રાજકોટ: આયુષ્યમાન ભારત યોજનાનો મેગા કેમ્પ 10 ફેબ્રુઆરીએ યોજાશે

News18 Gujarati
Updated: February 2, 2019, 3:41 PM IST
રાજકોટ: આયુષ્યમાન ભારત યોજનાનો મેગા કેમ્પ 10 ફેબ્રુઆરીએ યોજાશે
પ્રતિકાત્મક તસવીર

રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં આ યોજના અંતર્ગત આશરે ૯૬૦૦૦ જેટલા લાભાર્થીઓને લાભ મળવા પાત્ર છે.

  • Share this:
રાજકોટ મહાનગરપાલીકા દ્વારા આવતા.રવિવારે (૧૦ ફેબ્રુઆરી) રાજકોટમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં રાજકોટ શહેરનાં વધુમાં વધુ શહેરીજનોને આરોગ્યની સેવાઓનો લાભ મળી રહે તેવા હેતુથી ધર્મેન્દ્રસિંહજી લોં (ડી.એચ.)કોલેજ, યાજ્ઞિક રોડનાં ગ્રાઉન્ડ ખાતે ”આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (આયુષ્માન ભારત PM-JAY)” અને “મુખ્યમંત્રી અમૃતમ/વાત્સલ્ય યોજના” ના કાર્ડ માટેના મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

મેયર બિનાબેન આચાર્યે જણાવ્યું હતું કે, આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો શહેરના મહત્તમ નાગરિકો લાભ લઇ શકે તે હેતુથી ગુજરાતમાં સૌપ્રથમ રાજકોટમાં મહાનગરપાલિકા દ્વારા આ મેગા કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. જેમાં “મુખ્યમંત્રી અમૃતમ/વાત્સલ્ય યોજના”ને પણ આવરી લેવામાં આવેલો છે.

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (આયુષ્માન ભારત PM-JAY)

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં સામાજિક, આર્થિક અને જાતિ આધારીત SECC સર્વેક્ષણ ૨૦૧૧અંતર્ગત નોધયેલા અને નિયત માપદંડો ધરાવતા ગ્રામ્ય અને શહેરી વિભાગના લાભાર્થીઓને ગુજરાત તેમજ અન્ય કોઈ પણ રાજ્યમાં આયુષ્માન ભારત અંતર્ગત જોડાયેલ ખાનગી હોસ્પિટલોમાં, સરકારી, અર્ધ સરકારી હોસ્પિટલોમાં વાર્ષિક કુટુંબદીઠ રૂ. ૫,૦૦,૦૦૦ (પાંચ લાખ ) સુધીની વિના મુલ્યે આશરે ૧૭૯૫ પ્રકારની પ્રાથમિક, સેકન્ડરી અને ટર્શરી બીમારીઓ સામે આરોગ્ય કવચ પૂરું પાડવામાં આવે છે.

રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં આ યોજના અંતર્ગત આશરે ૯૬૦૦૦ જેટલા લાભાર્થીઓને લાભ મળવા પાત્ર છે. રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તાર માં ૨૫ જેટલી ખાનગી હોસ્પિટલો આ યોજના હેઠળ સંલગ્ન છે.

મેગા કેમ્પ અગાઉનાં દિવસોમાં રાજકોટનાં મર્યાદિત લાભાર્થીઓને આરોગ્ય શાખા નાં આશા વર્કર અને એ.એન.એમ દ્વારા રાજ્યમાંથી ફાળવેલ પ્રધાનમંત્રી પત્ર (સ્લીપનું) વોર્ડ વાઈસ ઘરે ઘરે જઈને વહેચણી કરશે.આ સ્લીપ મળેલ કુટુંબના દરેક સભ્યે આ પ્રધાનમંત્રી પત્ર (સ્લીપનું) સાથે પોતાનું અસલ આધારકાર્ડ અને બારકોડેડ રેશન કાર્ડ લઈને કેમ્પના સ્થળે તા.૧૦.૨.૨૦૧૯ ના સવારે ૮.૩૦વાગ્યે આવાનું રહેશે. આ કાર્ડ લાભાર્થી એનરોલ થયા બાદ ૧મહિના પછી મળશે.

મુખ્યમંત્રી અમૃતમ/વાત્સલ્ય (મા) યોજના

આ યોજના અંતર્ગત લાભાર્થીઓને ગંભીર પ્રકારની બીમારીઓમાં કેશલેસ સારવાર, એક ઉત્તમં પ્રકારની ગુણવત્તાસભર તબીબી સારવાર મને ઉંચા તબીબી ખર્ચ સામે નાણાકીય સુરક્ષા મળી રહે તે માટે ગુજરાત રાજ્યના તમામ જીલ્લાઓમાં ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબો માટે મુખ્યમંત્રી અમૃતમ (મા) યોજનાનો લાભ મળશે. “મા” અને “મા વાત્સલ્ય” યોજનાના તમામ લાભાર્થીઓને યોજના હેઠળ નિયત કરેલ ગંભીર બીમાંરીઓ અને પ્રોસીજરો માટે વાર્ષિક રૂ. ૩,૦૦,૦૦૦/- સુધીની કેશલેસ સારવાર મળવાપાત્ર રહેશે.

આ યોજના નો લાભ વાર્ષિક ૩ લાખથી ઓછી આવક ધરાવતા માધ્યમવર્ગીય કુટુંબો તેમજ વાર્ષિક ૬ લાખ કે તેથી ઓછી આવક ધરાવતા સીનીયર સીટીઝનને મળશે

રવિવારનાં મેગા કેમ્પનાં આયોજનનાં ભાગ રૂપે આ યોજનાનું કાર્ડ કઢાવવા માટે રાજકોટ શહેરની ૧૮ મુખ્ય વોર્ડ ઓફીસ પરથી ફોર્મ મળશે. જે લાભાર્થીએ ફોર્મની વિગત ભરી ને ૧) બારકોડેડ રેશન કાર્ડ ૨) આધારકાર્ડ/ ચુંટણી કાર્ડ ૩) મામલતદાર નો ૩,૦૦,૦૦૦ થી ઓછીં આવકનો દાખલો આટલા ડોક્યુમેન્ટ સાથે તા. ૬.૨.૨૦૧૯ સુધી માં લાગત વોર્ડ ઓફીસ માં જમા કરવાનું રહેશે.

આ ફોર્મ જમા કરાવ્યા બાદ વોર્ડ ઓફીસ માંથી કેમ્પના અગાઉના દિવસો માં ટોકન નં. લાભાર્થીને મળશે જે લઈને કેમ્પ સ્થળ પર તા.૧૦.૨.૨૦૧૯ ના સવારે ૮.૩૦વાગ્યે દર્શાવેલ ટોકન ની જગ્યાએ જવાનું રહેશે. આ કાર્ડ લાભાર્થી એનરોલ થયા બાદ ૧૫ થી ૨૦ દિવસ પછી મળશે.
First published: February 2, 2019, 1:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading