ઉપલેટાના શૈક્ષણિક સંકુલના સંચાલકને મોકલવામાં આવેલા બોમ્બ પ્રકરણનો પોલીસ ભેદ ઉકેલી લીધો છે. રાજકોટ રૂરલ પોલીસે બોમ્બના માસ્ટરમાઇન્ડની ધરપકડ કરી છે. ત્યારબાદ તેની પૂછપરછમાં આરોપીએ એવા ખુલાસા કર્યા કે પોલીસકર્મીઓ પણ અચંબીત રહી ગયા હતા. 1999માં ગુજરાતમાં થયેલા બોમ્બ બ્લાસ્ટનો માસ્ટરમાઇન્ડ રહી ચૂક્યો છે.
અહીં ક્લિક કરી વાંચો 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' ગેરકાયદે છે; આરોપ છે આ પૂર્વ મુખ્યમંત્રીનો !
પોલીસ દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં જણાવવામાં આવેલી માહિતી પ્રમાણે રાજકોટ ઉપલેટાની ક્રીશ્ના શૈક્ષણીક સંકુલમાંથી બોમ્બ મળી આવ્યો હતો, જેમાં તપાસ કરતાં આ બોમ્બ મોકલનાર વ્યક્તિ રાજકોટનો રહેવાસી અને તેનું નામ 68 વર્ષિય નાથા ડોબરિયા હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ નાથા ડોબરિયાની પુછપરછમાં તેણે કબૂલ્યું કે 1999માં થયેલા બ્લાસ્ટમાં પણ તે માસ્ટરમાઇન્ડ હતો. 1999માં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં બે લોકોનાં મોત થયા હતા. સાથે જ તેણે કબૂલ્યું કે ઉપલેટાની સ્કૂલમાં બોમ્બ રાખવા પાછળનો તેનો હેતુ પૈસાની લેતી દેતી મામલે મનદુખ થયું હતું જેનો બદલો લેવા માટે બોમ્બ રાખ્યો હતો.
આરોપીનો ગુનાહિત ઇતિહાસ
આરોપીને 1998-1999માં પિતાની જમીન બાબતે ગીરીશભાઈ લખમણભાઈ સોજીત્રા તથા રતિલાલ જીવાભાઈ પદરિયા સાથે તકરાર થતા આવી જ રીતે ગિફ્ટ પાર્સલ બનાવી રૂબરૂ આપ્યું હતું. જેમાં ઉપરોક્ત બંનેના મોત નિપજ્યા હતા. તેમજ અન્ય એક વ્યક્તિ બટુકભાઈ મુરાણીને ઇજા થઈ હતી. આ વણ શોધાયેલા ગુનો પણ આરોપીએ કબુલયો હતો.
અહીં ક્લિક કરી જુઓ વીડિયો STATUE OF UNITY નું કામ પૂર્ણ, પ્રતિમાની અંદરના તસવીરો આવી સામે