રાજકોટ : 'મહિને લાખ રૂપિયા કમાતી વહુ મળતી હતી, અમારા નસીબ ખરાબ કે તું ભટકાણી'

રાજકોટ : 'મહિને લાખ રૂપિયા કમાતી વહુ મળતી હતી, અમારા નસીબ ખરાબ કે તું ભટકાણી'
પ્રતિકાત્મક તસવીર

એંજિનિયર પતિ અને પ્રગતિશીલ કહેવાતા ભણેલા ગણેલા પરિવાર સામે શરમજનક આક્ષેપ, પત્ની પર ઘોરઅત્યાચાર કર્યો હોવાની પોલીસમાં રાવ

  • Share this:
રાજકોટ શહેરમાં પરિણીત સ્ત્રીઓ પર થતા અત્યાચારોમાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે. રાજકોટની મહિલા એડવોકેટે અમદાવાદમાં રહેતા પોતાના પતિ સાસુ અને સસરા વિરૂદ્ધ શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતા હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે.  આપણે ત્યાં સ્ત્રીને પુરુષની સમોવડી તો ગણવામાં આવે છે. તેમ છતાં આજની તારીખે પણ આપણા સભ્ય સમાજ ના લોકો આજે પણ સ્ત્રીઓ પર અત્યાચાર કરતા અચકાતા નથી. ત્યારે આપણા સભ્ય સમાજને શર્મસાર કરતો કિસ્સો રાજકોટ શહેરમાં સામે આવ્યો છે.

જે કિસ્સામાં મહિલા એડવોકેટ ફરિયાદી બનતા જણાવ્યું છે કે, મારો પતિ મોહસીન ( નામ બદલેલ છે) કે જે એન્જિનિયર છે. જેના કારણે મારા પતિ અને સાસુ-સસરા તારા કરતાં પૈસા વાળી છોકરી મળી જાત પરંતુ ભટકાણી છો કહીને માનસિક અને શારીરિક ત્રાસ આપે છે.ફરિયાદી એડવોકેટ મહિલા શબનમે ( નામ બદલેલ છે ) પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, 'અમદાવાદના સરખેજ રોડ પર એક એપાર્ટમેન્ટમાં હું મારા પતિ મારા સાસુ તેમજ સસરા સાથે રહેતી હતી. 14 June 2020 ના રોજ મારા લગ્ન રીતિ-રિવાજ મુજબ મોહસીન સાથે થયા હતા. મોહસીન સાથે મારા બીજા લગ્ન થયા હતા જ્યારે કે મોહસીન ના આ ત્રીજા લગ્ન હતા. ત્યારે લગ્ન બાદ હું સંયુક્ત કુટુંબમાં મારા સાસરિયા પક્ષના લોકો સાથે રહેતી હતી. લગ્નના 15 દિવસ સુધી અમારો લગ્ન સંસાર ખૂબ સારી રીતે અને સુખમય રીતે ચાલ્યો હતો.

આ પણ વાંચો :  સુરત : શરમજનક ઘટના! નિષ્ઠુર માતા 2 મહિનાનું બાળક ત્યજી ફરાર, બ્રિજ પરથી મૃત હાલતમાં મળ્યું

લગ્નના થોડા દિવસ બાદ મારા ડોક્ટર સાસુ-સસરાએ મને ટોણા મારતા કહ્યું હતું કે, તારી સ્કિન ખૂબ જ ફિક્કી લાગે છે. જેના કારણે મારા સાસુ સસરા દ્વારા મને દવા આપવામાં આવી હતી. જે દવા લીધા બાદ મને ગળામાં ચાંદા પડી જતા હતા. જેના કારણે મેં દવા પીવાની ના પાડી હતી. ત્યારે તેઓ ઉશ્કેરાઈ જઈને મને જેમ ફાવે તેમ બોલતા હતા. રસોઈના કામકાજ માં પણ મારા સાસુ મને મેણા ટોણા મારતા હતા. રસોઈ બનાવતી વખતે મારા સાસુ મારા બાજુમાં બેસીને તમામ વસ્તુ કેમ નાખવી કેમ ન નાખવી તે તમામ બાબતો ઉપર મને મેણાં ટોણાં મારતા હતા. આ સમગ્ર બાબતે જ્યારે મેં મારી વાત મારા પતિને કરી હતી. ત્યારે મારા પતિ મોહસીન ને કરતા તે ઉગ્ર થઇ ને મારા મમ્મી પપ્પા કહે તેમ જ તારે કરવાનું તેમ તેણે કહ્યું હતું. ક્યારે મારા સાસુ-સસરા કહેતા કે મારો દીકરો તો it એન્જિનિયર છે.

તારાથી સારી પૈસા વાળા ની દીકરી અમને મળી જાત અમને તો એક લાખ રૂપિયા કમાતી છોકરી પણ મળતી હતી. પરંતુ અમારા ભાગ્ય ખરાબ કે તું ભટકાણી. અમારા મોટા દીકરાની વહુ તો કરોડપતિ ની દીકરી છે તેના માબાપે તો બેંગ્લોરમાં મકાન પણ લઇ આપ્યું છે. તો સાથે જ મારા સાસુ-સસરા મને કહેતા કે તારા મા-બાપ ને કહે કે દસ લાખ રૂપિયા મોકલે. જ્યારે મારા સાસરિયા પક્ષના લોકો પૈસાની માગણી કરી રહ્યા છે તેમ જ મને સાસરિયામાં શારીરિક માનસિક ત્રાસ આપી રહ્યા છે આ વાત જ્યારે મેં મારા માતા પિતાને કરી ત્યારે મારા માતા-પિતા એ બધું જ સારું થઈ જશે તેવું આશ્વાસન મને આપ્યું હતું.

આ પણ વાંચો :  રાજકોટ : કરૂણ ઘટના! અજાણ્યા વાહને એક્ટિવાને ટક્કર મારી, આશાસ્પદ યુવતીનું મોત

મારા સાસરીમાં મને એક કામવાળીની જેમ મારી સાથે વર્તન કરવામાં આવતું હતું. દોઢ મહિના પહેલા મારા સસરાએ તું કરિયાવર માં કઈ લાવી નથી તેમ કહીને ગાળો બોલવા લાગ્યા હતા. આ બાબતે જ્યારે મેં મારા પતિને વાત કરી ત્યારે તેમણે કહ્યું હતું કે, પપ્પા તો ઘરમાં બોલશે જ તને ગમતું ન હોય તો તું સામાન ભરીને જતી રહે. એકવાર તો મારા સસરા જોર જોરથી બોલવા લાગ્યા હતા તેમ જ ગુસ્સે થઈને મને મારવા પણ દોડ્યા હતા. તેમજ બાલ્કનીમાંથી તારો ઘાઘરી તને મારી નાખીશ તેવી મારા સસરા મને ધમકી પણ આપતા હતા.
Published by:Jay Mishra
First published:January 20, 2021, 16:28 pm

ટૉપ ન્યૂઝ