રોગચાળો તો નિમિત્ત છે, જીવન મરણ કુદરતના હાથમાં : MLA ગોવિંદ પટેલ

રાજકોટમાં રોગચાળા મુદ્દે યોજાયેલી હાઇપાવર કમિટીની મીટિંગ પૂર્વે ધારાસભ્ય ગોવિંદ પટેલે રોગચાળાથી મૃત્યુ પામેલા બાળકને કુદરતની મરજી ગણાવી

News18 Gujarati
Updated: August 22, 2019, 10:19 AM IST
રોગચાળો તો નિમિત્ત છે, જીવન મરણ કુદરતના હાથમાં : MLA ગોવિંદ પટેલ
રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલે કહ્યું હતું રોગચાળો હોય કે હાર્ટ એટેક જીવન મરણ તો ઇશ્વરના હાથમાં છે.
News18 Gujarati
Updated: August 22, 2019, 10:19 AM IST
હરિન માત્રાવાડિયા, રાજકોટ : રાજકોટમાં આજે રોગચાળાના મુદ્દે આરોગ્ય કમિશનર જયંતિ રવિ દોડી આવ્યા છે. સિવિલ હૉસ્પિટલમાં હાઇપાવર કમિટીની બેઠક યોજાઈ રહી છે. આ બેઠક પૂર્વ રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલે બેજવાબદારીભર્યુ નિવેદન કર્યુ છે. ગઈકાલે રાજકોટમાં તાવના કારણે એક બાળકનું મોત થયું હતું. આ મોત રોગચાળા કારણે થયું છે ત્યારે તંત્ર શું પગલાં ભરી રહ્યું છે એવો સવાલ પૂછતાં ગોવિંદ પટેલે કહ્યું હતું કે રોગચાળો તો માત્ર નિમિત્ત માત્ર છે બાકી જન્મ અને મૃત્યુ ઇશ્વરના હાથમાં છે.

“અતિવૃષ્ટીના કારણે અને ગટરો ઉભરાઈ જવાના કારણે રોગચાળાની સ્થિતિ સર્જાઈ છે. સરકાર સતર્ક છે. આજે સરકાર દ્વારા હાઇપાવર કમિટીની મિટિંગ રખાઈ છે. મારા અનુભવે આપણે જે જે રજૂઆતો કરી છે તે મુદ્દે સરકાર એક્શન લઈ રહી છે. આજે રાજકોટની હૉસ્પિટલમાં ખામીઓ જે કાઈ પણ ખામીઓ હશે તે દૂર કરાશે. રોગચાળો હોય કે અકસ્માત હોય કે પછી હાર્ટ એટેક હોય આ તમામ બાબતો મૃત્યુ માટે નિમિત્ત બનતી હોય છે બાકી જન્મ અને મૃત્યુ ભગવાનના હાથમાં છે. ”


આ પણ વાંચો :   રોગચાળાના ભરડામાં રાજકોટ, આરોગ્ય સચિવ દોડી જશે

આરોગ્ય કમિશનરે મીટિંગ કરી
આરોગ્ય કમિશનર જયંતિ રવિએ રાજકોટ સિવિલ હૉસ્પિટલમાં હાઇપાવર કમિટીની મીટિંગ યોજી હતી.
First published: August 22, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...