'FYમાં ભણતી પ્રેમિકા લગ્નના બદલે લીવ ઇનમાં રહેવાનું કહેતા ઝગડો થયો, મને આપઘાતનો વિચાર આવે છે'

'FYમાં ભણતી પ્રેમિકા લગ્નના બદલે લીવ ઇનમાં રહેવાનું કહેતા ઝગડો થયો, મને આપઘાતનો વિચાર આવે છે'
40 લોકોએ પોતાની સમસ્યા જણાવી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનમાં માનસિક સમસ્યાને લઇ કેમ્પ યોજાયો હતો જે કેમ્પમાં 40થી વધુ લોકોએ પોતાની માનસિક સમસ્યા જણાાવી

  • Share this:
રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનમાં માનસિક સમસ્યાનો કેમ્પ યોજાયો. કોરોના કાળમાં માનસિક સમસ્યા ધરાવનારા લોકોનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 40થી વધુ લોકોએ માનસિક સમસ્યાઓ રજૂ કરી હતી. એક સર્વે મુજબ અમુક ટકા લોકો લોકડાઉન સમયમાં કે રીતે માનસિક તણાવ વચ્ચે જીવતા હતા આ ઉપરાંત અનેક એવા સર્વે પણ યુનિવર્સિટી માં કરવામાં આવ્યા હતા.

કિસ્સો - 1


ઓનલાઈન અભ્યાસથી વિદ્યાર્થીને શ્વાસ લેવામાં તકલીફ હોવાની માનસિક સમસ્યા હોવાનું સામે આવ્યું છે.

કિસ્સો 2
કોલેજના થર્ડ યરના વિદ્યાર્થીને ફસ્ટ યરની વિદ્યાર્થીની સાથે પ્રેમ થયો, યુવતીએ લગ્ન ને બદલે લીવ ઇન રિલેશનમાં રહેવાનું કહેતા ઝઘડો થયો હતો જેથી માનસિક તણાવમાં આવી આપઘાત કરવાના વિચાર પણ વિચાર આવતા હોવાની ફરિયાદ સામે આવી હતી.

આ પણ વાંચો - રાજકોટ : 8 ચોપડી પાસ, ભણેલા-ગણેલાઓને છેતરતા, ચાર યુવતીઓ સહિત સાતની ધરપકડ

કિસ્સો 3
55 વર્ષના પ્રૌઢના પિતા અને ભાઈઓનું કોરોનાથી મોત થતા રડી નહોતા શક્યા, સ્વપ્નમાં પિતા અને ભાઈઓ આવતા અમે તે અમને બચાવ્યા નહિ કહેતા હતા, જેથી પ્રૌઢને ડાયાબીટીસ અને બ્લડ પ્રેસર વધ - ઘટ થતું હોવાનો કિસ્સો પણ સામે આવ્યો છે.



કિસ્સો 4
એક 75 વર્ષીય વૃદ્ધની પણ સમસ્યા સામે આવી હતી જેમાં 42 વર્ષે પુત્રના લગ્ન થતા અને બે વર્ષમાં છુટાછેડા થતા પુત્રીના લગ્ન થતા નથી. જેની ચિંતામાં સતત રહેતા વૃદ્ધનો મૃત્યુ ચિંતા આંક વધ્યો હતો.

આ કાર્યક્રમ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના ઉપકુલપતિ ડો. વિજય દેસાણીએ સૂચન કર્યું હતું કે સાયકોલોજીકલ વેલનેશ સેન્ટર કાયમી શરૂ કરવા સૂચન કર્યું હતું. આ સાથે જ ભવિષ્યમાં સરકારમાં દરખાસ્ત પણ મુકવામાં આવશે અને ધ્યાન દોરવામાં આવશે. મહત્વ નું છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનમાં માનસિક સમસ્યાને લઇ કેમ્પ યોજાયો હતો જે કેમ્પમાં 40 થી વધુ લોકોએ પોતાની માનસિક સમસ્યા જણાાવી હતી તો અન્ય પણ આવી અનેેેક સમસ્યાઓ સામે આવી હતી.
Published by:kiran mehta
First published:January 17, 2021, 17:48 pm

ટૉપ ન્યૂઝ