Home /News /kutchh-saurastra /

વિશ્વ મહિલા દિવસ : રાજકોટ મહાનગરપાલિકા દ્વારા BRTS અને સિટી બસમાં મહિલાઓ માટે ફ્રી સવારી

વિશ્વ મહિલા દિવસ : રાજકોટ મહાનગરપાલિકા દ્વારા BRTS અને સિટી બસમાં મહિલાઓ માટે ફ્રી સવારી

8

8 માર્ચ એટલે કે વિશ્વ મહિલા દિવસ , ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા BRTS અને સિટી બસ

Women's Day 2022 - ઇન્‍ટરનેશનલ વુમન્‍સ ડે' ને મંગળવારના રોજ દિવસ દરમ્‍યાન કોઇપણ રૂટ પર ગમે તેટલી વખત ફક્‍ત મહિલા મુસાફરો નિઃશુલ્‍ક મુસાફરી કરી શકશે

    મુસ્તુફા લાકડાવાલા ,રાજકોટ : આઠમી માર્ચ (8 March)એટલે કે વિશ્વ મહિલા દિવસ (World Women's Day). ત્યારે આવતીકાલે રાજકોટ મહાનગરપાલિકા (Rajkot Mahanagar palika)દ્વારા બીઆરટીએસ (BRTS) તેમજ સીટી બસમાં (City bus) મહિલાઓને (Women) મફત મુસાફરીની સુવિધા આપવામાં આવશે.

    ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં રાજકોટના (Rajkot) ડેપ્યુટી મેયર દર્શિતાબેન શાહે જણાવ્યું હતું કે, આવતીકાલે જ્યારે સૌ કોઈ વિશ્વ મહિલા દિવસની ( Women's Day )ઉજવણી કરશે. ત્યારે મહાનગરપાલિકા દ્વારા પણ રાજકોટ (Rajkot) શહેર ના સીટી બસ તેમજ બીઆરટીએસ બસમાં (BRTS BUS) મહિલાઓને ફ્રી (Free)સવરરી કરવાની સવલત આપવામાં આવશે. મનપા દ્વારા દર વર્ષે (Every year) રક્ષાબંધનના પર્વ નિમિત્તે પણ મનપા દ્વારા ફ્રી (Free) સવારી કરવાની સવલત બહેનો દીકરીઓને આપવામાં આવે છે.

    આ પણ વાંચો - રાજકોટઃ શહેરમાં પાર્કિંગ ફ્રી કરો, કોર્પોરેટર નેહલ શુક્લએ સ્ટેન્ડિંગ ચેરમેનને લખ્યો પત્ર, મનપાને થતી આવક ચૂકવવા

    તેમણે વધુમાં માહિતી આપતા કહ્યું હતું કે, ‘ઇન્‍ટરનેશનલ વુમન્‍સ ડે' ને મંગળવારના રોજ દિવસ દરમ્‍યાન કોઇપણ રૂટ પર ગમે તેટલી વખત ફક્‍ત મહિલા મુસાફરો નિઃશુલ્‍ક મુસાફરી કરી શકશે. જયારે ભાઇઓ/પુરૂષ મુસાફરો એ તેઓની મુસાફરી અન્‍વયે રાબેતા મુજબ જ નિયત દરની ટીકીટ લેવાની રહેશે. બહોળી સંખ્‍યામાં મહિલા મુસાફરો દ્વારા મહાનગરપાલિકાની આ નિઃશુલ્‍ક પરિવહન સેવાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે.

    આ ઉપરાંત રક્ષાબંધન તેમજ ભાઈબીજના પ્રસંગે પણ મહાનગરપાલિકા દ્વારા મહિલાઓને સિટી બસ તથા બી.આર.ટી.એસ.બસમાં ફ્રી બસ સેવા પુરી પાડવામાં આવે છે.
    First published:

    Tags: International womens day, Womens day, રાજકોટ

    આગામી સમાચાર