રાજકોટઃ મનમોહન સિંહના નોટબંધી-GSTને લઈ PM મોદી અને સરકાર પર પ્રહારો

Sanjay Joshi | News18 Gujarati
Updated: December 7, 2017, 2:43 PM IST
રાજકોટઃ મનમોહન સિંહના નોટબંધી-GSTને લઈ PM મોદી અને સરકાર પર પ્રહારો
મનમોહન સિંહે વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ ગુજરાતના ઉદ્યોગકારોની વેદના જીએસટી કાઉન્સિલ સમક્ષ મૂકશે.
Sanjay Joshi | News18 Gujarati
Updated: December 7, 2017, 2:43 PM IST

રાજકોટઃ આજે પૂર્વ PM મનમોહન સિંહે પત્રકાર પરિષદમાં નોટબંધી અને GSTને લઈને વડાપ્રધાન મોદી અને સરકાર પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે નોટબંધીને કારણે બ્લેકમની વ્હાઇટ થયું છે. જીએસટીથી જેતપુર, સુરત, મોરબી અને વાપીના નાના ઉદ્યોગોને અસર પડી છે. નોટબંઘીને કારણે રોજગારી પર અસર પડી છે, નવી રોજગારીની તકો ઘટી રહી છે. આપણું અર્થતંત્ર નબળું પડતાં ચાઇનાને લાભ થયો છે.


મનમોહન સિંહે વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ ગુજરાતના ઉદ્યોગકારોની વેદના જીએસટી કાઉન્સિલ સમક્ષ મૂકશે. રાજકોટના ઓટોમોબાઈલ સેક્ટરમાં 28 ટકા જીએસટી આશ્ચર્યજનક છે. કોંગ્રેસ સરકારે છેલ્લાં 70 વર્ષોમાં ભારતના
અર્થતંત્રને પાવરફુલ બનાવ્યું હતું. લોકોએ નોટબંધીમાં ભોગ આપ્યો, પણ કોઈ આશા ફળી નહિ. જીએસટી સામે અવાજ ઉઠાવનારને ચોર અને એન્ટી-નેશન માનવામાં આવી રહ્યા છે. જીએસટી અને નોટબંધીથી શું ફાયદા થયા એ સૌકોઇને સવાલ છે.


રામ મંદિરને લઈને મનમોહન સિંહે કહ્યું હતું કે કોર્ટમાં આ મામલો છે. સુપ્રીમ કોર્ટનો ચુકાદો માન્ય રહેશે. હું આ બાબતે ચર્ચા કરવા નથી માગતો.

First published: December 7, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर