રાજકોટઃ રાજકોટ શહેરમાં (Rajkot city) છેલ્લા કેટલાય સમયથી ગુનાખોરીના (crime) બનાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજકોટ શહેરમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન (police station) વિસ્તારમાં અકસ્માત જેવી નજીવી બાબતે યુવાનને તલવાર અને છરીના ઘા ઝીંકી ઇજા પહોંચાડવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. ત્યારે બીજી તરફ ચોરીની એક ઘટના સામે આવી છે. જે સમગ્ર ઘટના સીસીટીવી ફુટેજમાં (cctv footage) કેદ થવા પામી છે. ત્યારે સમગ્ર મામલાના સીસીટીવી ફૂટેજ પણ હાલ વાઈરલ થઈ રહ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર 25 માર્ચ 2022 ના રોજ સવારના સાડા અગિયાર વાગ્યાના આસપાસ કેનાલ રોડ પર મોબાઇલ ફોન ચોરી ની ઘટના સામે આવી છે. સીસીટીવી ફુટેજમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે, 11 કલાક 26 મિનિટ અને 10 સેકન્ડ પર બે યુવાનો તેમજ એક યુવતી દુકાન પાસે આવતા નજરે પડી રહ્યા છે.
ત્રણેય વ્યક્તિઓ પૈકી વચ્ચે ઉભેલા યુવાનને ફરિયાદીના ઉપરના ખિસ્સામાં રહેલ મોબાઈલની ચોરી એવી રીતે કરે છે કે, તે બાબતની જાણ ખુદ તેના માલિકને પણ નથી થતી. ચોરીની ઘટનાને અંજામ આપવા ત્રણ વ્યક્તિઓ 11 કલાક 26 મીનિટ અને 10 સેકન્ડ પર દુકાન પાસે આવે છે.
ત્યાર બાદ માત્ર 20 જ સેકન્ડ માં ચોરીની ઘટનાને અંજામ આપી ત્યાંથી જતા રહે છે. થોડી વાર સુધી તો મોબાઈલ ફોનના માલિકને જાણ પણ નથી થતી કે તેના ઉપરના ખિસ્સામાં રહેલો મોબાઇલ ચોરાઇ ગયો છે. જ્યારે તેને જાણ થાય છે કે તેનો ફોન ચોરાઈ ગતો છે.
ત્યારે તેણે સીસીટીવી ફૂટેજ ચેક કરતા તેને ખ્યાલ આવે છે કે, કઈ રીતે તેનો ફોન 3 જેટલા જે શખ્સો આવ્યા હતા. તે પૈકી એક વ્યક્તિએ તેનો ફોન ચોરી લીધો છે. તે પણ એવી રીતે કે ચોરી કરતા સમયે થેલી આડી રાખી શર્ટના ઉપરના ખિસ્સા માં રહેલો મોબાઈલ ચાલાકી થી સેરવી લીધો હતો.