રાજકોટઃ રાજકોટ જિલ્લામાં એક ચોંકાવનારો અજીબો ગરીબ (OMG) કિસ્સો સામે આવ્યો છે. સગીરાને પેટમાં દુખાવો (Minor girl) ઉપડતાં તેની માતા સહિતના પરિવારજનો દ્વારા હોસ્પિટલ (Hospital) તપાસ અર્થે લઇ જવામાં આવી હતી. પરંતુ તબીબી (doctor) તપાસના અંતે સગીરાને પાંચ માસનો ગર્ભ હોવાની વાત સાંભળતા જ માતા સહિતના પરિવારજનોના પગ તળેથી જમીન સરકી ગઇ હોય તે પ્રકારનો અહેસાસ થયો હતો.
રાજકોટ શહેર બાદ રાજકોટ જિલ્લામાં વધુ એક વખત સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. તાજેતરમાં જ રાજકોટ શહેરમાં આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સગીરાને સાત માસનો ગર્ભ હોવાનું બહાર આવ્યું છે. ત્યારે રાજકોટ જિલ્લાના મેટોડા જી.આઈ.ડી.સી પાસે ઓરડીમાં રહેતી એક સગીરાને ઘરમાં ઘૂસી ધમકાવી તેની સાથે બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સગીરાની માતા દ્વારા સગીરાને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં ફરજ પર હાજર રહેલા તબીબે સગીરાને તપાસતા તેને પાંચ માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે સગીરાને તેની માતા દ્વારા પૂછવામાં આવતા તેણે જણાવ્યું હતું કે, પાંચ એક માસ પૂર્વે તેના ઘર પાસે ઓડી માં રહેતો અને મજૂરી કામ કરતો બિહારનો વિકાસ તાતી ગેરકાયદેસર રીતે ઓરડી માં પ્રવેશ્યો હતો.
ત્યારબાદ તેણે બળજબરીપૂર્વક મારી સાથે દુષ્કર્મ આચર્યું હતું. તેમજ મને ધમકી આપી હતી કે જો તું વાત કોઇને કહીશ તો તને અને તારી માતા તેમજ તારી બહેનને જાનથી મારી નાખીશ. જેથી ડરના કારણે મેં આજ દિવસ સુધી કોઈને આ વાત જણાવી નહોતી.
સમગ્ર મામલાની જાણ લોધીકા પોલીસને થતા લોધીકા પોલીસના પીએસઆઇ જાડેજા દ્વારા પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને સકંજામાં લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ત્યારે કેટલા સમયમાં આરોપી પોલીસના હાથે ઝડપાઇ છે તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર