Home /News /kutchh-saurastra /

રાજકોટ: પાણીની સમસ્યાને પહોંચીવળવા જિલ્લા કલેક્ટરનો 'માસ્ટર પ્લાન'

રાજકોટ: પાણીની સમસ્યાને પહોંચીવળવા જિલ્લા કલેક્ટરનો 'માસ્ટર પ્લાન'

આ માસ્ટરપ્લાનની મદદથી ઉનાળામાં કોઈ પણ જાતની પાણીની કિલ્લત રાજકોટ શહેર અને જિલ્લામાં ન સર્જાય તે માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે

આ માસ્ટરપ્લાનની મદદથી ઉનાળામાં કોઈ પણ જાતની પાણીની કિલ્લત રાજકોટ શહેર અને જિલ્લામાં ન સર્જાય તે માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે

    રાજકોટ: ઊનાળાને આડે હવે ગણતરીના દિવસો જ બાકી બચ્યા છે. ત્યારે રાજકોટ જિલ્લા કલેકટર વિક્રાંત પાંડે દ્વારા આગામચેતીના ભાગ રૂપે એક માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ માસ્ટર પ્લાન માટે એક બેઠક પણ મળી હતી જેમા ઈરિગેશન વિભાગ અને પાણી પુરવઠા વિભાગના અધિકારીઓનો પણ સમાવેશ કરવામા આવ્યો હતો. આ બેઠકમા રાજકોટ જિલ્લાની પરિસ્થિતિનો તાગ મેળવવાનો પ્રયાસ કરવામા આવ્યો હતો.

    રાજ્યમાં ઉનાળાની શરૂઆત 28 ફેબ્રુઆરી બાદ થઈ જતી હોઈ છે. ત્યારે એપ્રિલ મહિનામા રાજકોટ જિલ્લાના ક્યા ક્યા તાલુકામાં પાણીની તકલિફો પડી શકે છે તે માટેની જાણકારી મેળવવામાં આવી હતી. તો સાથો સાથ જે તાલુકાનાં જળપ્રાપ્ય સ્ત્રોતો પૂર્ણ થઈ ચુક્યા છે અથવા તો પૂર્ણ થવાના આરે છે. ત્યારે તેમના માટે વૈકલ્પિક વ્યવ્સથા કઈ જગ્યાએથી ગોઠવી શકાય છે તેની પણ ચર્ચા કરી એક માસ્ટર પ્લાન નક્કી કરવામા આવ્યો છે.

    રાજોકટ જિલ્લા કલેક્ટર ડોક્ટર વિક્રાંત પાંડેનું કહેવું છે કે, આ માસ્ટરપ્લાનની મદદથી ઉનાળામાં કોઈ પણ જાતની પાણીની કિલ્લત રાજકોટ શહેર અને જિલ્લામાં ન સર્જાય તે માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પ્લાનિંગની મદદથી પાણીની સમસ્યાનું નિવારણ ચોક્કસથી મેળવી શકાશે. અમને આશા છે કે આ વર્ષે પણ ગત વર્ષની જેમ સારો વરસાદ રહેશે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Master Plan, To solve water Problem, રાજકોટ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन