રાજકોટઃ શહેરના મહિલા પોલીસ મથકમાં વધુ એક મહિલાએ પોતાના સાસરીયા વિરૂદ્ધ ફરીયાદ નોંધાવી છે. પરિણીતાએ પોતાના પિતા, સાસુ, સસરા તેમજ નણંદ વિરૂદ્ધ IPCની કલમ 498(ક), 323, 504, તેમજ કલમ 114 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટ શહેરના મહિલા પોલીસ સ્ટેશનમાં ગ્રેજ્યુશન સુધીનો અભ્યાસ કરનાર શાલિની (નામ બદલેલ છે) નામની પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારા પતિ કામેશ (નામ બદલેલ છે) લગ્નની પહેલી રાત્રે જ દારૂ પીને આવ્યો હતો. તો સાથેજ મને અપશબ્દો કહી માર પણ માર્યો હતો. તેમજ હું જ્યારે પણ માસિક ધર્મમાં હોઈ ત્યારે પણ બળજબરી પૂર્વક મારી સાથે શરીર સંબંધ બાંધવા મજબૂર કરતો હતો.
શાલિનીએ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું છે કે, મારા પહેલા લગ્ન નાગપુર ખાતે થયા હતા. ત્યાર બાદ છૂટાછેડા થતાં વર્ષ 2018માં મારા બીજા લગ્ન કામેશ સાથે થયા હતા. લગ્ન બાદ હું મારા સાસરિયા પક્ષના લોકો સાથે પરિવારમાં રહેતી હતી. લગ્નની પહેલી જ રાત્રે મારો પતિ દારૂ પીને રૂમમાં આવ્યો હતો. તેમજ મને અપશબ્દ કહી માર પણ માર્યો હતો.
આ પણ વાંચોઃ-
પતિનું નિમ્ન પ્રકારનું રૂપ તો પ્રથમ રાત્રે જ મારી સમક્ષ આવ્યું ચૂક્યું હતું. ત્યાર બાદ ઘરના એક બાદ એક સભ્યોના પણ નિમ્ન ચહેરાઓ અને તેમની વર્તણુક મારી સમક્ષ આવતી ગઈ હતી. મારી સાસુ મને ઘરકામ કરતી સમયે મેણાં ટોણાં મારતી હતી. તો સાથે જ મારા સસરા તેને સારી રસોઈ બનાવતા નથી આવડતી તેવું કહેતા હતા. તેમજ અમારા ઘરના તમામ નિર્ણયો મારા નણંદ જ લેતા હતાં.
આ પણ વાંચોઃ-
લગ્ન થયા બાદ પ્રથમ દિવાળી આવતા હું મારા પતિ કામેશની ફટાકડાની ફેકટરીએ ગઈ હતી. ત્યારે પણ મારી સામે મારો પતિ ખુરશી પર બેસીને દારૂ પીવા લાગ્યો હતો. તેમજ જ્યારે મે મારા પતિ કામેશને દારૂ ન પીવા આગ્રહ કર્યો ત્યારે તેણે કહ્યું હતું કે તારે મારી સાથે રહેવું હોય તો રહે, બાકી હું દારૂ તો નહિ જ મૂકું. મારો પતિ માસિક ધર્મ દરમિયાન પણ મારી સાથે શારીરિક સંબંધ બાંધવા માટે બળજબરી કરતો હતો. તો સાથેજ મારી સાથે વિકૃત વર્તન પણ કરતો હતો. મને ભગવાન ની પૂજા પણ કરવા દેતો નહોતો.
એક વખત સામાજીક પ્રસંગે મે મારા નણંદોયાને ફોન કરી કહ્યું હતું કે, જમણવાર શરૂ થઈ ગયો છે. તમે બધા ક્યારે આવો છે. ત્યારે ઘરે આવી મારા પતિએ મારા ચરિત્ર પર શંકા કરતા કહ્યું હતું કે, તેને મારા બનેવી બહુ ગમે છે? મારા સસરા પણ દારૂ પીને મારી સાથે ઘરકામ બાબતે ઝઘડો કરતા હતાં. તેમજ ઘરકામ બાબતે મારા સાસુ તમેજ મારા નણંદ શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતા હતા.