'હંમેશા ધાર્યુ નિશાન પાર પડતા અમારા ધારાસભ્ય લલિત વસોયા' - Video Viral


Updated: January 23, 2020, 9:19 PM IST
'હંમેશા ધાર્યુ નિશાન પાર પડતા અમારા ધારાસભ્ય લલિત વસોયા' - Video Viral
રિવોલ્વર ચલાવવાની પ્રેક્ટિસ કરી રહેલા ધારાસભ્ય લલીત વસોયા

લલિત વસોયાના સમર્થક દિનેશ પટેલે પોતાના ફેસબુકમાં આ વીડિયો પોસ્ટ કર્યો છે

  • Share this:
હજી તો અબડાસાના ધારાસભ્યના પુત્રનો ફાયરિંગ કરતો વીડિયો વાઇરલ થયાને એક દિવસ પણ નથી થયો ત્યારે હવે રાજકોટ જિલ્લાના ધોરાજી ઉપલેટાના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાનો પણ વીડિયો વાઇરલ થયો છે. લલિત વસોયાના સમર્થક દિનેશ પટેલે પોતાના ફેસબુકમાં આ વીડિયો પોસ્ટ કર્યો છે.

લલિત વસોયા નિશાન તાકીને ઉભા હોઈ તેવો વીડિયો અને તેમાં લખવામાં આવ્યું કે "હમેશા ધાર્યુ નિશાન પાર પડતાં અમારાં ધારાસભ્ય લલિત વસોયા".

જોકે લલિત વસોયાનો આ વીડિયો અત્યારે ટોપ ઓફ ધ ટાઉન બન્યો છે અને તેની લખેલુ લખાણ તેમજ વીડિયો પણ લોકો જોઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે લલિત વસોયા પણ સોશિયલ મીડિયામાં હંમેશા ખૂબ સક્રિય હોય છે અને અનેક લખાણો અને અલગ અલગ મુદ્દાના પોસ્ટર પોસ્ટ કરતા હોય છે.

જોકે સમગ્ર વીડિયો અને લખાણ વાઇરલ થતા લાલિતભાઈએ સ્પષ્ટતા કરી છે કે તેવો ગુજરાત બહાર છે અને આ વીડિયો તેના સમર્થક દ્વારા મુકવામાં આવ્યો છે. લલિતભાઈના જણાવ્યા મુજબ તેવોએ રિવોલ્વરનું લાઇસન્સ માગ્યું છે, તેની પ્રેક્ટિસ માટેની ટ્રેનિંગમાં ફાયરિંગ કર્યું છે. પરંતુ તેના સમર્થકે આ વીડિયો શૂટ કરી ફેસબુકમાં મૂકયો છે. હાલતો લલિત વસોયાએ તેના સમર્થક દિનેશ પટેલને આ વીડિયો ડીલીટ કરવા સૂચના આપી છે.જે રીતે અબડાસા ના કોંગ્રેસના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહના પુત્ર દ્વારા ફાયરિંગ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો અને બાદમાં ખુદ ધારાસભ્યએ પણ આવા વીડિયો બદલ ભૂલ હોવાનું સ્વીકારવામાં આવ્યું હતું, જોકે બાદમાં તેના પુત્ર પર પોલીસ ફરિયાદ પણ થઈ હતી.
First published: January 23, 2020
વધુ વાંચો
अगली ख़बर