Home /News /kutchh-saurastra /

Rajkot: Police Commissioner મનોજ અગ્રવાલ પર MLA ગોવિંદ પટેલનો આરોપ, 'ઉઘરાણીમાં કટકી વસૂલી'

Rajkot: Police Commissioner મનોજ અગ્રવાલ પર MLA ગોવિંદ પટેલનો આરોપ, 'ઉઘરાણીમાં કટકી વસૂલી'

Youtube Video

રાજકોટ : રાજકોટમાં પોલીસના (Rajkot Police Commissioner) કથિત મેગા ભ્રષ્ટાચારનો (Corruption) સનસનાટી ભર્યો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ શહેરના પોલીસ વડા એટલે કે પોલીસ કમિશનર (Rajkot Police commissioner Manoj Agrawal) સામે જ ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે.

વધુ જુઓ ...
    રાજકોટ : રાજકોટમાં પોલીસના (Rajkot Police Commissioner) કથિત મેગા ભ્રષ્ટાચારનો (Corruption) સનસનાટી ભર્યો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ શહેરના પોલીસ વડા એટલે કે પોલીસ કમિશનર (Rajkot Police commissioner Manoj Agrawal) સામે જ ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે. આરોપ લગાવનાર અન્ય કોઈ નહીં પરંતુ ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલ છે. ગોવિંદ પટેલે રાજકોટના પોલીસ કમિશન મનોજ અગ્રવાલ કટકી વસૂલતા હોવાની ફરિયાદ કરી છે. પટેલે આ ફરિયાદ રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને કરી છે. હર્ષ સંઘવીને લખેલા પત્રથી પોલીસ વિભાગમાં બોમ્બ ફૂટ્યો છે.

    બનાવની વિગતો એવી છે રાજકોટના મહેશ સખીયાના નામના વ્યક્તિ સાથે 12 કરોડની છેતરપિંડી થઈ હતી. આ મામલે તેમણે પોલીસ કમિશનરને કથિત રજૂઆત કરી હતી. પોલીસ કમિશનરે આ મામલે ફરિયાદ લેવાના બદલે અરજી લઈ અને ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ વિરલ ગઢવીને પોતાની ચેમ્બરમાં બોલાવ્યા હતા અને વિરલ ગઢવી પ્રથમ માળે પોતાની ચેમ્બરમાં લઈ ગયા હતા.

    આ મામલે મહેશ સખિયાએ પૂર્વ મંત્રી ગોવિંદ પટેલ અને રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાને ફરિયાદ કરી હતી. ત્યારબાદ ફરિયાદીઓ સમગ્ર મામલે સીએમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રમુખ સીઆર પાટીલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને મળ્યા હતા.

    ફરિયાદીઓ હર્ષ સંઘવીને મળ્યા બાદ ફરિયાદ દાખલ થઈ હતી. આ મામલે 75 લાખ રૂપિયાની કટકી પોલીસ કમિશનરે કરી હોવાનો એમ.એલ.એ ગોવિંદ પટેલનો આરોપ છે. આ સાથે જ ગોવિંદ પટેલે સમગ્ર ઘટના અંગે એક લેટર રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને લખ્યો છે.

    ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ વિરલ ગઢવી સામે તપાસ સોંપાઈ

    આ સમગ્ર મામલે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ વિરલ ગઢવી વિરુદ્ધ એસીપી ક્રાઈમને તપાસ સોંપાવમાં આવી છે. ગોવિંદ પટેલના લેટરબોમ્બથી ગુજરાત પોલીસના ભ્રષ્ટાચાર અંગે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

    ઉઘરાણીની રમકના 30% આપવા પડશે

    સમગ્ર માલમે ફરિયાદી જગુભાઈ સખીયાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું છે કે સીપી મનોજ અગ્રવાલે ફરિયાદના બદલે માત્ર અરજી કરવા કહ્યુ હતું. સીપી મનોજ અગ્રવાલે પોતાની ચેમ્બરમાં ગઢવીને બોલાવ્યા હતા અને ત્યારબાદ ગઢવી અમને તેમની ચેમ્બરમાં લઈ ગયા હતા. ગઢવીએ અમારી પાસે ઉઘરાણીને રકમના 30 ટકા આપવા માટે કહ્યુ હતું, આખથખરે 12 કરોડની ઉઘરાણીના મામલે નેગોસિએશન કરતા 15 ટકા લેખે 1.80 કરોડ આપવા પડશે એવું કહ્યું હતું.

    આ ઉઘરાણી પૈકી ક્રાઈમ બ્રાન્ચે 6 કરોડના કબ્જાખત અપાવ્યા હતા. જ્યારે 1.20 કરોડના ચેક અપાવ્યા હતા. જે ચેક વટાવ્યા બાદ તેમાંથી 50 લાખ અને 25 લાખ ક્રાઈમ બ્રાન્ચ પીઆઈને આપ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચનના પીઆઈ ગઢવીએ આ હવાલો પીએસઆઈ એસવી સાખરાને આપ્યો હતો.

    ફરિયાદીના મુજબ સાખરા તેમને સીપી કચેરી ખાતે આવેલ ક્રાઈમ બ્રાન્ચે પૈસા દેવા માટે લાવ્યા હતા. જ્યાં પીઆઈના કોઈ માણસે અમારી પાસેથી પૈસા લીધા હતા. આ અંગે ચાર મહિને પૂર્વ ગોવિંદ પટેલ અને રામ ભાઈ મોકરિયાને રજૂઆત કરી હતી.
    Published by:Jay Mishra
    First published:

    Tags: ક્રાઈમ crime, ગુજરાતી સમાચાર, પોલીસ કમિશનર, રાજકોટ

    આગામી સમાચાર