રાજકોટ : અનેક સોસાયટીઓમાં બહાર જવા પર પ્રતિંબંધ, 'ઘરમાં રહો દેશ બચાઓ'ના બોર્ડ લાગ્યા


Updated: March 27, 2020, 4:50 PM IST
રાજકોટ : અનેક સોસાયટીઓમાં બહાર જવા પર પ્રતિંબંધ, 'ઘરમાં રહો દેશ બચાઓ'ના બોર્ડ લાગ્યા
નાના મોવાની વિરલ કો-ઓપરેટિવ સોસાયટીમાં પ્રવેશ આપવા પર જ મનાઈ ફરમાવવામાં આવી છે.

નાના મોવાની વિરલ કો-ઓપરેટિવ સોસાયટીમાં પ્રવેશ આપવા પર જ મનાઈ ફરમાવવામાં આવી છે.

  • Share this:
રાજકોટ : રાજકોટમાં કોરોના વાયરસના પાંચ પોઝિટિવ (5 Positive Cases of Coronavirus in Rajkot) કેસ નોંધાઈ ચુક્યા છે ત્યારે હવે કોરોના વાયરસના કારણે લોકોમાં પણ જાગૃતિ (Awareness)આવી રહી છે. જુદી જુદી સોસાયટીઓ (No Entry Boards in Society)માં લોકો હવે બોર્ડ પણ મારી રહ્યા છે. આ ઉપરાંત લોકો પોતાના ઘરની બહાર પણ નથી નીકળી રહ્યા.

નાના મોવાની વિરલ કો-ઓપરેટિવ સોસાયટીમાં પ્રવેશ આપવા પર જ મનાઈ ફરમાવવામાં આવી છે. સોસાયટીના પ્રવેશ દ્વારને આડા પથ્થરો ગોઠવી દેવામાં આવ્યા છે. સાથે જ દોરડાં પણ બાંધવામાં આવ્યા છે.આવી જ કંઈક પરિસ્થિતિ બીજી સોસાયટીઓમાં પણ જોવા મળી રહી છે. શહેરની પુનિતનગર કર્મચારી સોસાયટીમાં તો જુદા જુદા સૂત્રો લખી લોકોએ બોર્ડ પોતાના દરવાજા પર લગાવ્યા છે.

આ પણ વાંચો : કોરોના સામે જંગ : ભજનિક હેમંત ચૌહાણે ઘરમાં જ ફૂડ પેકેટ બનાવી ગરીબોમાં વિતરણ કર્યાં

"એકબીજાથી અંતર રાખો", "ઘરમાં રહો એ જ આની દવા છે", " ઘરમાં રહો દેશ બચાઓ" જેવા સૂત્રો લખવામાં આવ્યા છે. શહેરની ગુલમહોર રેસિડેન્સી સહિતના અમુક વિસ્તારમાં બહારની કોઇપણ વ્યક્તિએ અંદર નહીં પ્રવેશવા અને કોઇપણ વ્યક્તિએ બહાર જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. લોકો તરફથી લેવામાં આવતા આવા પગલાં ખરેખર આવકાર્ય છે, અન્ય લોકો પણ આનું અનુકરણ કરે તે જરૂરી છે.
First published: March 27, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading