બળાત્કારનાં આરોપીને સગીરાનાં પરિવારે માર્યો માર, સારવાર દરમિયાન મોત

News18 Gujarati
Updated: May 1, 2019, 11:53 AM IST
બળાત્કારનાં આરોપીને સગીરાનાં પરિવારે માર્યો માર, સારવાર દરમિયાન મોત
મૃતક આરોપીની ફાઇલ તસવીર

ચાર દિવસ પહેલા ફરિયાદી યુવતીના પિતા સહિતના લોકોએ આરોપીને માર માર્યો હતો.

  • Share this:
હરીન માત્રાવાડીયા, રાજકોટ: શહેરમાં ચાર દિવસ પહેલા થયેલા બળાત્કારનાં આરોપીનું મોત નીપજ્યું છે. ચાર દિવસ પહેલા ફરિયાદી યુવતીના પિતા સહિતના લોકોએ આરોપીને માર માર્યો હતો. જે પછી ઇજાગ્રસ્ત યુવક સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો. ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ છે. જેના કારણે આ કેસ હત્યામાં પલટાયો છે. મહત્વનું છે કે બળાત્કાર કેસના આરોપીએ સગીરા સાથે 2 વખત દુષ્કર્મ આચર્યુ હતું. જે બાદ સગીરાના પરિવારજનોએ યુવકને માર માર્યો હતો. માર મારવાને કારણે 5 લોકોની અટકાયત કરવામાં આવી હતી. હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

જાણો આખી ઘટના

રાજકોટનાં કોઠારીયા રણુજા મંદિર પાસે જયનગરમાં રહેતાં દિવ્યેશ તુલસીભાઇ ગોંડલીયા (ઉ.20) નામના બાવાજી યુવાનને નજીકના વિસ્તારમાં રહેતી 14 વર્ષની કિશોરી સાથે પહેલા ફેસબુક પરથી મિત્રતા કેળવી હતી. જે બાદ બંને વચ્ચે પ્રેમ થયો હતો. તે શનિવારે મૃતક કિશોરને બાઇક પર ચોટીલા દર્શન કરવા લઇ ગયો હતો. આ અંગે છોકરીનાં પરિવારને ખબર પડતા સાંજે પિતાએ યુવકને પોતાના કારખાને વાતચીત કરવા બોલાવ્યા બાદ બીજા ચાર જણા સાથે મળી ધોકા અને પ્લાસ્ટીકના પાઇપથી ઢોર માર માર્યો હતો. તેની ગંભીર ઇજા થતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: સુરત બળાત્કાર કેસ : નારાયણ સાંઇએ ચાલુ કોર્ટમાં લખ્યો પત્ર

ફરિયાદમાં જણાવ્યાં પ્રમાણે મૃતક યુવાને કિશોરીને લલચાવી ફોસલાવીને તા. 13/4ના રોજ કોઠારીયા રોડ પરના એક ફલેટમાં લઇ જઇ ઇચ્છા વિરૂધ્ધ શરીર સંબંધ બાંધ્યા હતા. જે બાદ ચોટીલા લઈ જઈ ગેસ્ટહાઉસમાં દુષ્કર્મ આચર્યુ હતું. જેથી મૃતક યુવક સામે અપહરણ, બળાત્કાર અને પોકસો હેઠળ ગુનો નોંધાયો હતો.

આ પણ વાંચો: રાજકોટઃ માતા ગરબા શીખી રહી હતી અને બાળકને શ્વાનોએ ફાડી ખાધું'લગ્ન કરી લઇશું તેવું કહ્યું હતું'

ચોટિલાથી પરત આવીને સગીરાએ પરિવારજનોએ પુછતાં કહ્યું હતું કે, 'દિવ્યેશે લગ્ન કરી લઇશું તેવી વાતો કરી હતી. મને ફરવા જવાનું કહી બાઇક પર બેસાડી ચોટીલા લઇ ગયો હતો. ત્યાં શિવશકિત ગેસ્ટહાઉસમાં રૂમ નં. 103માં રોકાયા હતાં. મારી મરજી વિરૂધ્ધ શરીર સંબંધ બાંધી લીધો હતો. બાળાએ આગળ જણાવ્યું હતું કે બાદમાં ગેસ્ટ હાઉસથી નીકળી ચોટીલા દર્શન કર્યા હતાં. તે મને હુડકો પાસેની શેરીમાં ઉતારીને જતો રહ્યો હતો.'
First published: May 1, 2019, 11:48 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading