ઇન્દ્રનિલને રાજકારણમાં પાછું સક્રિય થવું કે કેમ ? : રાજકોટમાં 6 સમાજના આગેવાનોની મળી બેઠક

News18 Gujarati
Updated: July 8, 2018, 12:35 PM IST
ઇન્દ્રનિલને રાજકારણમાં પાછું સક્રિય થવું કે કેમ ? : રાજકોટમાં 6 સમાજના આગેવાનોની મળી બેઠક
પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનિલ રાજ્યગુરુ

તાજેતરમાં રાજકોટના અને કોંગ્રેસ સાથે વર્ષોથી સંકળાયેલા એવા દિગ્ગજ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કોંગ્રેસથી છેડો ફાડ્યો હતો.

  • Share this:
તાજેતરમાં રાજકોટના અને કોંગ્રેસ સાથે વર્ષોથી સંકળાયેલા એવા દિગ્ગજ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કોંગ્રેસથી છેડો ફાડ્યો હતો. જોકે, ઇન્દ્રનીલને રાજકારણમાં પાછું સક્રિય થવું જોઇએ કે કેમ તે અંગે બેઠક મળી છે. મળતી માહિતી પ્રમાણે રાજકોટની હોટલમાં જુદા જુદા સમાજના આગેવાનો હાજર રહીને આ અંગે ચર્ચા કરી હતી. જોકે, આ અંગે વિપક્ષીનેતા વશરામ સાગઠિયાએ નિવેદન આપ્યું હતું કે, બેઠકમાં રાજકારણને સ્થાન ન હોવાથઈ હું બેઠકમાં ગયો નથી. ઉલ્લેખનીય છે કે, ઇન્દ્રનીલ રાજ્યગુરુ અત્યારે વિદેશ પ્રવાસે છે. તેઓ આવતી કાલે સોમવારે પરત ફરવાના છે. આ પહેલા તેમને રાજકારણમાં સક્રિય થવું જોઇએ કે કેમ એ અંગે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં છ સમાજના આગેવનો સામે આવીને બેઠકમાં ભાગ લીધો હતો.

માનવામાં આવી રહ્યું છે કે, કોંગ્રેસના પૂર્વ દિગ્ગજ નેતા કુંવરજી બાવળિયાએ પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આવી સ્થિતિમાં ઇન્દ્રનીલ જૂથ સક્રિય થયું છે. બાવળિયાના રાજીનામા પહેલા જ ઇન્દ્રનીલે કોંગ્રસમાંથી રાજીનામું આપ્યું હતું.

25 જૂને આપ્યું હતું ઇન્દ્રનિલે રાજીનામું

ઉલ્લેખનીય છે કે, ઇન્દ્રનિલ રાજ્યગુરુ એ નેતા છે જેમણે ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન મુખ્યમંત્રી વિજય રુપાણી સામે કોંગ્રેસ તરફથી ચૂંટણી લડતા હતા. જોકે, તેઓ આ ચૂંટણી હારી ગયા હતા. પ્રદેશની નારાજગીના કારણે કોંગ્રેસ છોડવાનો નિર્ણય કર્યો હોવાનું ઇન્દ્રનિલ રાજ્યગુરુ જણાવ્યું હતું. તેમણે કોંગ્રેસમાંથી અને તમામ હોદ્દાઓ અને જવાબદારીઓમાંથી રાજીનામું આપ્યું છે. રાજીનામુ આપ્યા પાદ પૂર્વધારાસભ્ય ઇન્દ્રનિલ રાજ્યગુરુએ પ્રેસકોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, એક જુથબંધીના ભાગરૂપે નિરિક્ષકો બહુમત કોર્પોરેટરોને સાંભળવાના બદલે એક કુવરજીનો અને એક ઇન્દ્રનિલભાઇનો આવી રીતે સ્ટેન્ડિંગ કમિટિમાં નામ મુકવા માગતા હતા. એ વાતનો પણ મારો વિરોધ હતો. 22 કોર્પોરેટ નારાજ થાય એ નાપોશા ત્યાર બાદ બે નામ મુકવા એવી રીતો મેં કોંગ્રેસમાં જોઇ છે.

હું રાજકારણમાં લોકોની સેવા કરવા આવ્યો છું

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સાચી અને સારી વાત શું છે તેની બદલે હંમેશા એવું સમજાવામાં કે પાર્ટી પોલિટિક્સમાં આવું જ હોય. હું કોઇ પાર્ટી પોલિટિક્સ કરવા નથી આવ્યો. હું રાજકારણમાં લોકોની સેવા કરવા આવ્યો છું. લોકોની સેવા કરવા માટે કોંગ્રેસ શ્રેષ્ઠ વિકલ્પ છે. લોકો માટે કોંગ્રેસના વિચારો સારા જ છે.ભાજપના વિચારો દેશનું નિકંદન કાઢનારા છે

ભાજપ કરતા કોંગ્રેસના વિચારો સારા જ છે. પરંતુ પ્રદેશમાં હંમેશા મેં મારી નારાજગી વ્યક્ત કરી છે. ભાજપમાં આ ભવે પણ નહીં અને આવતા ભવે પણ છે. દેશના સારા માટે કોંગ્રેસના વિચારો છે. ભાજપના વિચારો દેશના નિકંદન કાઢવા માટે છે.

હું પ્રદેશની નારાજગીથી કોંગ્રેસ છોડું છું

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હું પ્રદેશની નારાજગીથી કોંગ્રેસ છોડું છું. ક્યા પ્રકારની શું વાત છે એ તો ભવિષ્ય જ કહેશે. પરંતુ હું લોક સેવા ક્યારે નહીં મુકું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કયા માધ્યમથી લોક સેવા કરવી એ હું વિચારીશ.
First published: July 8, 2018, 12:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading