રાજકોટ : 'વિજય રૂપાણી CM બન્યા બાદ મેં મંત્રીપદની આશા છોડી દીધી હતી'


Updated: June 20, 2020, 1:21 PM IST
રાજકોટ : 'વિજય રૂપાણી CM બન્યા બાદ મેં મંત્રીપદની આશા છોડી દીધી હતી'
ગોવિંદ પટેલે પોતાની નારાજગીની વાતોનું ખંડન કર્યું હતું.

હું 50 વર્ષથી રાજકારણમાં છું અને જનસંઘ વખતથી ભાજપ સાથે જોડાયેલો છું.જે વાત થઇ રહી છે તે અનઅધિકૃત અને પાયા વિહોણી છે : ગોવિંદ પટેલ

  • Share this:
રાજકોટ દક્ષિણના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલ હાઇકમાન્ડથી નારાજ હોવાની ચર્ચાઓ વચ્ચે ગોવિંદ પટેલે પોતે નારાજ ન હોવાનો ખુલાસો કર્યો હતો. ગોવિંદ પટેલે દાવો કર્યો હતો કે હું 50 વર્ષથી રાજકારણમાં છું અને જનસંઘ વખતથી ભાજપ સાથે જોડાયેલો છું.જે વાત થઇ રહી છે તે અનઅધિકૃત અને પાયા વિહોણી છે.ગોવિંદ પટેલે એવું પણ ઉમેર્યુ હતુ કે વિજય રૂપાણી સીએમ બન્યા બાદ મેં મંત્રીપદની આશા છોડી દીધી હતી અને ગાંધીનગરથી મારા બિસ્ત્રા પોટલા સંકેલી લીધા હતા.

મહત્વનું છે કે ગોવિંદ પટેલ નારાજ હોવાની વાત આ બીજી વખત વહેતી થઇ છે આ અગાઉ જિલ્લા કલેક્ટર ઓફિસમાં કામ ન થવાને કારણે પણ ગોવિંદ પટેલ  નારાજ હોવાની વાત વહેતી થઇ હતી.ત્યારે હાઇકમાન્ડના દબાણથી ગોવિંદ પટેલે સ્પષ્ટતા કરી કે પછી અન્ય કોઇ કારણ તે સૌથી મોટો સવાલ છે.


આ પણ વાંચો :  AMA તથા ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની હાઇકોર્ટેમાં અરજી, કોરોનાના પરીક્ષણ માં વધારો જરૂરી

ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી ગોવિંદ પટેલ પાર્ટીથી નારાજ હોવાની વાત ચાલી રહી હતી ત્યારે આજરોજ ગોવિંદ પટેલને પોતે પ્રેસ કોન્ફરન્સ કરી છેલ્લા કેટલાય સમયથી જ અટકળો ચાલી રહી હતી તે અટકળો પર પૂર્ણવિરામ લાદ્યો છે. તો સાથે જ પોતાના રાજકીય કારકિર્દી અંગે જણાવતા કહ્યું હતું કે હવે પરિવાર મોટો થયો છે ત્યારે થોડાક વાસણો ખખડતા હોય છે.

આ પણ વાંચો :  સુરત : નોકરીની શોધમાં નીકળેલા યુવાનનું કારસ્તાન, લાઇસન્સ માંગતા બાઇક સળગાવાનો પ્રયાસછેલ્લા કેટલાય સમયથી જે રીતે કોંગ્રેસના ધારાસભ્યો કોંગ્રેસથી નારાજ થઈને રાજીનામું આપે છે જે બાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમનો સ્વીકાર કરવામાં આવે છે તેમને ટિકિટ આપવામાં આવે છે તો સાથે જ કેટલાકને મંત્રીપદ પણ આપવામાં આવે છે જે વાત વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા કાર્યકરોમાં આગેવાનોમાં તેમજ નેતાઓમાં આંખમાં કણાની જેમ ખુંચી રહી છે
First published: June 20, 2020, 1:21 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading