રાજકોટઃ 'પરિવાર લગ્ન કરવા નહીં દે તે માટે હું ઘરથી દુર જાઉં છું', સગા માસીના દીકરા સાથે લગ્ન શક્ય ન થતાં તરુણીએ છોડ્યું ઘર

રાજકોટઃ 'પરિવાર લગ્ન કરવા નહીં દે તે માટે હું ઘરથી દુર જાઉં છું', સગા માસીના દીકરા સાથે લગ્ન શક્ય ન થતાં તરુણીએ છોડ્યું ઘર
પ્રતિકાત્મક તસવીર

ચિઠ્ઠીમાં જાનવી લખ્યું છે કે, મારે કિશન સાથે પ્રેમ સંબંધ છે. પરંતુ પરિવાર લગ્ન કરવા નહીં દે તે માટે હું ઘરથી દુર જાઉં છું.  આખરે જાનવીની સ્કુલ બેગ ચેક કરતાં તેમાં તેણે લખેલી ચિઠ્ઠી મળી આવી હતી.

  • Share this:
રાજકોટ: શહેરમાં પ્રેમ પ્રસંગને લગતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. કૌટુંબિક ભાઈ સાથે લગ્ન શક્ય (marriage with cousin) ન હોવાના કારણે ચિઠ્ઠી લખી તરુણીએ પોતાનું ઘર (minor girl left home) છોડ્યું હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે થોરાળા પોલીસ (thorala police) દ્વારા તરુણી ગુમ થવા મામલે અપહરણની (Kidnapping) ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. વર્ષ 1990માં બોલિવૂડની સુપર ડુપર હિટ ફિલ્મ " દિલ " આવી હતી. જે ફિલ્મમાં બોલીવુડના જાણીતા એવા પરફેક્ટનિસ્ટ મિસ્ટર આમિર ખાન અને માધુરી દીક્ષિતે અભિનેતા અને અભિનેત્રી તરીકેની ભૂમિકા નિભાવી હતી. તો સાથે જ આ ફિલ્મનું ગીત હતું જેના શબ્દો છે " હમને ઘર છોડા હે રસમોં કો તોડા હૈ હે, દૂર કહી જાયેંગે નયી દુનિયા બસાયેંગે "

ત્યારે રાજકોટ શહેરના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. જે કિસ્સામાં દૂધસાગર રોડ વિસ્તારમાં રહેતી જાનવી નામની તરૂણીએ (નામ બદલાવેલ છે) ચિઠ્ઠી લખી પોતાનું ઘર છોડ્યું હોવાનું સામે આવ્યું છે. ચિઠ્ઠીમાં જાનવી લખ્યું છે કે, મારે કિશન સાથે પ્રેમ સંબંધ છે (નામ બદલાવેલ છે). પરંતુ પરિવાર લગ્ન કરવા નહીં દે તે માટે હું ઘરથી દુર જાઉં છું.સમગ્ર મામલે તરુણીના પિતાએ થોડા પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવતાં જણાવ્યું છે કે, મારે સંતાન ત્રણ દીકરી અને એક દીકરો છે. 15 વર્ષીય સૌથી મોટી પુત્રી ધોરણ 10મા નાપાસ થયા બાદ તેની માતા સાથે કેટરસમાં કામે જતી હતી. ગત 24 તારીખના રોજ ચોટીલા પંથકમાં રહેતા સસરાના ગામે રામામંડળ જોવા હું મારી પત્ની પુત્ર અને પુત્રી સાથે ગયો હતો.

આ પણ વાંચોઃ-આયશાને મળ્યો ન્યાય! 'તું મરી જા અને વીડિયો મોકલજે', કહેનાર પતિ આરીફની રાજસ્થાનમાંથી કરી ધરપકડ

આ પણ વાંચોઃ-આયશા આપઘાત કેસ: આયેશા સામે પતિ આરીફ તેની મહિલા મિત્ર સાથે વાત કરતો હતો, લગ્ન કરવાની પણ તૈયારી હતી

બીજે દિવસે ઘરે પરત આવતા મોટી પુત્રી ઘરમાં જોવા નહોતી મળી. પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે જાનવી કેટરર્સ માં જવાનું કહીને ઘરેથી નીકળી હતી પરંતુ તે ઘરે પરત નથી આવી. કેટર્સ માં તપાસ કરતા તે ત્યાં પણ નહીં હોવાનું જાણવા મળ્યું હતું. રાત સુધી તપાસ કરવા છતાં પુત્રીની ભાળ મળી નહોતી. ત્યારે આખરે જાનવીની સ્કુલ બેગ ચેક કરતાં તેમાં તેણે લખેલી ચિઠ્ઠી મળી આવી હતી.

આ પણ વાંચોઃ-રાજકોટઃ 'ઘર કંકાસના કારણે આપઘાતનું પગલું ભર્યું છું', ડોક્ટરના પુત્રએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

આ પણ વાંચોઃ-ચોંકાવનારી ઘટના! પ્રેમિકાની ઇચ્છાથી પ્રેમીને પલંગ સાથે બાંધી શરીર સંબંધ બાંધવો ભારે પડ્યો, પ્રેમીનું થયું મોત

તો બીજી તરફ જાનવી પોતાનું આધારકાર્ડ જન્મ તારીખનો દાખલો શાળાનું સર્ટિફિકેટ તેમજ રૂપિયા 3000 તેની સાથે લઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. જાનવી ને તેના સગા માસીના દીકરા કિશન સાથે પ્રેમસંબંધ હોવાની પરિવારજનોને 6 મહિના પહેલા ખબર પડી હતી. જેના કારણે બંને પરિવારે સમાજની દ્રષ્ટિએ જાનવી અને કિશન ભાઈ બહેન હોય જેના કારણે લગ્ન ન થઈ શકે તેવું સમજાવી ત્રણ મહિના પહેલા સંબંધ તોડાવ્યા હતા. ત્યારે જાનવી ઘર છોડીને જતી રહેતા તેના પરિવારજનોએ કિશન ના ઘરે પણ તપાસ કરી હતી પરંતુ કિશન તેના ઘરે મળી આવ્યો હતો.આખરે પાંચ દિવસ બાદ દીકરી જાનવી ની કોઈ ભાળ નહીં મળતા જાનવીના પિતા થોરાળા પોલીસમાં અપહરણનો ગુનો નોંધાવ્યો છે. ત્યારે સમગ્ર મામલે ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં થોરાળા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જી.એમ.હડિયાએ જણાવ્યું હતું કે, તરુણી ગુમ થયા બાબતની ફરિયાદ તરુણી ના પિતા દ્વારા થોરાળા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે. ફરિયાદને ગંભીર ગણતા દીકરી ને શોધવા માટે અમારી ટીમ સતત પ્રયત્નશીલ છે. ટેકનિકલ સર્વેલન્સ નો પણ સહારો લેવામાં આવી રહ્યો છે. વહેલામાં વહેલી તકે તરુણીનું તેના પરિવાર સાથે મિલન થાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
Published by:ankit patel
First published:March 02, 2021, 20:17 pm

ટૉપ ન્યૂઝ