Coronavirus : ગોંડલના ચોરડીમાં હોમ ક્વૉરન્ટાઇન કરેલો ડ્રાઇવર નાસી જતા મચ્યો હડકંપ


Updated: April 6, 2020, 6:08 PM IST
Coronavirus : ગોંડલના ચોરડીમાં હોમ ક્વૉરન્ટાઇન કરેલો ડ્રાઇવર નાસી જતા મચ્યો હડકંપ
ચોરડીના ડ્રાઇવેર ઘરમાંથી ભાગી અને ગ્રામજોનોને ખતરમાં મૂકી દીધા હોવાની ફરિયાદ

ક્વૉરન્ટાઇનમાં રખેયાલા વ્યક્તિઓ સાવધાન! ચોરડીના ડ્રાઇવર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ

  • Share this:
કોરોનાના (Coronavirus) કહેર પર કાબુ મેળવવા મેડીકલ, પોલીસ અને પ્રશાસન તનતોડ મહેનત કરી રહ્યું છે ત્યારે ગોંડલ (Gondal) તાલુકાના ચોરડી ગામે કોરન્ટાઇન (Quarantine) કરવામાં આવેલ એક દર્દી નાશી જતા પોલીસ (Police) ફરિયાદ નોંધાવવામાં આવી છે.પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ તાલુકાના ચોરડી ગામે રહેતા અને ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા ચેતનભાઇ મનસુખભાઈ શિયાળ મહારાષ્ટ્રથી (Maharashtra) ચોરડી આવ્યા હતા.

ગત તારીખ 3 એપ્રિલ ના ચેતનભાઈને 14 દિવસ માટે પ્રશાસન દ્વારા હોમ કોરન્ટાઇન કરાયા હતા. જોકે લોકડાઉન અને 144 ની કલમ તેમજ હોમ કોર્નટાઈન નો ચેતનભાઈ એ ભંગ કર્યો હતો અને તેઓને રહેણાંકની બહાર નહિં જવા મેડિકલ ઓફિસર દ્વારા સૂચના પણ અપાઇ હતી તેમ છતાં ચેતનભાઇ દ્વારા બજારમાં જાહેરમાં આટા ફેરા લગાવવામાં આવતા હોવાની ફરિયાદ ઉઠતા તલાટી કમ મંત્રી રંજનબેન વાજા દ્વારા તપાસ હાથ ધરાઇ હતી.

આ પણ વાંચો :  Coronavirus : સરકારે કોરોનાની બીકે રામ રસોડા બંધ કરાવ્યા, અનેક ગરીબો ભૂખ્યા રહ્યા

તપાસ દરમ્યાન  ચેતનભાઇના ઘરે તાળુ મારેલું હોતું જેની તંત્રને જાણ કરી સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.  પોલીસે ચેતનભાઈ પર આઈપીસી કલમ 270 188 તેમજ ધી એપેડેમીક ડીસીઝ એક્ટ મુજબ ગુનો નોંધી ચેતનભાઈને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા હતા.

આ પણ વાંચો :  Coronavirus : સાવધાન! માસ્કના બહારના પડને અડકશો નહીં, એક અઠવાડિયું જીવે છે કોરોના વાયરસ

ઉલ્લેખનીય છેકે જે રીતે કોરોના ના કેસ વિદેશ અથવા અન્ય રાજ્યો માંથી આવતા લોકો કે પ્રવાસીઓ વધુ શકયતા રહેલી છે જેથી આવા બહારથી આવેલા લોકોને 14 દિવસ હોમ કોર્નટાઇન કરવામાં આવે છે અને આ નિયમ તોડનાર કાયદેસર ની કાર્યવાહી પણ કરવામાં આવે છે ત્યારે ગોંડલ ના ચોરડી ગામે પણ આવો જ કિસ્સો સામે આવતા કાર્યવાહી કરવામાં આવી છે.
First published: April 6, 2020, 6:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading