટલ ખાતે સેન્ટ્રલ ઝોન ફાયર બ્રિગેડ સ્ટેશન દ્વારા, (૨) સિનર્જી સ્ટાર હોસ્પિટલ, મવડી રોડ ખાતે મવડી ફાયર બ્રિગેડ સ્ટેશન દ્વારા, (૩) સિનર્જી હોસ્પિટલ, ૧૫૦ ફૂટ રીંગ રોડ ખાતે રેલનગર ફાયર બ્રિગેડ સ્ટેશન દ્વારા, (૪) સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે રામદેવપીર ચોકડી ફાયર બ્રિગેડ સ્ટેશન દ્વારા, (૫) વોકહાર્ડ હોસ્પિટલ ખાતે કાલાવડ રોડ ફાયર બ્રિગેડ સ્ટેશન દ્વારા, (૬) જે.જે. પટેલ હોસ્પિટલ, કોઠારીયા રોડ ખાતે કોઠારીયા ફાયર બ્રિગેડ સ્ટેશન દ્વારા અને (૭) કામદાર રાજ્ય વિમા યોજના હોસ્પિટલ, દૂધસાગર રોડ ખાતે બેડીપરા ફાયર સ્ટેશન દ્વારા મોકડ્રીલ કરવામાં આવી હતી.

આ પણ જુઓ-

આ મોકડ્રીલની કામગીરી ગુજરાત સરકાર અને મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલની આજ્ઞાનુસાર ડે. ફાયર ઓફિસર બી.જે.ઠેબા, સ્ટેશન ઓફિસર ફિરોઝ ખાન, રાજેન્દ્ર ભટ્ટી, જાહિરખાન, કિરીટ કોહલી, અમિત દવે, લીડિંગ ફાયરમેન અશોકસિંહ ઝાલા, રાહુલ જોષી, પરેશભાઈ ચુડાસમા, જયેશભાઈ તથા તમામ ફાયર શાખાના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
Published by:Vinod Zankhaliya
First published:January 06, 2021, 18:25 pm