રાજકોટમાં માત્ર 4 સેકન્ડમાં 1.43 લાખ રોકડની ચોરી, જોઇ લો CCTV ફૂટેજ


Updated: February 8, 2020, 2:34 PM IST
રાજકોટમાં માત્ર 4 સેકન્ડમાં 1.43 લાખ રોકડની ચોરી, જોઇ લો CCTV ફૂટેજ
ઘટનાનાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યાં છે.

માત્ર 4 સેકન્ડમાં 1.43 લાખ રોકડની ચોરી કરી ચોર ફરાર થઇ ગયો.

  • Share this:
રાજકોટ : શહેરનાં બાપુનગર વિસ્તારમાં જાહેરમાં ધોળા દિવસે ચોરીની ઘટના બની છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. બાપુનગર વિસ્તારમાં પાર્ક કરાયેલા વાહનની ડેકીમાંથી 1 લાખ 43 હજાર રૂપિયાની ચોરી થઇ છે. વાહનની ડેકીમાંથી ફક્ત ચાર સેકન્ડમાં જ લાખો રૂપિયાની ચોરીને અંજામ આપવામાં આવ્યો છે.

સીસીટીવી દ્રશ્યો મુજબ વ્યક્તિ સૌપ્રથમ બાઇકની બાજુમાં ઉભો રહીને સામે ઉભેલા વ્યક્તિ જ્યારે અન્ય તરફ નજર કરે છે ત્યારે બાઇકની ડેકી ખોલી તેમાંથી રૂપિયાની ઉઠાંતરી કરે છે. જે રીતે બાઇકમાંથી ચોરી કરનાર વ્યક્તિ ચોરી ને અંજામ આપે છે તેના પરથી તે વ્યક્તિ જાણભેદુ હોવાનું લાગી રહ્યું છે.  આ ચોરે  ફક્ત ચાર સેકન્ડ માં જે ચોરી કરીને ફરાર થઇ ગયો હતો. આ ઘટનનાનાં સીસીટીવી ફૂટેજ જોઇને અનેક સવાલો ઉભા થાય છે. ઉલ્લેખનીય છે કે, શહેરમાં થોડા સમય પહેલા સોની બજાર સહિતનાં વિસ્તારોમાં લૂંટ કે ચોરીનાં બનાવો સામે આવતા હતા તો અન્ય વિસ્તારોમાં ચિલ ઝડપનાં બનાવો પણ બનતા હતા.

આ પણ વાંચો : શું ખરેખર એક રૂપિયે કિલો મળી રહ્યાં છે શાકભાજી? ક્યાં મળે છે?

હાલ પોલીસે આ અંગેનો ગુનો નોંધીને સીસીટીવીનાં આધારે ફરાર વ્યક્તિની શોધખોળ હાથ ધરી છે.

આ વીડિયો પણ જુઓ : 
First published: February 8, 2020, 2:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading