મનમોહનસિંહનો પલટવાર, મોદીજીએ ગુજરાતના વેપારી અને લોકો સાથે દગો કર્યો

Network18 | News18 Gujarati
Updated: December 7, 2017, 2:35 PM IST
મનમોહનસિંહનો પલટવાર, મોદીજીએ ગુજરાતના વેપારી અને લોકો સાથે દગો કર્યો
Network18 | News18 Gujarati
Updated: December 7, 2017, 2:35 PM IST
ગુજરાતમાં પહેલા તબક્કાનો પ્રચાર પુરો થતા પહેલા પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે મોદી સરકાર પર ઘણાં હુમલા થયા છે. રાજકોટમાં મનમોહન સિંહે કહ્યું કે નોટબંધીનું જે બેઝિક હેતુ હતો તે નિષ્ફળ થયો છે. ભ્રષ્ટાચાર અત્યારે પણ થઈ રહ્યો છે. મનમોહનસિંહે માંગ કરી છે કે નોટબંધી સાથે જોડાયેલ દસ્તાવેજ સંસદ અને જનતાની સામે મુકવા જોઈએ.

પૂર્વ પીએમે સીધા પીએમ મોદી પર નિશાનો કરતાં કહ્યું કે નોટબંધી પછી જીએસટીથી વેપારીઓને નુકશાન થયું છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન ગુજરાતના છે, મોદીજીએ ગુજરાતના વેપારીઓ અને લોકોને દગો આપ્યો છે. તેમણે કહ્યું કે આજે સરકારની જે વિદેશ નીતિ છે તેનાથી દેશની સુરક્ષા ખતરામાં છે. મોદી સરકારના કેટલાક એવા નિર્ણયો છે ક જેમાં દેશનું હિત નથી.

મનમોહન સિંહે કહ્યું કે અમારા કાર્યકાળમાં જ્યારે ભ્રષ્ટાચાર પર કોઈ ફરિયાદ આવી તો અમે તેની પર તરત જ એક્શન લીધી હતી. પરંતુ જ્યારે એનડીએ દરમિયાન આવું થયું તો કોઈ એક્શન લેવાઈ નથી. તેમણે કહ્યું કે બીજેપી અધ્યક્ષના છોકરાના મામલામાં પણ કોઈ એક્શન લીધી નથી. તેમણે કહ્યું કે પીએમ મોદીએ નર્મદાના મુદ્દા પર ક્યારેય મારી સાથે મુલાકાત કરી ન હતી.

અર્થવ્યવસ્થાના મુદ્દા પર મનમોહન સિંહે કહ્યું કે જો મોદી સરકારને યુપીએના 10 વર્ષના કાર્યકાળમાં આશરે આર્થિક ગ્રોથની બરોબરી કરવી હોય તો પોતાના કાર્યકાળમાં પાંચમા વર્ષે ન્યૂન્તમ 10.6 ટકાની ગ્રોથ રેટ હોવી જોઈએ. મને ખુશી થસે જો આવું થાય તો. પરંતુ મને આવું કાંઈ થતું હોય તેવું દેખાતું નથી.

નોંધનીય છે કે ગુજરાતમાં પહેલા ચરણનો પ્રચાર આજે સાંજે પાંચ વાગ્યા સુધી બંધ થઈ જશે. આ પહેલા બંન્ને બાજુથી તીખા હુમલા થશે.
First published: December 7, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर